________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભક્તિરસભર્યું કીર્તન રચ્યું નથી.
પરંપરા પ્રમાણે પણ રાધાકૃષ્ણના આલંબનવાળું આવું કાવ્યનિરૂપણ એ ભક્તિનો એક પ્રકાર છે. શ્રી રૂપગોસ્વામી પોતાના “ઉજ્જવલ નીલમણિ' નામના ગ્રંથમાં આવા શૃંગારરસને મધુર પ્રકારનો ભક્તિરસ કહે છે.
આવો ભક્તિપ્રકાર - ઉન્મત્ત પ્રેમનો - શૃંગારનો - વિદ્વાનો અને વિચારકોને ચર્ચાનો વિષય થયો છે. આવી એક ચર્ચા ડૉ. એસ.કે.ડે એ લીલાશુકના કૃષ્ણકર્ણામૃત કાવ્યના સમર્થનમાં કરી છે. રયાત્મક રહસ્યવાદ (Erotic mysticism) ઉપનિષદ જેટલો જૂનો છે. આવા પ્રકારની ભક્તિની પ્રેરણા મધ્યયુગના વૈષ્ણવ સાહિત્યમાંથી આપણને મળે છે. તે શ્રીમદ્ ભાગવત અને શાંડિલ્ય અને નારદનાં ભક્તિસૂત્રોમાં જોઈ શકાય છે. મેકનીકોલ (Macnicol)ના મતે બધા રહસ્યવાદ (mysticism)નું એક જ ધ્યેય છે. આ ધ્યેય એકીભાવ – અદ્વૈત(Unitive life)નું છે. રહસ્યવાદનું તત્ત્વ પ્રેમના આ પ્રકારના સ્વરૂપમાં છે અને તે ભક્તિસંપ્રદાયમાં ભક્ત અને ભગવાનની એકતા સાધવામાં સ્વીકારાયું છે. નારદ અને શાંડિલ્ય તેમની ભક્તિનાં લક્ષણમાં પ્રેમના તત્ત્વ ઉપર ભાર મૂકે છે. નારદ કહે છે : સા વૈશ્મિન પરમપ્રેમ સ્વરૂપા (૧, ૨) શાંડિલ્ય તેને સા સા પરનુરરૂિરીશ્વરે (૨.૨) એ રીતે વર્ણવે છે. આ પ્રમાણે પ્રેમ અને અનુરાગનું આલંબન ઈશ્વર બને ત્યારે તે પ્રેમલક્ષણાભક્તિ થાય છે. કેટલાક mysticsના મતે ભક્તિમાં જે ભાવ વ્યક્ત થાય છે તે શૃંગારના ભાવને અનુરૂપ હોય છે અને શૃંગારની ભાષામાં જ દર્શાવી શકાય છે. આ પ્રકારના ભક્તકવિઓની પ્રતિભામાંથી આવાં ગીતગોવિન્દ કે કૃષ્ણગીતિ જેવાં કાવ્યો સર્જાય છે.
100
સામીપ્ય : પુ. ૨૫, અંક ૩-૪, ઓક્ટો. ૨૦૦૮ – માર્ચ, ૨૦૦૯
For Private and Personal Use Only