Book Title: Sambodhi 2018 Vol 41
Author(s): J B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 250
________________ Vol. XLI, 2018 પુરાતત્ત્વાચાર્ય મુનિ શ્રી જિનવિજયજી (૨૭, જાન્યુ. ૧૮૮૮ – ૩, જૂન ૧૯૭૬) 241 અને પુરાતત્ત્વની, સામાન્યતઃ રાજસ્થાનના પુરાતત્ત્વ તેમ જ જૈન વિદ્યાની પ્રાચીન સામગ્રી, એનું અધ્યયન-પ્રકાશનનું વિશાળ, મૌલિક અને ઐતિહાસિક કાર્ય મુનિજીએ કર્યું. મુનિજી માત્ર વિદ્વાન કે પુરાતત્ત્વવિદ નહોતા, તે સ્વંય આંદોલન હતા. સંસ્થા હતા. વીર પ્રકૃતિના હતા. એમના વિદ્યાતપનું આ સમ્માન હતું. ઈ.સ. ૧૯૫૮માં રાજસ્થાન સરકાર દ્વારા જોધપુરમાં નવીન ભવનનું ઉદ્ઘાટન તત્કાલીન મુખ્યમંત્રી શ્રી મોહનલાલ સુખડિયાના હાથે થયું. જે વિદ્યાકેન્દ્ર ભારતીય વિદ્યા અને પુરાતત્ત્વ સંબંધિત હસ્તપ્રતો તેમ જ મુદ્રિત ગ્રંથો માટે દેશભરમાં જાણીતું થયું. મુનિજી ઇ.સ. ૧૯૬૭માં એ સંસ્થાના સંચાલક તરીકેની જવાબદારીમાંથી મુક્ત થયા. મુનિજીએ ઇ.સ. ૧૯૫૦માં સ્થાપેલા સર્વોદય આશ્રમને રાજસ્થાનની સંત વિનોબાની પદયાત્રા વખતે તેમને અર્પણ કરી દીધો. આશ્રમ સામે મુનિજીએ નિવાસસ્થાન બનાવ્યું તેમજ સર્વદેવાયતન મંદિર બનાવ્યું. જેમાં વૈદિક, જૈન તથા બૌદ્ધ દેવદેવીઓની સ્થાપના કરી. સર્વ ધર્મ સમભાવનું એ સુંદર વ્યાવહારિક પ્રતીક બની રહ્યું. રાજસ્થાન સાહિત્ય અકાદમી (સંગમ), ઉદયપુર મુનિજીને એમની સરસ્વતી સાધના માટે મનીષી” ઉપાધિથી અલંકૃત કર્યા. એ સમ્માન ૧૯ નવે., ૧૯૬૪ના દિવસે અપાયું. કટોકટી વખતે મુનિજીએ એમને મળેલો પદ્મશ્રીનો ઇલ્કાબ સરકારને પરત કર્યો હતો. કર્મ અને શ્રમમાં અનોખી નિષ્ઠા સેવી, અવિરત વિદ્યાના ઉપાસક એવા સંસ્થા સ્વરૂપ મુનિજીએ બીજી જૂન, ૧૯૭૬ના રોજ અમદાવાદના પોતાના નિવાસસ્થાન “અનેકાન્ત વિહાર'માં ૮૮ વર્ષની ઉંમરે પોતાનો દેહ છોડ્યો. એમની ઇચ્છા પ્રમાણે એમનો પાર્થિવ દેહ ચિતોડ જોડે એમના ચંદેરિયા આશ્રમમાં લઈ જવાયો હતો. ૩ જૂન, ૧૯૭૬ પાર્થિવ દેહ ચંદેરિયા પહોંચ્યો. ૪ જૂનની સવારે ચિતોડ સ્થિત હરિભદ્રસૂરિ સ્મૃતિ મંદિરના વિશ્રામ ભવનમાં દેહ લાવવામાં આવ્યો. દેશભરમાંથી વરિષ્ઠ મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ આપી. છેવટે સર્વોદય આશ્રમમાં ચંદનકાષ્ઠની ચિતા તૈયાર કરી, અંતિમ વિધિ થયો. મુનિજીના દેહાવસાનથી સમગ્ર વિશ્વના આ ક્ષેત્રના વિદ્વદૂજનોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ. દેશ-વિદેશના વિદ્વાનોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી. કવિવર શ્રી ઉમાશંકર જોશીએ એક જગ્યાએ વાતવાતમાં કહેલું તે યોગ્ય છે : ગુજરાતને બે પ્રકાંડ ઇતિહાસ સંશોધક મળ્યા – એક ગિરનારની ગુફાથી નીકળ્યા અને બીજા અરવલ્લીની ગિરિ કંદરાથી. આ બે સંશોધકો તે પં. ભગવાનદાસ ઇંદ્રજી અને મુનિ જિનવિજયજી. બંનેએ શાળા-કોલેજનું શિક્ષણ પ્રાપ્ત કર્યું નહોતું છતાં બંનેએ માત્ર રાષ્ટ્રીય નહિ, પણ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી. બંને વ્યવહારદક્ષ અને માનવતાવાદી હતા. મુનિ જિનવિજયજીનો અક્ષરદેહ I. વાનસ્થાન પુરાતન સ્થમાના ૨. ત્રિપુરામારતી નથુતવ (સંપા.) ૨. મૃત પ્રપા (સંપા.)

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256