Book Title: Sambodhi 2018 Vol 41
Author(s): J B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 238
________________ vol. XL, 2018 પુરાતત્ત્વાચાર્ય મુનિ શ્રી જિનવિજયજી (૨૭, જાન્યુ. ૧૮૮૮– ૩, જૂન ૧૯૭૬) 229 બદલવાનો ગંભીર વિચાર કર્યો. વિવિધ તરેહના મનોમંથન અને આંતરિક ખળભળાટ પછી મહાત્મા ગાંધી દ્વારા રાષ્ટ્રની સ્વતંત્રતા માટેના આંદોલનને પોતાના જીવનધ્યેયની સિદ્ધિનું ઉત્તમ સાધન માનીને ગુજરાત વિદ્યાપીઠની રાષ્ટ્રીય શિક્ષણ યોજનામાં જોડાયા. મુનિજીએ લાંબા મનોમંથન પછી સાધુવેશ અને સાધુ જીવનની યોગ્ય ચર્યાનો પરિત્યાગ કર્યો. એ બંધનમાંથી મુક્ત થવાથી માતાનાં દર્શન કરવાનો પ્રયાસ કર્યો. વિધાતાને આ પ્રયત્ન મંજૂર નહોતો. પોતે નિષ્ફળ ગયા. ‘ઈશ્વરેચ્છા બલિયસી' એવું સમજીને એમણે મનને શાંત કર્યું. ચારેક વાગ્યે તેઓ ઉપાશ્રયમાં ગયા. નાનપણમાં જે ઉપાશ્રયમાં તેઓ યતિવર શ્રી દેવહંસજીની સેવા કરવા જતા હતા ત્યાં કોઈ રહેતું નહોતું. પહેલાં હતી તે લાકડાની મોટી પાટ એ જ સ્થિતિમાં પડી હતી – જ્યાં યતિજી સૂતા હતા, ત્યાંથી ઉતરવા જતાં એમના જમણા પગનું હાડકું તૂટી ગયું હતું. મુનિજી શ્રદ્ધાપૂર્વક એ પાટ પર માથું ટેકવી, જીવનપથ પર ચાલતા પ્રેરિત કરનાર સ્વર્ગવાસી ગુરુને શ્રદ્ધાંજલિ સમર્પિત કરી, બીજે દિવસે સવારે સાડા નવ વાગ્યે ચાળીસ-પચાસ છોકરાંને મીઠાઈ વહેંચી, મુનિજીએ પોતાની એક ભાવના વ્યક્ત કરી. ‘બાળકોને ભણવા માટે રૂપાયેલીમાં નાનું મકાન બનાવવા કેટલો ખર્ચ થાય ?' – એ અંગે મુનિજીએ ઠાકરસાહેબને પૂછયું. ઠાકુરસાહેબે સંમતિ દર્શાવી, ત્રણસો-ચારસોનો અંદાજ આપ્યો. મુનિજીએ કહ્યું કે જો નાનો જમીનનો ટુકડો મળે તો પોતે ૫૦૦ રૂ. મોકલી આપે. ઠાકુર સાહેબ એથી પ્રસન્ન થયા. પછીથી મનનો અવ્યક્ત અને અસ્પષ્ટ સંકલ્પ ઇ.સ. ૧૯૬૯માં સાકાર થયો. સંકલ્પબળને આધારે ૩૦,૦૦૦માં સુંદર મકાન બનાવ્યું. માતાના નામ પરથી એનું “રાજકુંવરી બાલમંદિર' નામાભિધાન થયું. બીજે દિવસે માની ચિરવિદાયના દુઃખદ સમાચારનું હૃદયદ્રાવક સ્મરણ લઈને મુનિજી અમદાવાદ જવા રવાના થયા. ઠાકરસાહેબે એમના નિવાસસ્થાનની ખાસ બગીમાં બેસાડીને એમને ભાવભરી વિદાય આપી. મુનિશ્રી રેલવે દ્વારા અમદાવાદ ગુજરાત પુરાતત્ત્વ મંદિરે પાછા પહોંચ્યા. તે દિવસ મહા સુદ ચૌદશનો હતો. મુનિજીની જન્મતિથિ હતી. મુનિજીએ આયુષ્યના ૩પમા વર્ષમાં પ્રવેશ કર્યો હતો. આ મુનિ જિનવિજયજી પૂર્વાશ્રમમાં રાજપૂત હતા. એમનો જન્મ વર્તમાન રાજસ્થાનના, અજમેર-ચિત્તોડ રેલવે લાઈન પરના ભિલવાડા જિલ્લાના હુરડા તાલુકાના રૂપાયેલી ગામમાં, પંચાંગની ગણતરી પ્રમાણે વિક્રમ સંવત ૧૯૪૪ના મહા સુદ ૧૪ના દિવસે, એટલે ઇ.સ. ૧૮૮૮ની ૨૭મી જાન્યુઆરીએ લગભગ સૂર્યોદય પછી થયો હતો. બાળપણનું નામ કિશનસિંહ અથવા રણમલ્લ હતું. માતા લાડમાં “રિણમલ” કહેતાં. પિતાનું નામ બિરધીસિંહજી (બડદસિંહ) હતું. પિતા પરમાર વંશીય ક્ષત્રિય કુળના હતા. માતાનું નામ રાજકુંવરી (રાજકુમારી) હતું. માતા સિરોહી રાજ્યના એક દેવડા વંશીય ચૌહાણ જાગીરદારનાં પુત્રી હતાં.

Loading...

Page Navigation
1 ... 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256