Book Title: Sambodhi 2018 Vol 41
Author(s): J B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 245
________________ 236 રમેશ ઓઝા SAMBODHI બદનાવરમાં ધર્મકાર્ય કરતા હતા ત્યારે સમાચાર મળ્યા કે ત્યાંથી પંદરેક માઈલ દૂર દિગ્દાન ગામમાં એક જૈન સાધુએ બાવન દિવસના ઉપવાસ કર્યા છે. હજારો શ્રાવકો દર્શન માટે જાય છે. એક મહાજન દંપતી સાથે, એ મહાન તપસ્વી જૈનમુનિનાં દર્શન કરવા ગયા. જૈનમુનિને મળ્યા. મુનિએ એમની સાથે ધર્મજ્ઞાન, અભ્યાસ વિશે સંવાદ કર્યો. કિશોરસિંહે યતિ દેવહંસજી પાસે પોતે ઉવસગ્ગહર સ્તોત્ર, નમિઉણ સ્તોત્ર, ભક્તામર સ્તોત્ર શીખેલા એ વાત કરી. ત્યાં રહીને કિશનસિંહે દશવૈકાલિક સૂત્રનો મુખપાઠ કંઠસ્થ કર્યો. બે-ત્રણ વર્ષથી યતિઓ તેમજ ખાખી બાવાઓની સંગતથી કિશનસિંહના મનમાં જે વિરક્તિનો ભાવ હતો તે વધુ દૃઢ થયો. દીક્ષા લેવાનો વિચાર કર્યો. દિઠાણના મહાજનો આગળ આ પ્રસ્તાવ રજૂ થયો. મહાજનોએ દીક્ષા મહોત્સવનું આયોજન કર્યું. સમારોહ થયો. અનેક મહાજનોને ભોજનનું આમંત્રણ અપાયું. ઘોડા તેમજ હાથી ઉપર સવારી નીકળી. વિ.સં. ૧૯૫૯ના આસો સુદ તેરસને દિવસે પૂર્ણ વિધિવિધાન દ્વારા મુંડન કરાવીને, જૈન સાધુનો વેશ ધારણ કરીને, પંદર વર્ષના બાળ સાધુનું નામ કિશનલાલ' રાખવામાં આવ્યું. સ્થાનકવાસી જૈન સંપ્રદાયની દીક્ષા લઈને કિશનલાલે સાધુવેશે સંપ્રદાયના નિયમો પ્રમાણે ચાતુર્માસ સિવાય, આઠ મહિના જુદાં જુદાં ગામો કે નગરોમાં પગપાળા વિહાર કર્યો. ઇ.સ. ૧૯૦૪ (સંવત ૧૯૬૦)માં તેમને ધાર જવાનું થયું. એ વખતે ત્યાં ભોજના વિખ્યાત સરસ્વતી મંદિરને તોડીને બનાવેલી મસ્જિદનો ઘુમ્મટ નીચે પડી ગયો હતો. એમાંથી એક શિલાલેખ મળ્યો હતો. સરકારે એનો સંગ્રહ કરેલો. પુરાતત્ત્વવેત્તા શ્રી રા. ગો. ભાંડારકરના પુત્ર શ્રીધર ત્યાં આવેલા. શ્રીધરે જૈન સાધુ (કિશનલાલ)ને બોલાવ્યા. જૈન સાધુએ તે શિલાલેખ વાંચી બતાવ્યો ને ઉત્તરાધ્યયનસૂત્રનો આધાર આપ્યો. ધાર પાસેની ઉજૈન નગરીના મહાકાલ મંદિરના દર્શનની ઇચ્છા જૈન સાધુ (કિશનલાલ) રોકી ન શક્યા. વર્ષો પહેલાં, બાલ્યકાળમાં ગુરુ દેવહંસજી પાસે રહીને તેમણે સિદ્ધસેન દિવાકરનો “કલ્યાણ મંદિર સ્તોત્ર કંઠસ્થ કર્યો હતો. સિદ્ધસેન દિવાકરે આ સ્તોત્રની રચના આ મંદિરમાં બેસીને કરી હતી. પાર્શ્વનાથની મૂર્તિ અહીં પ્રગટ થયેલી, જૈનો તેને અવંતી પાર્શ્વનાથ તરીકે પૂજે છે, પણ મંદિરમાં પ્રવેશતાં પૂજારીએ તેમને રોક્યા, ને કહ્યું, “ટૂંઢિયા મહારાજ નદીમાં જઈને પહેલાં મોં ધોઈ આવો, મુખપટ્ટી ઉતારી દો ને રજોહરણ બહાર મૂકો.' કિશનલાલને પૂજારીના વ્યવહારથી ગુસ્સો ચઢ્યો, દર્શન કર્યા વિના તેઓ પાછા ફર્યા. જૈન સાધુઓમાં જ્ઞાનની અપેક્ષાએ, તપ કે ઉપવાસની પ્રતિષ્ઠા વધુ હતી. વરસના એંસી દિવસો તો એમના કઠોર ઉપવાસ રહેતા, એથી જૈન સાધુની સમાજમાં પ્રતિષ્ઠા રહેતી, પણ કિશનલાલને આ બધું અનુકૂળ ન લાગ્યું. સાત-આઠ વર્ષ સ્થાનકવાસી સંપ્રદાયના સાધુજીવન પછી એક રાતે સ્થાનકવાસી સાધુજીવનનો પરિત્યાગ કર્યો. ઉજ્જૈનથી નાગદા રેલવે પર, ચારેક માઈલ ચાલ્યા. સાંજ પડી ગઈ. વરસાદની મોસમ હતી. ભૂખ કકડીને લાગી હતી. વરસાદને કારણે શરીર ભીંજાયેલું હતું. શરીર કાંપતું હતું. એક નાનું ગામ

Loading...

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256