Book Title: Sambodhi 2018 Vol 41
Author(s): J B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 215
________________ રઘુવિલાસમાં નિરૂપિત જીવનબોધ ભાઈલાલભાઈ જી. પટેલ ભારતીય સંસ્કૃત સાહિત્યમાં દ્વિમુખી પ્રતિભા સંપન્ન જૈનાચાર્ય એવા રામચન્દ્રસૂરિ હેમચન્દ્રાચાર્ય (ઇ.સ. ૧૦૮૯-૧૧૭૩)ના પટ્ટ-શિષ્ય હતા. એવો ઉલ્લેખ કવિએ પોતાના નાટક રઘુવિલાસ' નાટકની પ્રસ્તાવનામાં કર્યો છે. આ ઉપરાંત નાટ્યશાસ્ત્રના ઇતિહાસને ગૌરવ અપાવનાર નાટ્યદર્પણ ગ્રંથનું એમનું અને એમના ગુરુભાઈ ગુણચન્દ્રસૂરિ સાથેનું કર્તૃત્વ સવિશેષ પ્રસિદ્ધ છે. તેમના જીવન તથા સાહિત્ય પ્રદાન વિશેની વિગતો તેમના જુદા-જુદા ગ્રંથોમાંથી મળી આવે છે. ડૉ. ભો. જે. સાડેસરા તેમને પૂર્વ જીવનના ચારણ બતાવે છે. તેમની શીધ્ર કાવ્ય રચવાની કલાથી પ્રસન્ન થઈ મહારાજા સિદ્ધરાજ જયસિંહએ તેમને કવિ કટ્ટારમલ્લ ની ઉપાધિથી વિભૂષિત કર્યા હતા. આ ઉપરાંત પોતાની જાતને કવિ ગર્વથી શતપ્રબંધર્તા તરીકે ઓળખાવે છે. જો કે તેમના ૩૮ ગ્રંથો જ ઉપલબ્ધ થતા હોવાથી આ શત શબ્દ વિપુલતાનો વાચક હોવાનું વિદ્વાનો માને છે. એમનો જન્મ ઇ.સ. ૧૧૦૦ની આસપાસ થયાનું મનાય છે. આમ અહીં રામચન્દ્રકૃત “રઘુવિલાસમાં નિરૂપિત જીવન બોધ તારવવાનો આ લેખનો આશય હોવાથી તેમના જીવન વિશેની અપ્રાસંગિક ચર્ચા ટાળવામાં આવી છે. રામચન્દ્રસૂરિ જૈન મુનિ હોવાથી તેઓ ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોના વાહક, ચિંતક, સંવર્ધક, રક્ષક અને પ્રચારક-પ્રસારક હતા. તેઓ ભારતીય જીવનદષ્ટિને ઉંડાણથી સમજયા હતા. આથી તેમની કૃતિઓમાં ભારત વર્ષના લોકોની જીવન જીવવાની કલા (The Art Of Living) સહજ રીતે છતાં સાંકેતિક રીતે ગૂંથાઈ છે. જેથી તેમની વાણીમાં અનેક ગૂઢ રહસ્યો પ્રગટ થતા જોવા મળે છે. આદર્શ જીવન : કવિએ પ્રસ્તુત નાટકમાં (રઘુવંશી) રાજા નામના ઉચ્ચ ગુણોનું વર્ણન કરતા ઉચ્ચ જીવન મૂલ્યોનું દિશા સૂચન કર્યું છે. આચરણનું મહત્ત્વ : स्वता स्तवो न कश्चन गुरुलघुवोऽपि न कश्चन् । उचिताऽनुचिताचारवश्ये गौरव-लाघवे ॥

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256