Book Title: Sambodhi 2018 Vol 41
Author(s): J B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 243
________________ 234 રમેશ ઓઝા SAMBODHI મહાપુરુષો થઈ ગયા છે એનું પુણ્ય સ્મરણ કર્યું. રણમલને આ ભવ્ય દર્શન તેમ જ સ્મરણ જીવનની આખર સુધી પ્રેરણા આપતાં રહ્યાં. જ્યાં પહોંચવાનું હતું તે બાનેડ સોળ માઈલ દૂર હતું. ત્યાં પહોંચવા કોઈ વાહન-વ્યવહાર નહોતો. પાંચ વાગ્યે સાંજે ત્યાં પહોંચ્યા. ગુરુજી માટે ત્યાં રહેવા માટે સારી વ્યવસ્થા નહોતી. રણમલ ગુરુજીની સેવા કરવામાં જીવનસાર્થક્ય સમજતો. એકાદ મહિનામાં ગુરુજીની શક્તિ ક્ષીણ થઈ ગઈ. એક દિવસ ધનચંદ યતિને થયું કે હવે ગુરુજી કદાચ દેહ છોડી દેશે. એ રાતે રણમલને બોલાવીને ગુરુએ કહ્યું. “બેટા, રણમલ, તું વિદ્યા પ્રાપ્ત કરજે, તું મોટો વિદ્વાન બનીશ, અને તે સારો ભાગ્યશાળી માણસ બનીશ. હવે આ દુનિયાથી હું વિદાય લઉં છું.” ગુરુજીએ ધનચંદ યતિને કહ્યું, “આ રણમલની સારી રીતે સંભાળ રાખજો.આટલું કહી ગુરુજી મૌનમાં સરકી ગયા, છ-સાત મિનિટ પછી એમણે છેલ્લા શ્વાસ છોડ્યા. બાનેડ ગામમાં જ એમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર અપાયા. રણમલ અનાથ થઈ ગયો. રણમલને વારંવાર મા યાદ આવવા લાગી. તેને યતિ ધનચંદના પરિવાર સાથે રહેવું પસંદ નહોતું. બીજો વિકલ્પ નહોતો. રણમલયતિ ધનચંદના ખેતરમાં દિવસ-રાત રહેતો. ખેતીમાં મદદ કરતો. રાત્રે ખેતરમાં બનાવેલા ડાગળામાં સૂઈ રહેતો. માને ગુરુમહાજનના અવસાનના સમાચાર મળ્યા. માએ તેને રૂપાયેલી જવા એક મહાજનને સંદેશો મોકલ્યો. યતિ ધનચંદને એમ હતું કે રણમલ જો રૂપાયેલી જશે તો સ્વર્ગસ્થ પતિવર શ્રી દેવીહંસજીનો સામાન અને રૂપિયા રૂપાહેલીના મહાજન માગી લેશે, તેથી એ મહાજનને યતિ ધનચંદે સમજાવીને પાછો મોકલ્યો. મા અને નાનો ભાઈ બાદલ ખૂબ યાદ કરે છે એવા સમાચાર મહાજને રણમલને આપ્યા. બાદલ બીમાર હતો. થોડા દિવસ પછી ફરી સમાચાર આવ્યા કે નાનો ભાઈ બાદલ મૃત્યુ પામ્યો છે. રણમલને ફરી માની વિહ્વળતા અને અસહાયતાએ હચમચાવી મૂક્યો, પણ રણમલને થયું કે હવે રૂપાયેલી જઈને પોતે શું કરશે? નિસહાય સ્થિતિમાં રૂપાયેલી જવાને બદલે કયાંક જઈને સારી વિદ્યા પ્રાપ્ત કરીને, હોશિયાર થઈને મા પાસે જવાનું રણમલે મનોમન વિચાર્યું. મહાજનને રણમલે રૂપાયેલી જવાની ના કહી. દોઢેક મહિના પછી, જૈનોના ઓસવાલ સમાજનાં ગામોમાં મૃત-વ્યક્તિ પાછળ થતા ભોજન સમારંભોમાં મંડપ્પા, ભીડર, કાનોડમાં – મોટે ભાગે રણમલને ઉદયપુર અને ચિતોડ જિલ્લાઓમાં – રણમલને ફરવાનું થયું. ઇ.સ. ૧૯૦૨ (સં. ૧૯૫૮)ની વૈશાખી પૂર્ણિમાએ, સુખાનંદ (મધ્યપ્રદેશ, મહાદેવ નામની જગ્યાએ ભરાયેલો મેળો જોવા રણમલ (કિશનસિંહ) એક સેવકના આગ્રહથી ગયો. ત્યાં ખાખી બાવાઓની જમાતના મહારાજ શિવાનંદ ભૈરવનો રણમલને પરિચય થયો. આખાયે મેળામાં આ જમાત તેમ જ શિવાનંદ ભૈરવના તંબૂ સૌનું આકર્ષણ હતાં. શિવાનંદ સેવકના પરિચયમાં હતા. સેવક પાસેથી રણમલ (કિશનસિંહ) વિશે માહિતી મેળવી, એની હસ્તરેખાઓ જોઈ “રણમલ વિદ્યાપુરુષ

Loading...

Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256