________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાલાકીને જવાબ આપતા અજાત શત્રુએ જણાવ્યું હતું કે જીવાત્માને હું આત્માની એટલે કે પરમાત્માની ખોજ કરવાવાળો માનું છું.૧૭ મધુવિદ્યાના પ્રકરણમાં કહ્યું છે૫૮ આ આત્મા (જીવ) સમગ્ર ભૂતોનો મધુ છે. આ આત્મા (જીવ)માં જે
તેજસ્વી અમર પુરુષ છે. આ બે છે જે આ સર્વવ્યાપી પરમાત્મા છે. આ પ્રકરણમાં જીવાત્માને વ્યાપ્ત અને પરમાત્માને વ્યાપક કહ્યા છે. જેમાં બંનેનો ભેદ સ્પષ્ટ છે. આ જ મધુવિદ્યાના પ્રકરણમાં જીવન માટે ઋગ્વદ એક મંત્ર (રૂપ-રૂ૫ પ્રતિરૂપો ઋ. ૬//૧૬)ના પ્રમાણમાં કહ્યું છે કે તે જે જે યોનિમાં જાય છે તેને અનુરૂપ થઈ જાય છે એટલે કે મનુષ્ય શરીરમાં અંદર જઈને તેને અનુરૂપ, હાથીના શરીરમાં જઈને તેને અનુરૂપ અને કીડીના શરીરમાં જઈને તેના અનુરૂપ થઈ જાય છે. મંત્રમાં એ પણ કહ્યું છે કે તે જીવ (ઇન્દ્ર)ના દસ અને સૌ ઘોડા છે. ઘોડા ઇન્દ્રિયોને કહે છે તે દસ હોય છે અને સો તેના વિષયો માટે બહુ અર્થોમાં પ્રયુક્ત થાય છે. મંત્રનો ભાવ પ્રગટ કરતાં ઉપનિષદકારે લખ્યું છે કે, ‘મયે વૈ દય:' એટલે આ જીવને (ઇન્દ્ર) જ ઘોડા સમજવા જોઈએ અને આ દસ અને સૌ એટલે બહુ છે. અહીં જીવની બહુ સંખ્યામાં ઉપનિષદકારેને અભિષ્ટ છે. જેવું સાંખ્યમાં “નવ વૃહત્વ" કહ્યું છે. આ ઉપનિષદમાં અહીં અનેક સ્થળ છે જ્યાં જીવ અને બ્રહ્મમાં ભેદ સ્પષ્ટ છે. એક સ્થાન પર જીવને તેમને ઈશ્વરમાં વ્યાપકત્વમાં ઈશ્વરના શરીરને કહ્યું છે. પલ જીવાત્મા શરીરમાં ક્યાં ક્યાં રહે છે?
કઠોપનિષદ્દમાં ગુફા (હૃદયાકાશ) માટે એક જગ્યાએ કહ્યું છે કે જીવાત્મા અને પરમાત્મા છાયા અને પ્રકાશની માફક તેમાં રહે છે. આ વાતની પુષ્ટિ અનુસંધય ઉપનિષદમાં કહ્યું છે. અજાતશત્રુએ બાલાકીને એક પુરુષ પાસે લઈ જઈને બતાવ્યું હતું કે જયારે મનુષ્ય નિદ્રાધીન હોય છે ત્યારે જીવ સમગ્ર ઇન્દ્રિયોને વિષય ગ્રહણ કરીને શક્તિને પોતાના અધિકારમાં હૃદયાકાશમાં રહ્યા કરે છે તે સમયે જીવનું નામ ““સ્વપ્રિતિ૬૦ હોય છેતેનો અભિપ્રાય એ નથી કે જીવ કેવળ સ્વપ્નાવસ્થામાં જ હૃદય છે. હૃદયાકાશમાં રહે છે, પરંતુ તેના શરીરમાં રહેવાનું સ્થિર સ્થાન પ્રત્યેક અવસ્થામાં આ છે. આ વાત સ્થાન પર વેદ અને ઉપનિષદમાં કહેવાય જાય છે. અર્થવવેદમાં હદય મંદિરને અયોધ્યા કહેતા તેને બ્રહ્મની પુરી બતાવ્યું છે. આત્માનું શરીરમાં સ્થિર સ્થાન હોવા છતાં પણ તેના માટે અજાતશત્રુને આ પણ બતાવ્યું છે કે તે સૂક્ષ્મ શરીરની સાથે અસ્પષ્ટ રીતે સમગ્ર શરીરની નાડીઓમાં ભ્રમણ કર્યા કરે છે. નિષ્કર્ષ :
જાગ્રત અવસ્થામાં તો આંખ, નાક, કાન વગેરે બાહ્ય ઇન્દ્રિયો દ્વારા મનુષ્યને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. સ્વપ્નાવસ્થામાં મનુષ્યની બાહ્ય ઇન્દ્રિયો નિષ્ક્રિય થઈ જાય છે. પરંતુ ત્યારે મન દ્વારા મનુષ્યનો અનુભવ થાય છે તથા જેનો સંબંધ બાહ્ય ઇન્દ્રિયો દ્વારા પણ હોય છે. કારણ કે સ્વપ્ન પછી જાગરણમાં મનુષ્ય તે સમયના અનુભવોનું મરણ કરે છે. તથા સ્વપ્નાવસ્થામાં પણ સુખ-દુઃખનો અનુભવ કરે છે તથા મનુષ્ય રડવાની અને હસવાની ક્રિયા કરે છે પરંતુ સુષુપ્તિ અવસ્થા તેથી હંમેશાં ભિન્ન છે. તે સમયે બાહ્ય ઇન્દ્રિયો અને મન બંને પરંતુ નિષ્ક્રિય હોય છે. તે સમયે કોઈ અનુભવ નથી થતો તથા બધાં ભિન્નત્વમાં પરિસ્થિતિ હોય છે પરંતુ એનું આ નિવાર્ણ થતું નથી. કારણ કે તેના પછી ફરીથી ચેતના પ્રાપ્ત થાય છે તથા તે ચેતનામાં અનુભવ માટે જાગૃત અવસ્થામાં તે સુખનો અનુભવ કરે છે, એટલા સુષુપ્તિમાં સુખ પ્રાપ્તિ આવશ્યક છે તથા તે સુખ વિના જીવતા હોય તેવું કોને કહી શકાય છે. અહીં સુષુપ્ત અવસ્થા મૃત્યુથી હમેશાં ભિન્ન છે. તેનો નિષ્કર્ષ એ છે કે મનુષ્ય એક જ અનુભવ કર્તા છે તથા બધી ચેતનાવસ્થાનો અનુભવ કરે છે. આ અવસ્થા જ પરિવર્તન હોય છે. આ આત્માની બધી અવસ્થાઓનો
બૃહદારણ્યક ઉપનિષદ્દમાં આત્માનું સ્થાન
13
For Private and Personal Use Only