________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સર્વારીનિ સર્વનામાનિ । ૧-૧-૨૭ સૂત્રનો પરામર્શ*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રા. વિજયાનન્દ પટેલ
[૧]
‘પાણિનિ વ્યાકરણ’ એમ બોલતાં જ સામાન્ય રીતે તેની બીજી કોઈ વિશેષતા તરત જ ધ્યાનમાં આવે કે ન આવે, પરંતુ ‘લાઘવ સિદ્ધિ' એ વિશેષણના તરત જ ધ્યાનાર્હ બને છે. ઉપરાંત તે સમયમાં લાઘવયુક્ત શૈલી માટે પાણિનિ અતિપ્રસિદ્ધિ પામ્યા છે. શ્રી નાગેશ ભટ્ટે તો ‘અર્થમાત્રા તાપવેન પુત્રોત્સવ મન્યન્તે તૈયાળા : ।' એવી પરિભાષા પણ પોતાના ગ્રંથમાં ઉદ્ધૃત કરી છે. સૂત્રકાર પોતાના ગ્રંથને ઉપકારક એવી કેટલીક સંજ્ઞાઓ આપે છે. દા.ત. સવર્ણ, ગુણ, વૃદ્ધિ ટિ, મ... વગેરે આવી જ એક સર્વનામ સંજ્ઞા તેઓ અષ્ટાધ્યાયીનાં પ્રથમ અધ્યાયમાં આપે છે. સંજ્ઞા કરનારું સૂત્ર છે : સર્વાવીનિ સર્વનામાનિ || ૧.૧.૨૭ પ્રસ્તુત લેખમાં આ સૂત્રનો વિસ્તારથી વિચાર કરવામાં આવ્યો છે.
[૨]
પાણિનિ પોતાના ગ્રંથમાં સંજ્ઞાઓ કરવામાં એકરૂપતા રાખતા નથી. સામાન્ય રીતે લાઘવ માટે સંજ્ઞાઓ રચવામાં આવતી હોવાથી સંજ્ઞા દ્વારા કહેવાતા સંશિઓ સંજ્ઞા કરતા વધુ વર્ણોવાળા હોય છે. જેમ કે, ‘તુત્યાય प्रयत्नं सवर्णम् । ૬.૧.૧.૩ એ સૂત્રમાં ‘‘સવર્ણ’' સંજ્ઞાથી બોધિત સંક્ષિઓ સંજ્ઞામાં વપરાયેલાં વર્ષો કરતા પ્રમાણમાં વધુ છે. ‘તુલ્યાસ્ય પ્રયતમ્ ’ એ પદ સંશિઓનો બોધ કરાવે છે તથા ‘અરેક મુળ: ૧.૧.૨.૪ માં ‘શુળ’ સંજ્ઞાથી બોધિત સંક્ષિઓ ગત, ૬ અને ‘ ઓ ’ એમ ત્રણ વર્ણો છે. આમ, સંજ્ઞા એ લાઘવ માટે જ હોય છે. પરંતુ ક્યારેક સૂત્રકાર એવી સંજ્ઞા પણ કરે છે જે સંશિઓ કરતા મોટી-વધુ વર્ણોવાળી હોય છે. જેમ કે પ્રસ્તુત લેખના વિષયની જ ‘સર્વનામ ' સંજ્ઞા છે. જે ‘સર્વાîનિ” એવા સંશિઓ કરતા પ્રમાણમાં વધુ વર્ષોવાળી છે. અહીં પાણિનિ ‘ટિ, યુ, મેં ' જેવી નાની કૃત્રિમ સંજ્ઞા આપી શક્યા હોત (પરંતુ નથી આપી). આવી મોટી સંજ્ઞા કરવાનું ફળ દર્શાવતા ભાષ્યકાર જણાવે છે કે આ અન્વર્ય સંજ્ઞા છે તેથી સર્વાતિ ગણમાં જે શબ્દો સાક્ષાત્ ઉચ્ચાર્યા હોય તેમની જ માત્ર ‘સર્વનામ’ સંજ્ઞા થાય છે. (અન્ય શબ્દોની નહીં) તેથી નામવાચક સર્વ શબ્દની સર્વનામ સંજ્ઞા નહીં થાય. (દા.ત.સર્વમન (=ભરત) શકુન્તલાના પુત્રને ટૂંકમાં કે ઉત્તરપદનો લોપ કરીને સર્વ કહેતા તેની સર્વનામ સંજ્ઞા નહીં થાય) તેથી તેનું ચતુર્થી વિભક્તિ એકવચનનું રૂપ ‘સર્વસ્મ’ ન થતા સર્જાય થશે.
For Private and Personal Use Only
[૩]
:
સૂત્રાર્થ સર્વાદ્રિ ગણમાં પઠિત (૩૫) શબ્દોની સર્વનામ સંજ્ઞા થાય છે. અહીં ( ચેનવિધિસ્તવન્તસ્ય । સૂત્રથી) તદન્તવિધિ થાય છે. તેનું જ્ઞાપન એ છે કે ‘ન્હેં હૈં । ૧.૧.૩૧ સૂત્રથી દ્વન્દ્વ સમાસ સર્વનામ સંજ્ઞાનો નિષેધ કરવા માટે આવે છે. દ્વન્દ્વ સમાસ અનેક પદોનો બને છે. તેમાં સર્વનામવાચક શબ્દ અંતમાં આવવાથી જાતે જ તે સર્વનામ વાચ્ય શબ્દની ગૌણતા સૂચિત થાય છે અને સર્વનામ સંજ્ઞાનો નિષેધ થાય છે. (દા.ત. ‘વર્ણાશ્રમેતરાળામાં * ગુજરાત રાજ્ય અને કૉલેજ સંસ્કૃત અધ્યાપક મંડળના થરા મુકામે યોજાયેલ ૨૧ મા અધિવેશન (તા. ૨૬, ૨૭, ૨૮ જાન્યુઆરી, ૧૯૯૬)માં રજૂ કરેલો લેખ.
+ ભવન્સ કૉલેજ, ડાકોર.
સર્જવીનિ સર્વનામાનિ । ૧-૧-૨૭ સૂત્રનો પરામર્શ
105