________________
Vol. XLI, 2018 ભારતીય તત્ત્વજ્ઞાનની રૂપરેખા
187 ભોમિયા જેવું છે, અથવા આગળ પ્રગતિ કરવાના માર્ગ ઉપર પ્રકાશ પાથરનાર છે. જો તેને પરિણામે જીવનનો બીજો અને મહત્ત્વનો ભાગ જે નૈતિકતા છે તે ન ખીલે તો એ તત્ત્વજ્ઞાન વધ્ય બની રહે. તેથી નિષ્ઠાવાન તત્ત્વજ્ઞો નૈતિકતા યા ચારિત્રની સાથે જ તત્ત્વજ્ઞાનનું મૂલ્યાંકન
કરે છે. ૫. મને મારા અતિ અલ્પ અભ્યાસને પરિણામે પણ એવું જણાયું છે કે જુદી જુદી અનેક
પરંપરાઓની વિચારસરણીઓ, એને પ્રગટ કરનારી પરિભાષાઓ અને એનાં વર્ગીકરણો ઘણી વાર ઉપર ઉપરથી પરસ્પર વિરુદ્ધ લાગે તોય એના મૂળમાં ઊંડા ઊતરતાં એમાં એક જાતનો સુસંવાદ જ રહેલો હોય છે. જો તત્ત્વજ્ઞ એ મૌલિક સંવાદી સૂરને પકડી લે તો એની આસપાસ બધી વિચારસરણીઓ યોગ્ય રીતે ગોઠવાઈ જાય છે.