Book Title: Sambodhi 2018 Vol 41
Author(s): J B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 241
________________ 232 રમેશ ઓઝા SAMBODHI આ વખતે હું બીમાર છું. આથી તારે માટે કશું સારું ખાવા-પીવાનું લાવી શક્યો નથી. પણ આ થોડાંક બોર લાવ્યો છું તે ખા !” એ વખતે રૂપાયેલીમાં એક સિદ્ધહસ્ત વૈદ્ય અને મર્મજ્ઞ જ્યોતિર્વિદ યતિ દેવહંસજી, ત્યાંના ઉપાશ્રયમાં ઠાકુર ચતુરસિંહજીના આગ્રહથી સ્થાયી થયા હતા. ઠાકુર ચતુરસિંહજી સંગ્રહણીના જૂના રોગી હતા. અનેક વૈદ્યો પાસે ઇલાજ કરાવ્યા હતા, પણ છેવટે થાકીને, મારવાડના ખ્યાતનામ વૈદ્ય અમરસિંહજીની ભલામણથી, એમના ગુરુ દેવીસિંહજીના ચરણે પડી, તેમને રૂપાયેલી આમંત્ર્યા. ચતુરસિંહજીને એમનાં ઔષધ અને સારવારથી પૂર્ણ આરોગ્ય પ્રાપ્ત થયું. બિરધીસિંહજીની બીમારીના સમાચાર સાંભળી દેવીસિંહજી એમને ઘેર પધાર્યા. રાજકુમારીએ ચરણમાં મસ્તક નમાવ્યું. બાળક કિશનસિંહ પણ નમ્રતાપૂર્વક એમને પગે લાગ્યો. યતિજીની નિર્મળમધુર દૃષ્ટિ બાળક પર પડી. પૂછ્યું, “બેટા ! તારું નામ શું?' બાળકે નતમસ્તકે પ્રણામ કરી, ઉત્તર આપ્યો, “રણમલ્લ'. વાહ, વાહ ! નામ તો બહુ સરસ છે!” એમ કહી લીમડા નીચે, પલંગમાં સૂતેલા બિરધસિંહજીને તપાસવા લાગ્યા. ઉપચાર કર્યો, બિરધીસિંહને ઠીક પણ લાગ્યું. છતાં રોગ નિર્મૂળ ન થયો. ઔષધોપચાર માટે અજમેર સિવાય કયાંય મોસંબી મળતી નહિ, ત્યારે યતિજી પોતે અજમેર જઈને મોસંબીનો ટોપલો લઈ આવેલા. વિશ્વવિકૃત મુનિ જિનવિજય પોતાના બાળપણનાં સંસ્મરણોમાં નોંધે છે : “એ મોસંબીની રસદાર પેશીઓ ગુરુજીએ સૌથી પહેલાં મને ખાવા આપી. આવી રીતે ખૂબ વાત્સલ્યથી ગુરુજીએ મોસંબી ખવરાવી હતી, મોસંબીના મીઠા રસનો (અને ગુરુના પ્રેમરસનો) મેં જીવનમાં સર્વપ્રથમ અનુભવ કર્યો. એ પછી મેં મારા હાથે રસ કાઢીને પિતાજીને પીવરાવ્યો !” | બિરધીસિંહજીનું શરીર રોગમાંથી વળ્યું નહીં. સહૃદયી વૈદ્ય દેવીસિંહજી બિરધીસિંહજીનું ચિત્ત પ્રસન્ન રાખવા પ્રયત્ન કરતા હતા. એક દિવસ બિરધીસિંહજીએ, બાળક કિશનસિંહ સામે દૃષ્ટિ રાખીને, પથારીમાં સૂતાં-સૂતાં જ વૈદ્ય મુનિ દેવીસિંહને કહ્યું, “આ બાળકને આપના શરણમાં સોંપું છું. એને એવા આશીર્વાદ આપો કે અમારા કુળનો ઉદ્ધાર થાય !” દૃષ્ટિવંત જયોતિષી એવા મુનિશ્રીએ બાળકનું ભવિષ્ય ભાખતાં, અર્ધનિમિલીત નેત્રે બિરધીસિંહને કહ્યું, ‘ઠાકુર ! તમારો પુત્ર નસીબદાર છે; એ તમારા વંશ અને કુળનું ગૌરવ વધારશે.” ગુરુમુખેથી બાળક કિશનસિંહ અંગેની ભવિષ્યવાણી સાંભળીને, પથારીમાં સૂતેલા પિતા બિરધીસિંહજી અને બાજુમાં ઊભેલાં માતા રાજકુમારીની આંખમાં હર્ષનાં આંસુ વહેવા લાગ્યાં. ત્રણેક દિવસ પછી બિરધીસિંહજીનું અવસાન થયું. ગામનાં લોકો અંત્યેષ્ટિમાં હાજર રહ્યાં. ગામથી પૂર્વ દિશામાં માનસી નદી પાસે એમને અગ્નિદાહ આપવામાં આવ્યો. બિરસિંહજીના મૃત્યુ પછી, કિશનસિંહની માતા રાજકુમારીને સાંત્વન આપવા ગુરુજી એમને ત્યાં જતા. ગુરુજીએ રણમલને પોતાની પાસે ભણવા મોકલવા અંગે રાજકુમારીને કહ્યું, રણમલે ગુરુજી પાસે ભણવાનું શરૂ કર્યું. ગુરુજીએ કક્કો શિખવ્યો. જૈનધર્મના કેટલાક પાઠ શિખવ્યા. શુદ્ધ ઉચ્ચારણ

Loading...

Page Navigation
1 ... 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256