________________
vol. XL, 2018 પુરાતત્ત્વાચાર્ય મુનિ શ્રી જિનવિજયજી (૨૭, જાન્યુ. ૧૮૮૮ – ૩, જૂન ૧૯૭૬) 231
કાળક્રમે રૂપાહેલીના લોકો રાજકીય ભયથી મુક્ત થયા હતા. બિરધીસિંહને સીમ અને જંગલની રક્ષા કરવાનું કામ મળ્યું હતું. એમનો આજીવિકાનો પ્રશ્ન ઉકેલાઈ ગયો હતો. એ અરસામાં બિરધીસિંહનું લગ્ન બનેડાના રાણાવત હમીરસિંહજીની પુત્રી રાજકુંવર સાથે થયું. એમનાથી એક પુત્ર થયો. એનું નામ પન્નાસિંહ હતું. થોડા સમયમાં રાજકુંવરનું અવસાન થતાં રૂપાહેલીના ઠાકુર સવાઈસિંહજીની પુત્રી આનંદકુંવર પન્નાસિંહને પોતાની સાથે લઈ ગયાં હતાં ને ત્યાં જ પાલન-પોષણ કર્યું હતું.
થોડા સમયમાં જ, સિરોહી મહારાવ સાથે બિરધીસિંહનો પરિચય થયો. મહારાવે સિરોહી રાજયની સેવા માટે એમની નિયુક્તિ કરી. પિંડવાલા અને વસંતગઢ વચ્ચે એક નાની જાગીર હતી. ત્યાંના જાગીરદાર અને બિરધીસિંહને પ્રેમાળ સંબંધ થઈ ગયો હતો. એ જાગીરદારને વીસ-બાવીસ વર્ષથી એક માત્ર દીકરી સિવાય કોઈ સંતાન નહોતું. જાગીરદારે બિરધીસિંહ સાથે એમની દીકરીનો વિવાહ કર્યો. બિરધીસિંહ પણ આ સંબંધ થાય એમ ઇચ્છતા હતા. બિરધીસિંહનાં આ બીજી વારનાં લગ્ન હતાં. પ્રથમ પત્ની મૃત્યુ પામ્યાં, એમનું નામ રાજકુમારી હતું. એ ઉપરથી વિવાહિત કન્યાનું નામ પણ “રાજકુમારી જ રાખ્યું. જાગીરદારના મૃત્યુ પછી જાગીર અને ઘરબાર તો રાજકુમારીના કાકાના દીકરાઓએ કબજે કરી લીધાં હતાં, પણ દાયકામાં એક વિશ્વાસુ ખાનદાન સેવક તેમ જ દસ-વીસ હજારનાં ઘરેણાં-ગાંઠાં રાજકુમારીને મળ્યાં હતાં. લગ્ન પછી બિરધીસિંહે રાજકુમારીને રૂપાયેલી રાખ્યાં. પોતે સિરોહી રાજ્યની સેવામાં લાગી ગયા. અવારનવાર પોતે રૂપાયેલી આવતા-જતા રહેતા. આ સમયગાળામાં બિરધીસિંહ અને રાજકુમારીથી એક પુત્ર પ્રાપ્ત થયો. આ પુત્ર તે કિશનસિંહ. બાળપણમાં સૌ એને લાડમાં “રણમલ્લ’ કહી બોલાવતાં. આ રણમલ્લ તે જ આપણા મુનિ જિનવિજયજી.
| મુનિજીએ એમનાં બાળપણનાં આછાં સંસ્મરણોની નોંધ કરી છે. એમના પિતાજી બિરધીસિંહ સિરોહી રાજ્યનાં જંગલોમાં, રાજસેવામાં રોકાયેલા હતા. એમને સંગ્રહણીનો ભારે મોટો રોગ લાગુ પડ્યો હતો. મુનિજી લખે છે : એક વખત “સંધ્યા થઈ હતી. મા ઘરમાં દેવમૂર્તિ સામે દીવો કરી પ્રાર્થના કરતાં હતાં. હું મા પાસે હાથ જોડી બેઠો હતો. ત્યાં પિતાજીની ઘોડીનો હણહણાટ સંભળાયો. મા એકદમ ઊભાં થઈ ગયાં. મારા હાથ પકડીને કહ્યું, “બેટા, જો તો કોની સવારી આવી રહી છે. ત્યાં તો પિતાજી આંગણા આગળ આવી ગયા હતા. પિતાજીએ માને બૂમ મારી. પિતાજી ખૂબ થાકેલા હતા. શરીર ક્ષીણ થઈ ગયું હતું. માતાએ પોતાના સેવકને કહ્યું. “જાઓ ! ઝડપથી ખાટલો લાવો અને અહીં
ઢાળો' )
ઘર નાનું હતું. કાચી માટીનું હતું. એને બે નાના ઓરડા હતા. સામે મોટું આંગણું હતું. સામે બીજું પણ એક મકાન હતું. ત્યાં મેડો હતો. મુનિજીનાં માતુશ્રી ત્યાં સૂતાં હતાં. ચોકમાં લીમડાનું ઝાડ હતું. લીમડાના થડની આજુબાજુ માટી ને ગારનો બનાવેલો ચોતરો હતો. સેવકે પિતાજીનો ખાટલો લીમડાના ઝાડ નીચે ઢાળ્યો. પિતાજીએ બાળક કિશનનાં માતાને સંબોધીને કહ્યું, “ખૂબ મુશ્કેલીથી તમારી પાસે આવી શક્યો છું. કદાચ ભગવાન હવે મને તેની પાસે બોલાવી લેશે.” વાતાવરણ ભારે થઈ ગયું. બાળક કિશન તરફ ફરીને પિતાજીએ કહ્યું, “બેટા ! દૂર કેમ ઊભો છે ? મારી પાસે આવ.