Book Title: Sambodhi 2018 Vol 41
Author(s): J B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 249
________________ 240 રમેશ ઓઝા SAMBODHI અમદાવાદ ગુજરાત સાહિત્ય સભાએ મુનિજીને વ્યાખ્યાન (૧૭ જુલાઈ ૧૯૩૩) માટે આમંત્રણ આપ્યું. મુનિજીએ પ્રાચીન ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસની સાધનસામગ્રી' વિષય ઉપર સંશોધનાત્મક વ્યાખ્યાન આપ્યું. ઈ.સ. ૧૯૩૬માં ગુજરાતી સાહિત્ય સંમેલનના ઇતિહાસ અને પુરાતત્ત્વના અધ્યક્ષ તરીકે મુનિજીને આમંત્રણ મળ્યું. મહાત્મા ગાંધી એના પ્રમુખ હતા. વિભાગીય અધ્યક્ષ તરીકે મુનિજીએ “ગુજરાતની ઇતિહાસ સંશોધન પ્રવૃત્તિનું સિંહાવલોકન' વિષય ઉપર વક્તવ્ય આપ્યું, અને ગુજરાતમાં ઇતિહાસના અધ્યયન અને સંશોધનની આવશ્યકતા તરફ સૌનું ધ્યાન દોર્યું. ઇ.સ. ૧૯૩૫-૩૬માં રાજસ્થાનમાં પ્રસિદ્ધ તીર્થ કેસરિયાજીના અધિકાર સંદર્ભે એક વિવાદ ખૂબ ઉગ્ર સ્વરૂપે થયો હતો. અનેક જૈનપત્રોમાં એની ચર્ચા અંગે માહિતી પ્રગટ થતી હતી. એના ઉકેલ માટે ઉદયપુર રાજ્ય દ્વારા એક આયોગ રચવામાં આવ્યું હતું. જૈન શ્વેતાંબર કૉન્ફરન્સના આગ્રહથી મુનિજી વિવાદના ઉકેલ માટે મધ્યસ્થી થયા. સમાધાન માટે તાત્ત્વિક આધારો કે હકીકતોની, યથાર્થ રજુઆતને કારણે બંને પક્ષો મુનિજીથી પ્રભાવિત થયા ને પ્રશ્ન હલ થયો. ઇ.સ. ૧૯૩૯માં ક.મા. મુનશીએ ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરી, મુનિજીને સાથે લીધા. મુનિજીએ “ભારતીય વિદ્યા' નામે એક ત્રમાસિક શોધ પત્રિકાનું પ્રકાશન કર્યું. વર્ષો સુધી એ પત્રિકાના સંપાદક મુનિજી રહ્યા. ઇ.સ. ૧૯૩૮માં વડોદરામાં મુનિજીએ “ગુજરાતનો જૈનધર્મ' વિષય ઉપર વ્યાખ્યાન આપ્યું. ઇ.સ. ૧૯૩૯માં રાજસ્થાન હિન્દી સાહિત્ય સંમેલનનું પ્રથમ અધિવેશન ઉદયપુરમાં ભરાયું. મુનિજીએ હિન્દી ભાષાના મહત્ત્વ તેમજ રાજસ્થાનના ગૌરવપૂર્ણ ઇતિહાસ વિશે વ્યાખ્યાન આપ્યું. આચાર્યશ્રી જિનહરિસાગરના નિમંત્રણથી મુનિજી ૩૦ નવે. ૧૯૪૨ના રોજ જેસલમેર ગયા. ત્યાં પાંચ મહિના રહ્યા. ૨૦૦ ગ્રંથોની પ્રતિલિપિ તૈયાર કરાવી. ૧ મે ૧૯૪૭ના દિવસે પાછા અમદાવાદ આવ્યા. ત્યાંથી મુંબઈ જઈ ફરી પોતાના કામમાં લાગી ગયા. ઇ.સ. ૧૯૪૫-૪૬માં ક.મા. મુનશી સાથે ઉદયપુરના મહારાણાની ઇચ્છા પ્રમાણે “પ્રતાપ વિશ્વવિદ્યાલયની યોજના બનાવી પણ દેશી રાજયોના વિલીનીકરણમાં તે સંસ્થા વિલીન થઈ ગઈ. એ વખતે ક.મા.મુનશી ઉદયપુરના સલાહકાર તરીકે નિયુક્ત થયા હતા. મુનશીજી સાથેના એમના ગાઢ સંબંધોને કારણે મેવાડના મહારાણા તેમજ રાજકીય ક્ષેત્રે કાર્ય કરતા મહાનુભાવો સાથે મુનીજીના સંબંધો થયા. જિનવિજયજીના વિચારો બદલાયા, શરીરશ્રમ. અન્ન ઉત્પાદન અને સ્વાવલંબન પ્રતિ જોક વધ્યો. માતાની સેવા ન કરી શક્યા, પણ માતૃભૂમિની સેવા કરવાની ઇચ્છા થઈ. રાણા પ્રતાપ, મીરાંબાઈ તેમજ આચાર્ય હરિભદ્રસૂરિની ભૂમિ પ્રત્યે વિશેષ આકર્ષણ હતું. ચિતોડ પાસે ચંદેરિયામાં ૨૮ એપ્રિલ, ૧૯૫૦ના રોજ - રાજસ્થાન પ્રાચ્યવિદ્યા પ્રતિષ્ઠાન – સર્વોદય સાધના આશ્રમની સ્થાપના કરી. એ સમયગાળામાં રાજસ્થાન પુરાતત્ત્વ મંદિરની યોજના તૈયાર કરી અને ૧૩ મે, ૧૯૫૦ના રોજ સંસ્થાની સ્થાપના કરી અને મુનિજીની શક્તિ બે પ્રકારનાં કામોમાં વહેંચાઈ ગઈ. ખેતી કરવી અને આવાસ ઊભાં કરવાં તેમ જ પુરાતત્ત્વ ભંડારની પ્રવૃત્તિ તેમ જ કાર્યોને વેગ આપવો. ઈ.સ. ૧૯૫૨માં મુનિની જર્મનીની વિશ્વવિખ્યાત ઑરિએન્ટલ સોસાયટીના આદરપાત્ર સદસ્ય તરીકે પસંદગી થઈ. ઇ.સ. ૧૯૬૧માં ભારત સરકારે મુનિજીને પદ્મશ્રીની ઉપાધિથી નવાજ્યા. ભારતીય વિદ્યા

Loading...

Page Navigation
1 ... 247 248 249 250 251 252 253 254 255 256