________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
क्रीडनीयकमिच्छामो दृश्यं श्रव्यं च यद् भवेत् । न वेदव्यवहारोऽयं संश्राव्यः शूद्रजातिषु ।
तस्मात् सृजापरं वेदं पञ्चमं सार्ववर्णिम् ॥ - नाट्यशास्त्र (१-११,१२)
આથી બ્રહ્માજીએ, ભરત મુનિ દ્વારા જેને જોઈ પણ શકાય અને જેને સાંભળી પણ શકાય એવા એક ‘ક્રીડનીયક’ (રમકડા) તરીકે ‘નાટ્ય’ની રચના કરી છે. પછી, પ્રથમ અધ્યાયના અંતે ભરત મુનિએ એમ પણ ઉમેર્યું છે કે બિચારાં દુઃખાર્ત, શ્રમાર્ત અને શોકાર્ત લોકોને માટે આ નાટ્ય ‘‘વિનોદ” પૂરો પાડનાર બની રહેશે. વિનોવનનાં ાને નાટ્યમેતત્ મવિષ્યતિ ॥ (નાટ્યશાસ્ત્રમ્ ૧-૧૧૭) આમ ભારતની નાટ્યકૃતિઓ તે દુન્યવી સુખદુઃખમાં ઘસડાતાં લોકોને માટે એક મનોવિનોદન પૂરું પાડનાર ‘ક્રીડનીયક’ છે એમ ભરતમુનિએ શતાબ્દીઓ પૂર્વે કહી રાખ્યું છે- એ સદા અવિસ્મરણીય છે.
(૨)
હવે, સંસ્કૃત નાટ્યકૃતિઓ જો રસલક્ષી હોય તો શું એમાંથી કવિએ ઢાળેલું કોઈ જીવનદર્શન ન તારવી શકાય ?- એવો પ્રશ્ન થવો પણ સ્વાભાવિક છે. દા.ત. અભિજ્ઞાનશાકુન્તલમાંથી કવિ શ્રી ઉમાશંકર જોશીએ મહાકવિ કાલિદાસનું એવું જીવનદર્શન વ્યંજિત થતું જોયું છે કે શકુન્તલામાં સમષ્ટિનિષ્ઠાનો અભાવ હતો, પરિણામે આંગણે આવીને ઊભેલા દુર્વાસાનો તે અજાણતાં અતિથિસત્કાર કરતી નથી અને શાપ પામે છે. બીજી તરફ, દુષ્યન્ત હંમેશનો અભિનવમધુલોલૂપ વ્યક્તિ છે. પરિણામે તેનામાં વ્યષ્ટિનિષ્ઠાનો અભાવ હતો. હવે જો તેની આ ભ્રમરવૃત્તિ દૂર ના કરવામાં આવે તો નાયિકા શકુન્તલાનું ય ભાવિ અંધકારમય છે. રાણીવાસમાં રહેલી અનેક હંસપદિકાઓમાંની એક વધુ હંસપદિકા જ તે બની રહેત. માટે કવિએ શાપ પ્રયોજ્યો છે. આ શાપ થકી બન્ને વચ્ચે વિયોગ ઊભો થાય છે. તે વિયોગની આગમાં બન્ને જ્યારે સંતપ્ત થાય છે ત્યારે નાયિકામાં રહેલ સમષ્ટિનિષ્ઠાનો અભાવ દૂર થાય છે. આમ શાપ થકી બન્નેમાં રહેલી એક એક ઊણપ દૂર થતાં, તેઓ પરસ્પરને માટે યોગ્ય બને છે, કવિ આવો સંવાદ રચીને પછી જ તેમનું કાયમી મિલન યોજે છે. ‘‘આમ, દુર્વાસાનો શાપ દુષ્યન્ત-શકુન્તલાના દામ્પત્યને એકી સાથે વ્યષ્ટિનિષ્ઠ તેમ જ સમષ્ટિનિષ્ઠ ભૂમિકા ઉપર દૃઢપણે સ્થાપવા અને સંપૂર્ણ સંવાદી બનાવવા પ્રવર્તમાન થાય છે.’’ (શાકુન્તલ, અનુ. ઉમાશંકર જોશી, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, ૧૯૮૮, પ્રસ્તાવના - પૃ. ૩૬) આમ શાકુન્તલમાંથી મહાકવિનું ઉપર્યુક્ત જીવનદર્શન વ્યંજિત થતું શ્રી ઉમાશંકર જોશીએ નિરૂપ્યું છે. આવા જીવનદર્શનને,કાવ્યશાસ્ત્રીય પરિભાષામાં, ‘વસ્તુધ્વનિ’ કહેવાય છે. પણ આપણા કાવ્યશાસ્ત્રીઓ કહે છે કે નાટ્યકૃતિમાંથી વ્યંજિત થતાં આવાં કોઈ પણ વસ્તુધ્વનિઓનું અસ્તિત્વ અંતતઃ સ્વતન્ત્રપણે વિલસતું રહેતું નથી. આવા વસ્તુધ્વનિઓ પણ અંતે તો રસાદિધ્વનિમાં જ જઈને પર્યવસાન પામે છે.
એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે, ઉપર્યુક્ત વસ્તુધ્વનિ દ્વારા પ્રેક્ષકોનાં ચિત્ત એ વાતે આશ્વસ્ત થશે કે શાપ દ્વારા નાયક-નાયિકામાં રહેલી એક એક ઊણપ દૂર થઈ છે અને હવે સંતુલિત થયેલાં એ બે પાત્રોના જીવનમાં ફરી કોઈ વિચ્છેદ કે વિયોગને અવકાશ રહેતો નથી. પરિણામે દુષ્યન્ત-શકુન્તલા વચ્ચેનો શૃંગાર હવે નિર્બાધપણે સતત વિલસતો રહેશે. આમ સંસ્કૃત નાટ્યકૃતિઓમાંથી સહૃદય ભાવકોને જુદાં જુદાં વસ્તુનિઓ વ્યંગ્યાર્થ રૂપે મળે ખરાં, પણ અંતે તો તે કૃતિના મુખ્ય રસને જ પુષ્ટિકર બની રહેતાં હોય છે.
(૩)
સંસ્કૃત નાટ્યકૃતિઓ રસલક્ષી હોય છે આ કેન્દ્રવર્તી વિચારનો પ્રતિધ્વનિ ‘કોઈ પણ નાટ્યકૃતિની કથાગૂંથણી કેવી રીતે કરવી જોઈએ ? એની ચર્ચામાં પણ પડતો જોવા મળે છે. જેમકે, નાટક, પ્રકરણાદિ દશવિધ રૂપકોની
102
સામીપ્ય : પુ. ૨૫, અંક ૩-૪, ઓક્ટો. ૨૦૦૮ – માર્ચ, ૨૦૦૯
For Private and Personal Use Only