________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમ, મુસ્લિમોના આક્રમણ પૂર્વ સિદ્ધરાજ, કુમારપાળ, વસ્તુપાળ વગેરેએ કર્ણાવતી, જેસલમેર, સુરત, ખંભાત વગેરે સ્થળોએ જૈન જ્ઞાનભંડારોની સ્થાપના કરી હતી. આવાં ગ્રંથાલયો પ્રાચીન સમયમાં “સરસ્વતીભંડાર' કે “ભારતીભંડાર'ના નામે લોકોમાં પ્રચલિત હતાં.
સોલંકીકાલીન આનર્ત પ્રદેશની રાજધાની પાટણ સંસ્કૃત વિદ્યાનું મોટું કેન્દ્ર હતું. પાટણ શહેરની લોકવાયકા મુજબ સિદ્ધરાજે “સિદ્ધહેમ વ્યાકરણની એક લાખ પચ્ચીસ હજાર હસ્તપ્રતો તૈયાર કરાવી અને તે ગ્રંથની શોભાયાત્રા કાઢી હતી. તે સમયે પાટણમાં ૧૫ થી અધિક જ્ઞાનભંડારમાં હસ્તપ્રતો સચવાયેલી હતી. પાટણની હસ્તપ્રતોનું લેખન-કાર્ય, ખંભાત, પાટણ, કર્ણાવતી, ધોળકા વગેરે સ્થળોએ થયું હતું. ડૉ. બુહલરે ૧૮૮૩માં આ હસ્તપ્રત સંગ્રહની મુલાકાત લીધી હતી.
પ્રસ્તુત અભ્યાસ લેખનો ઉદ્દેશ તો આનર્ત પ્રદેશના અને ખાસ કરીને આનર્ત પ્રદેશ (મહેસાણા-પાટણબનાસકાંઠા-સાબરકાંઠા)ની પ્રાચીન વારસા સમાન હસ્તપ્રતોના સંગ્રહ અને સર્વેક્ષણ ઉપર પ્રકાશ પાડવાનો છે, ઈતિહાસ-પુરાણ ગ્રંથોમાં પણ સારસ્વતમંડળના નામથી ઓળખાતા આનર્ત પ્રદેશની રાજધાની માહિત્ન પટન' (અણહિલવાડ પાટણ) સરસ્વતી નદીના કિનારે વસેલું હતું. સરસ્વતી નદીની આસપાસ આવેલો આ પ્રદેશ ભૌગોલિક
વત દેશ' તરીકે ઓળખાતો. આ પ્રદેશની આસપાસ ૭૫૦ ગામ સારસ્વતમંડળ કે મોઢેરકીય અર્ધાસ્ટમમાં આવેલાં હતાં, તેની સાથે ગંભૂતા (ગાંભુ), વદ્ધિ (વઢિયાર), વાર્લેય, ધાણધા, દંહાડી, ચાલીસી વગેરે થડકો પ્રચલિત હતાં, તે પ્રદેશ એટલે આજનો ઉત્તર ગુજરાતના પાટણ અને મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લો. આમાંથી પાટણ અને મહેસાણા જિલ્લામાંની માહિતી આ અભ્યાસ લેખમાં વિસ્તૃતરૂપે નિરૂપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ડૉ. બુહલર (૧૮૭૪-૭૫), ડૉ. ભાંડારકર (૧૮૯૨) અને શ્રી મણિભાઈ ન. ત્રિવેદીએ શરૂ કરેલું આ કાર્ય ગોકળગાયની ગતિએ થતું હતું. ગુજરાત યુનિ.માંથી વિભાજિત થઈ ઉત્તર ગુજરાત યુનિ.ની સ્થાપના થઈ, અને યુનિ.ના ગ્રંથાલયમાં ડૉ. મણિભાઈ પ્રજાપતિ (દિલ્હીની સેન્ટ્રલ લાઇબ્રેરીમાંથી) ગ્રંથપાલ તરીકે જોડાયા. પાટણ શહેરના ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા માટે તો તેમના પ્રયાસમાં પાટણના હસ્તપ્રત-જ્ઞાનભંડારોની મુલાકાત લઈ વર્ષોથી જીર્ણ-શીર્ણ અવસ્થામાં પડેલી હસ્તપ્રતો તેમના ધ્યાનમાં આવી તો, બિલકુલ વ્યવસ્થિત સ્વરૂપે સચવાયેલી કેટલીક હસ્તપ્રતોના વિશાળ ભંડારો પણ જોયા. તેની મુલાકાત લીધી અને હસ્તપ્રતોનું સંશોધન કાર્ય તેમણે સ્વેચ્છાએ શરૂ કર્યું, પરિણામ સ્વરૂપ ૧૯૯૮ સુધીમાં પાટણ-મહેસાણા અને તેની આજુબાજુના પ્રદેશોમાંથી હસ્તપ્રતોની કેટલીક માહિતી પ્રાપ્ત થઈ જે નીચે મુજબ છે. ગામ-શહેર
સંસ્થા
પ્રાપ્ત થયેલી હસ્તપ્રત ૧. પાટણ ઉત્તર ગુજરાત યુનિ.
૨૫ ૨. પાટણ
હેમચંદ્રાચાર્ય જૈન મંદિર (હસ્તપ્રતભંડાર) ૨૫,૦૭૮ ૩. ઈડર જૈન દિગંબર ભક્તિભંડાર
૭,OOO ૪, મહેસાણા
૧, સીમંધર સ્વામી જૈન મંદિર ૨. સુધારાની પેઢી
૩. યશોવિજયજી પાઠશાળા ૫. માંડલ મોટો ગ્રંથભંડાર
૨,000
આનર્ત પ્રદેશના વારસા સમી પ્રાચીન દુર્લભ હસ્તપ્રતો
117
For Private and Personal Use Only