Book Title: Sambodhi 2018 Vol 41
Author(s): J B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 242
________________ vol. XLI, 2018 પુરાતત્ત્વાચાર્ય મુનિ શ્રી જિનવિજયજી (૨૭, જાન્યુ. ૧૮૮૮ – ૩, જૂન ૧૯૭૨) 233 માટે કાતંત્ર વ્યાકરણ શિખવ્યું. પ્રાકૃત ભાષાનાં સૂત્રો શિખવ્યાં. રાતે મા પાસે ને દિવસે ગુરુ પાસે એમ કિશનસિંહનો ક્રમ થઈ ગયો. સંવત ૧૯૫૬ (ઈ.સ. ૧૯૦૦)માં ભયંકર દુકાળ પડ્યો. ગુરુજી કિશનસિંહની માતાને અનાજ મોકલતા. મા અનાજ દળીને રોટલીઓ બનાવીને, રણમલ દ્વારા ગુરુજીને મોકલતાં, ગુરુજી વૈદ્ય હતા. દવાના પૈસા નહોતા લેતા, પણ દવા લઈ જનાર પાસેથી અનાજ મેળવીને, ગરીબો માટે ભોજન તૈયાર કરાવતા. આ ક્રમ પાંચ-છ મહિના ચાલ્યો. ગુરુજીની ઉંમર એ વખતે આશરે સો વર્ષની હતી. એક દિવસ ગુરુજી પડી ગયા. પૂંઠનું હાડકું તૂટી ગયું. પોતે વૈદ્ય હતા, તૂટેલા હાડકાનો કોઈ ઇલાજ નહોતો. ગુરુજીને પણ જીવનનો અંત નજીકમાં જ લાગવા માંડ્યો. અનેક લોકો મળવા આવતા. ચિતોડ જોડેના ધનચંદ યતિ ગુરુજીને મળવા આવ્યા. એમણે ગુરુજીને પોતાની સાથે લઈ જવા વિનંતી કરી. ગુરુજીની ઇચ્છા પણ ચિતોડ જેવી પુણ્યભૂમિમાં દેહ છૂટે એવી ઇચ્છા હતી. જેઠ મહિનાની નિર્જળા એકાદશીએ ગુરુએ ત્યાં જવા વિચાર્યું. ગુરુજીએ રણમલને પોતાની સાથે આવવા કહ્યું. રણમલે માની રજા લીધી. મા ગુરુજીને મળવા ગયાં. મળ્યાં. ગુરુજીએ રણમલને પોતાની સેવા માટે સાથે લઈ જવા કહ્યું, પછી કોઈ મહાજન સાથે રણમલને પાછો મોકલી આપવા કહ્યું. રણમલની માતાએ ગુરુ સાથે જવાની સંમતિ આપી. ગુરુ સાથે જવાની આગલી રાતે રણમલ મા પાસે સૂતો હતો. આખી રાત મા રણમલના મોં તેમજ શરીર ઉપર પ્રેમથી હાથ ફેરવતી રહેતી હતી. દીકરાને છાતી સરસો ચાંપીને રડતી રહેતી. મા વ્યાકુળ હતી. ઘડી પલંગમાં બેસતી, ઘડીક પુત્ર રણમલનું માથું ખોળામાં લેતી, વહાલમીઠાં ચુંબનો લેતી. ઘડી આડી પડતી. આંખમાં ચોધાર આંસુ વહેતાં હતાં. મા કશું બોલતી નહોતી. પુત્રના શરીરે હાથ ફેરવતી હતી. પુત્ર પણ ચૂપ હતો – વરસતા વરસાદમાં વૃક્ષો વર્ષારસનો અભિષેક ઝીલતાં હોય એમ. નિયતિની અકળ, અવ્યક્ત, ન્યારી લીલાનો સંકેત મા અનુભવતી હતી – જાણે એને ખ્યાલ આવી ગયો હતો કે હવે પછી પુત્રનું મોં કદાચ ફરી જોવા નહીં મળે. માએ રણમલને તૈયાર કરીને સવારે ઉપાશ્રયમાં ગુરુદેવ પાસે મોકલ્યો. ધનચંદ યતિ સાથે ગુરુજી સાંજે, બાનેડ (ચિતોડ પાસે) જવાના હતા. સાથે સેવામાં રણમલ પણ જવાનો હતો. સામાન તૈયાર કર્યો. જો કે સામાન ઝાઝો નહોતો. ઠાકરસાહેબે ગુરુ માટે એક ખાસ પ્રકારની ગાડીની વ્યવસ્થા કરી હતી. જતી વખતે રણમલ માતાને પગે લાગ્યો. માએ કહ્યું, “બેટા રાજીખુશીથી જા. ગુરુ મહારાજની સેવા કરજે. તને ત્યાંથી પાછો મોકલે ત્યારે તું જલદી પાછો આવી જજે.' એમ બોલતાં બોલતાં મા રડતી હતી, સાડીના પાલવથી આંસુ લૂછતી હતી. રાગ અને ત્યાગ વચ્ચે હૈયું ઝૂરતું હતું. માના આશીર્વાદ રણમલે માથે ચઢાવ્યા. ગુરુજીને ખૂબ કાળજી સાથે ખાટમાં લઈને ચિતોડની - ગાડીના ડબ્બામાં સુવાડ્યા. ગુરુ મહારાજ નવકાર મંત્રનો જાપ કરતા હતા. પાસે રણમલ બેઠો હતો. સવારે ચિતોડ સ્ટેશન આવ્યું. સૂર્યના પ્રકાશમાં ચિતોડનો કિલ્લો અને રાણા કુંભાનો વિજયસ્તંભ નજરે પડ્યા. ગુરુ મહારાજે રણમલને ચિતોડના કિલ્લા વિશે તેમ જ ત્યાં કેવા મહાન મહાત્માઓ તેમજ

Loading...

Page Navigation
1 ... 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256