Book Title: Sambodhi 2018 Vol 41
Author(s): J B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 236
________________ vol. XLI, 2018 પુરાતત્ત્વાચાર્ય મુનિ શ્રી જિનવિજયજી (૨૭, જાન્યુ. ૧૮૮૮– ૩ જૂન ૧૯૭૬) 227 મુનિજીએ અજિતાજીને પોતાની સઘળી ઓળખ આપી, અને પોતાનાં માતાજી વિશે કેટલીક વાત પૂછી, અજિતાજીએ વિગતવાર બધી વાત મુનિજીને કરી. અજિતાજીએ મુનિજીને કહ્યું કે આપને (રિણમલને) શોધવા ઓસવાલ મહારાજને માતાએ બે વાર મોકલ્યો પણ આપનો કોઈ પત્તો લાગ્યો નહીં. આપ બાનેડથી કોઈ સાધુજમાત સાથે જતા રહ્યા છો અને બાડના લોકોને એની કશી જાણ નથી એવા સમાચાર મળ્યા હતા. માને એથી અત્યંત દુ:ખ થયું હતું. અજિતાજીએ કહ્યું કે માતાજી ઘણા દિવસો સુધી રડતાં રહ્યાં. એમણે ખાવા-પીવાનું છોડી દીધું હતું. એમને કોઈ મળવા આવતું તો એ કંઈ પણ બોલતાં નહોતાં. બાજુમાં મુનિજી (રિણમલ)ના દાદાના કાકાના પુત્ર એટલે કે ભાઈ રહેતા હતા, તે માતાજીની સાર-સંભાળ રાખતા હતા. બે-ત્રણ વર્ષ પછી ઇન્દ્રાજી એમને પુષ્કરની યાત્રા કરવા લઈ ગયા હતા. તે ત્રણ વર્ષ પછી “એકલસિંગા કી ઢાણી” (જગ્યાનું નામ છે) થી એમના કોઈ સંબંધી આવ્યા હતા ને માતાજીને ત્યાં લઈ ગયા હતા. ઇન્દ્રાજી એમને ત્યાં મૂકવા સાથે ગયા હતા. એકલસિંગા કી ઢાણી એક નાનું ગામડું છે. જ્યાં મુનિજી (રણમલ)ના પિતાના નજીકના કોઈ ભાઈ રહેતા હતા. તે જ માતાજીને ત્યાં લઈ ગયા હતા. અજિતાજીએ કહ્યું કે માતાજી એક જ વાર જમતાં અને દિવસ-રાત ભગવાનના નામની માળા ફેરવ્યા કરતાં હતાં. ખુબ ઓછું બોલતાં માતાજી રૂપાયેલી હતાં ત્યાં સુધી અજિતા' એમની સેવામાં હતો. રૂપાયેલી છોડતી વખતે અજિતાજીને ૪૦૦૫૦૦ રૂપિયાનાં ઘરેણાં આપતાં ગયાં હતાં. માતાજી એકલસિંગા કી ઢાણી નજીક આગૂંચા(ગામ) ગયા પછી એમના કોઈ સમાચાર ન હતા. અજિતાના મુખે માની આવી દશાનું વર્ણન સાંભળીને મુનિજીનું હૃદય વેદનાથી વીંધાઈ ગયું. મુનિશ્રીએ અજિતાજીને દશ રૂપિયા આપ્યા ને આગૂચા જઈને માતાજીને તપાસ કરી આવવા કહ્યું. અજિતાજી એ સમયે ઊંટ સવારી કરીને આગંચા ગયો. મુનિજીએ ઠાકુર સાહેબ સાથે એ દિવસે વધુ વાતચીત કરી નહીં. એમનું મન અંતરની અવ્યક્ત વેદનાના ભારથી દબાયેલું હતું. મુનિજી મંથન અનુભવતા હતા. વિધાતાએ શા માટે મા-દીકરાને આવા ક્રૂર કષ્ટદાયક યોગનો ભોગ બનાવ્યાં? – આ પ્રશ્નનું કોઈ સમાધાન આ સાધુને જડ્યું નહીં. જે જનનીએ આ માનવજીવન આપ્યું અને પોતાના લોહીથી ઉત્પન્ન દૂધ પાઈને ઉછેર કરીને મોટો કર્યો, ૧૧-૧૨ વર્ષ સુધી પોતાની એકદમ નજીક રાખી બેહદ સ્નેહ, મમત્વ અને વત્સલતાથી સર્વ રીતે પાલન-પોષણ કર્યું, તે અનાથ અને અસહાય માતાની સારસંભાળ લેવાને માટે પોતાનું ભ્રમિત મન આજ સુધી કેમ કંઈ વિચારી શક્યું નહીં” – એવા અનેક વિચારોથી મુનિજીનું મન અત્યંત ખિન્ન થઈ ગયું. મુનિજીએ તે સાયંકાળ દૂધ પીધું નહીં, ઓરડામાં એકલા સૂનમૂન થઈને પડ્યા રહ્યા. ઊંઘની કોઈ શક્યતા નહોતી. સ્મરણોએ એમના મનનો જબરો કબજો લઈ લીધો હતો. ગુરુ

Loading...

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256