________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રુદ્ર આત્મા :
વિદગ્ધના પ્રશ્નનો જવાબ આપતાં યાજ્ઞવલ્કયે કહ્યું, “રુદ્ર એકાદશ છે, દસ પ્રાણ અને આત્મા જયારે આ શરીરમાંથી નીકળે છે ત્યારે પોતાના સંબંધીઓને રડાવે છે.”૨૪ આગળના ભાગનો પ્રશ્ન (જયારે પુરુષ મરે છે ત્યારે પ્રાણ નીકળે છે કે નહીં) નો જવાબ આપતાં યાજ્ઞવલ્કય કહે છે કે, “પ્રાણ આત્મામાં લીન થઈ જાય છે, અને શરીર ફૂલી જાય છે. મરી જાય છે અને મરીને જાણે સૂઈ જાય છે.”૨૫ આત્માની કર્મ સ્વતંત્રતા :
જગતની નૈતિક સુવ્યવસ્થાનું મૂળ કારણ કર્મનો સિદ્ધાંત છે. જે કોઈ કાર્ય આપણે આપણા પ્રયત્નથી કરીએ છીએ તેનું ફળ હમેશાં મળે છે. તેનો ક્યારેય નાશ થતો નથી અને જે ફળનો આપણે તે સમયે ભોગ કરી રહ્યા છીએ તે પૂર્વ જન્મના કરેલા કર્મનું છે, પરિણામ છે તે કારણ વિના અભુત થવાનો છે નહી, કર્મ સિદ્ધાંતનું એ તાત્પર્ય છે કે આ વિશ્વમાં પોતાની ઈચ્છાને કોઈ સ્થાન નથી. કર્મના સિદ્ધાંતનો અંગીકાર કરવાથી મનુષ્યની આંતરિક શક્તિઓનો વિકાસ કરવા માટે પર્યાપ્ત અવસર મળે છે. * જીવાત્મા જેવું કર્મ કરે અને જેવું આચરણ કરે છે તે તેના જેવો જ બની જાય છે. સારું કાર્ય કરવાવાળા શુભ અને પાપ કરવાવાળા પાપી બની જાય છે. પુણ્ય કર્મ કરવાથી પુણ્યવાન અને પાપકર્મ કરવાથી પાપી બની જવાય છે. પોતાનાં કર્મો તથા જ્ઞાનના અનુસાર શરીર ધારણના નિમિત્તે વિભિન્ન યોનિઓ અને સ્થાવર ભાવ પ્રાપ્ત થાય છે. ૨૭ સર્વગુણસંપન આત્મા :
આ જ આત્મા વિજ્ઞાનમય, મનોમય, પ્રાણમય, કામમય, ક્રોધમય, શ્વક્રોધમય, ચક્ષુમય, જળમય, વાયુમય, આકાશમય, તેજમય, અતેજમય, ધર્મમય, અધર્મમય, સર્વમય, ઇદમ્ય અને અદમ્ય છે. આ કામમય હોવાથી કેવી કામના અને સંકલ્પ કરે છે તેવી રીતે કામ કર્મ કરે છે. પોતાના કર્માનુસાર ફળોનો ભોગ કરે છે. જેમાં તેમની આ શક્તિ હોય છે તો કર્મને માટે જ્ઞાતિભાષ થઈ કાર્ય પ્રવૃત્ત થાય છે. ૨૮ આપ્તકામ આત્મા :
એવો પણ જીવ હોય છે કે જે કામનાઓથી હમેશાં દૂર રહે છે. જે કામનાઓથી હમેશાં દૂર રહે છે તેને અકામ, નિષ્કામ અને આખકામ કહે છે. તેમના પ્રાણોનું ઉત્ક્રમણ નથી હોતું તે જ બ્રહ્મત્વને પ્રાપ્ત કરી શકે છે.૨૯ પરંતુ આ અવસ્થા ત્યારે જ આવે છે જ્યારે એમના રહિત પ્રાપ્ત કરી તિક્ષાચાર્ય તથા સ્વાધ્યાય, યજ્ઞ, દાન તથા વિનિષ્ટ થવા માટે જીવાત્મા બ્રહ્મની પ્રાપ્તિ આ શરીરમાં રહીને કરી લે છે. તેના માટે કહે છે કે જેવી રીતે સાપની કાંચળી શરીરની ઉપર મૃત અને સાપ દ્વારા વ્યક્ત પડી રહે છે તેવી રીતે જીવાત્મા શરીરથી છૂટીને અમૃતત્વને પ્રાપ્ત કરી લે છે." આત્માનું કર્તુત્વ :
અવિનાશી તથા અનુચ્છેદ ધર્મો આત્માના દ્વારા જ સૂર્ય, ચંદ્ર, અગ્નિ, અનાદિને વાગાદિને નિષ્પત થઈ જાય તો પુરુષ કાર્યપ્રવૃત્ત હોય છે. જીવાત્માનું જ્ઞાન જેને થઈ જાય છે તેને વિશ્વકૃત એટલે કૃતકૃત્ય સમજી જાય છે. આ જ બધાંના કર્તા તેનું લોક તથા તે સ્વયં લોક જ છે. ભૂત ભવિષ્યના સ્વામી આ આત્માનું જ્ઞાન થઈ જવાથી વ્યક્તિ સ્વકીય રક્ષા હેતુ પ્રવૃત્ત થતો નથી." આત્માનું પ્રિયત્વ :
આત્મ પ્રિય અને અપ્રિયથી પ્રભાવિત હોય છે. આત્માને માટે બધી વસ્તુઓ પ્રિય હોય છે. પત્નીને માટે 110
સામીપ્ય : પુ. ૨૫, અંક ૩-૪, ઓક્ટો. ૨૦૦૮ – માર્ચ, ૨૦૦૯
For Private and Personal Use Only