________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાસે જવાને કોઈ નિમિત્તની જરૂર હતી (અ.૭). અષ્ટપદી ૮ થી ૧૯માં રાધા અને કૃષ્ણની રતિક્રીડા વર્ણવેલી છે. છેલ્લી અષ્ટપદી ૨૦માં રાધા કૃષ્ણને પોતાના જેવી વેશભૂષા અને અલંકાર પહેરાવવા વિનવે છે, અને કૃષ્ણ પણ સામે એવી જ માગણી કરે છે. આ રીતે રાધા કૃષ્ણ બને છે અને કૃષ્ણ રાધા બને છે. આ ભક્ત અને ભગવાનના તાદાત્મ્યનું પ્રતીક છે.
કૃષ્ણગીતિ અને ગીતગોવિંદમાં વસ્તુસામ્ય છે. બંનેમાં ભક્તિરસ અને શૃંગાર છે. બંનેમાં શૃંગારના પ્રકારો – વિપ્રલંભ અને સંભોગ વર્ણવાયેલા છે. વિપ્રલંભ માન-વિપ્રલંભ છે. કાવ્યશાસ્ત્રની રૂઢિ પ્રમાણે ‘માન'નાં ત્રણ નિમિત્તો બને છે : (૧) કાંઈક સાંભળ્યું હોય તેનાથી ‘શ્રુત', (૨) અનુમિત અથવા કશાકના અનુમનથી, (૩) અથવા કાંઈક પ્રત્યક્ષ જોવાથી ‘‘દૃષ્ટિ’; પરંતુ કૃષ્ણગીતિમાં સ્વપ્નને નિમિત્ત બનાવાયું છે.
આ પ્રકારના કાવ્યમાં વ્યક્ત થતો શૃંગાર, ભાવનો ઉન્માદ ભોગ સુધી પહોંચે છે. આ જાતના કાવ્યમાં શૃંગારમાં ભોગ ભાવોન્માદને મૂર્ત કરે છે. સૂફીવાદનો ‘મસ્તી’ શબ્દ અહીં બરાબર બંધ બેસે છે. ‘મસ્તી’ અત્યંત વિરહની વેદનાના ઉત્કટ સંભોગના નિરૂપણથી થાય છે.
આવા રાધાકૃષ્ણના પ્રેમ, વિરહ અને મિલનના કાવ્યમાં કોઈ અપૂર્વ વ્યંજના હોય છે. આ અપૂર્વ વ્યંજના એ માનવી કે લૌકિક રતિની નથી પણ લોકોત્તર રતિની છે અર્થાત્ કે ભક્તિની છે. આ નિષ્પત્તિ રસમય અને મનોહર વાણીમાં વ્યક્ત થયેલી છે. જે ભક્તનો ભગવાન પ્રતિ ઉન્મત્ત પ્રેમ હોય છે તે એવી ઉન્મત્ત પ્રેમમય વાણીમાં સરળતાથી વહે છે. શબ્દ શોધવા માટે કવિને પ્રયત્ન કરવો પડતો હોય એમ દેખાતું નથી.
કૃષ્ણગીતિ સોમનાથ કવિની કૃતિ છે. આ સોમનાથનું નામ નાભાજીએ પોતાની ભક્તમાળામાં સ્મર્યું છે. સોમનાથનો સમય ચૌદમા અને સોળમા સૈકાની અંદર મૂકી શકાય છે.
કૃષ્ણગીતિ શ્રી જયદેવ કવિરચિત ગીતગોવિન્દના નમૂના ઉપર રચાયેલું કાવ્ય છે. સંસ્કૃત સાહિત્ય મોટે ભાગે અક્ષરમેળ કે માત્રામેળ છંદોમાં રચાયેલું છે. તેમાં પ્રાકૃત, અપભ્રંશ અને જૂની પ્રાદેશિક ભાષાઓમાં પ્રચલિત પદોનો ઉપયોગ વિરલ જોવા મળે છે. શ્રી જયદેવે આવાં પદોનો ગીતગોવિંદમાં બહોળો ઉપયોગ કર્યો છે. આ પદોની રચના ગાનને માટે છે. હકીકતમાં તો ગીતગોવિંદની પ્રત્યેક અષ્ટપદીને મથાળે તેના રાગ અને તાલ પણ આપેલા છે. કૃષ્ણગીતિમાં પણ અષ્ટપદીમાં રાગ અને માત્ર એકમાં તાલ આપેલો છે. આ વિશે ડૉ. સુનીતિકુમાર ચૅટરજીનો મત વિચારવા જેવો છે :
‘‘કાવ્યનું ચોકઠું, વર્ણનાત્મક ભાગના પદ્ય શ્લોકો ક્લાસિકલ સંસ્કૃતની જૂની શૈલીમાં રીત અને છંદો, વિચાર અને શબ્દભંડોળમાં છે. છતાં પણ કાવ્યમાં અપભ્રંશ અને પ્રાચીન ભાષા કે નવી ભારતીય આર્ય ભાષાના વાતાવરણનો ધબકાર જણાય છે.''
ગીતગોવિંદનો વિષય રાધાકૃષ્ણનો પ્રેમરસ છે, અર્થાત્ કે પારિભાષિક શબ્દોમાં રતિભાવસૂચક શૃંગા૨૨સ છે, તે બે પ્રકારે નિરૂપાયો છે ઃ વિપ્રલંભ રૂપે અને શૃંગાર રૂપે.
કૃષ્ણગીતિમાં પણ આ જ વિષય અને આ જ પદશૈલી છે અને આ જ પદરચના છે.
કૃષ્ણગીતિના પ્રારંભમાં જણાવ્યું છે કે આ કાવ્ય કીર્તિલોભ માટે નથી લખાયું પરંતુ હિરના ગુણ ગાવા માટે અને પોતાના મનોવિનોદન માટે જ લખાયું છે. સંક્ષેપમાં આ વ્રજનાથનું કીર્તન છે. આથી તે ભક્તિરસની કૃતિ છે તેમ સમજીને જ કવિએ આ કાવ્યને વિચારવા વિનંતી કરી છે. વધુમાં નોંધે છે કે કવિ જયદેવની સાથે સ્પર્ધા કરવાનો પણ પોતાનો આશય નથી. વિદ્વાનોને ખુશ કરવા માટે કે રાજ્ય પાસેથી ધનની પ્રાપ્તિ માટે પણ આ
જ
ગીતગોવિંદ અને કૃષ્ણગીતિ
For Private and Personal Use Only
99