________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આનર્ત પ્રદેશના વારસા સમી પ્રાચીન દુર્લભ હસ્તપ્રતો
ડૉ. ડી. એચ. ગોસ્વામી*
ભારત સરકારશ્રીના રાષ્ટ્રીય હસ્તપ્રત અભિયાન (National Mission For Manuscripts New Delhi) પ્રેરિત અને અમદાવાદની એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડોલોજી દ્વારા હાથ ધરવામાં આવેલ હસ્તપ્રત સર્વેક્ષણ અભિયાન ૨૦૦૬ દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્યમાં હસ્તપ્રતોના સર્વેક્ષણ-સૂચિકરણનું કાર્ય તા. ૨૪-૦૨-૨૦૦૬થી તા. ૧૯-૦૩-૨૦૦૬ દરમિયાન આરંભાયેલું. આ મિશન હમણાં જ પૂરું થયું, જોકે હસ્તપ્રતોની નોંધણીનું ધૂળ ધોવાનું' આ કાર્ય આમ તો કપરું અને મહેનત માગી લે તેવું હતું. સમગ્ર ગુજરાત રાજ્યમાંથી વિવિધ સ્થળોએથી વિશિષ્ટ પ્રકારની હસ્તપ્રતો પ્રાપ્ત થઈ હતી. સાથેસાથે કેટલીક રસપ્રદ વિગતો અને રસપ્રદ માહિતી પણ પ્રાપ્ત થઈ હતી. જેમ કે ઉત્તર ગુજરાતમાંથી દુર્લભ એવી ૫૪,૯૧૧ હસ્તપ્રતની નોંધણી થઈ હતી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમગ્ર ભારતવર્ષમાં હસ્તપ્રતોની જાળવણીનું કામ ઉત્તરોત્તર થતું જ રહ્યું છે, મસ્જિદો, મંદિરો, મઠ, આશ્રમો, વિદ્યાપીઠો અને જૈન જ્ઞાનભંડારોમાં પ્રાચીન સમયથી હસ્તપ્રતો સચવાતી આવી છે, ભારતવર્ષમાં આવાં હસ્તપ્રત સંગ્રહાલયો સાતમી-આઠમી સદીમાં અસ્તિત્વમાં આવેલાં હતાં, ખાસ કરીને તક્ષશિલા, નાલંદા, વારાણસી, પાટણ, ખંભાત, વલભી વગેરેમાં આવેલાં સંગ્રહાલયોમાં આજે લાખોની સંખ્યામાં હસ્તપ્રતો સંગ્રહાયેલી જોવા મળે છે.
ગુજરાતમાં હસ્તપ્રતોના રક્ષણ અને સંગ્રહ માટે સોલંકી રાજાઓએ બહુમૂલ્ય યોગદાન આપ્યું છે. સિદ્ધરાજ અને કુમારપાળ તેમજ મહામાત્ય વસ્તુપાળ વગેરેએ પ્રાચીન હસ્તલિખિત જ્ઞાનભંડારો કે ગ્રંથભંડારો બનાવ્યા હતા, અને તેમાં ‘સિદ્ધહેમ’ જેવી કેટલીય કૃતિઓને હસ્તપ્રતરૂપે સુરક્ષિત રાખી હતી. સોલંકી-કાળમાં લખાયેલી કેટલીય હસ્તપ્રતો આજે પણ પાટણના જ્ઞાનભંડારોમાં જોવા મળે છે.
સિદ્ધરાજે માળવા ઉપર આક્રમણ કરીને ત્યાંનો જ્ઞાનભંડાર પાટણમાં લાવીને રાજ્યના જ્ઞાનભંડાર સાથે
જોડી દીધો હતો. વસ્તુપાળે પાટણ, ખંભાત અને ભરૂચમાં મોટો ખર્ચ કરીને ત્રણ પુસ્તકાલયો કે જ્ઞાનભંડારોની રચના કરી હતી.૪ આમ, સોલંકીકાળમાં ગુજરાતમાં જૈનભંડારોમાં હસ્તપ્રતોની જાળવણી અને તેની નકલ કરવાની પરંપરાથી અનેક જૈનકૃતિઓની હસ્તપ્રતો પણ સચવાઈ રહી છે, જેમ કે ‘તત્ત્વસંગ્રહ’ અને ‘હેતુબિંદુ’ જેવી બૌદ્ધધર્મની મહત્ત્વની હસ્તપ્રતો પાટણના જ્ઞાનભંડારોમાંથી પ્રાપ્ત થઈ છે.
સોલંકી રાજા વિશળદેવ પણ વિદ્યાપ્રેમી હતા. તેમના જ્ઞાનભંડારોમાંથી અનેક સંસ્કૃત ગ્રંથોની હસ્તપ્રતો સચવાયેલી હતી, પાટણના જ્ઞાનભંડારમાંથી સં. ૧૩૦૪ (ઈ. ૧૨૪૮) અને સં. ૧૩૯૬ (ઈ. ૧૩૩૯) માં તાડપત્ર ઉપર લખાયેલી ‘નૈષધીયચરિત્ર'ની બે હસ્તપ્રત પ્રાપ્ત થઈ હતી, કામસૂત્રની હસ્તપ્રત પણ આ જ્ઞાનભંડારોમાંથી પ્રાપ્ત થઈ હતી. ‘રામાયણ'ની પણ એક હસ્તપ્રત પ્રાપ્ત થઈ હતી, જેના આધારે બોનયુનિના ગ્રંથાલયમાં રહેલી રામાયણની હસ્તપ્રત તૈયાર થયેલી મનાય છે.
ગુર્જર નરેશ કુમારપાળ પણ વિદ્યાવ્યાસંગી હતા. તેમના સમયમાં હસ્તપ્રતોની જાળવણી ક૨વા માટે ૨૧ ગ્રંથાલય સ્થપાયાં હતાં.૭ કુમારપાળના મંત્રીએ તાડપત્રીય હસ્તપ્રતો પાટણથી જેસલમેર મોકલી દીધી હતી. આજે પણ જેસલમેરના હસ્તપ્રત સંગ્રહમાં પાટણથી મોકલાવેલી તાડપત્રીય હસ્તપ્રતો સુરક્ષિત છે.
* અધ્યક્ષ, સંસ્કૃત વિભાગ, મ્યુ. આર્ટ્સ ઍન્ડ અર્બન બૅન્ક સાયન્સ કૉલૅજ, મહેસાણા
116
સામીપ્ય : પુ. ૨૫, અંક ૩-૪, ઓક્ટો. ૨૦૦૮ -
For Private and Personal Use Only
માર્ચ, ૨૦૦૯