Book Title: Sambodhi 2018 Vol 41
Author(s): J B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 230
________________ Vol. XLI, 2018 પુરાતત્ત્વાચાર્ય મુનિ શ્રી જિનવિજયજી (૨૭, જાન્યુ. ૧૮૮૮– ૩, જૂન ૧૯૭૬) 221 વિદ્યાપીઠમાં (ઈ.સ. ૧૯૨૫) આવ્યા હતા. ડૉ. વૉલધેર તેમજ શુબિંગ જર્મનીની હેમ્બર્ગ યુનિ.માં ભારતીય સાહિત્ય અને સંસ્કૃતિ વિભાગમાં હતા અને જર્મનીના તે સમયના વિદ્વાનોમાં જૈન સાહિત્યના મહાન વિદ્વાન ગણાતા હતા. પં. સુખલાલજી અને પં. બહેચરદાસ દોશી એ વખતે સિદ્ધસેન દિવાકરકૃત ન્યાયગ્રન્થ “સન્મતિ તર્ક તથા તે ઉપરની અભયદેવસૂરિની વિરાટ ટીકા “વાદ મહાર્ણવ'નું સંપાદન કરતા હતા. વિદ્યાકીય સંશોધનની કાર્યશૈલી જોઈને પ્રો. શુબ્રિગે પોતાના શિષ્યોને તાલીમ માટે વિદ્યાપીઠમાં મોકલવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેઓ મુનિજીના સાનિધ્યમાં રહ્યા હતા. મુનિજીને જર્મનીની મુલાકાત માટે નિમંત્રણ પાઠવ્યું હતું. પ્રો. શુબિંગનાં પુત્રી મિસ સાના શુબિંગ પાસેની અપ્રગટ ડાયરીમાંનું એક અવતરણ, જર્મન સંશોધક ડૉ. ડબલ્યુ. એચ. બોલી (Bollee)એ ડૉ. ભોગીલાલ સાંડેસરાને મોકલેલું. તે મુનિ જિનવિજયજીના તપસ્વી વ્યક્તિત્ત્વને આ રીતે વ્યક્ત કરે છે : (Visit and lecture in Ahmedabad) "Jinavijaya was in the chair. I knew him already as the soul of a very well equipped institute in which he leads his scholarly life. He too, like Mody befroe him, after a long time visited Hambarg. Jinavijaya, a Rajput by birth (which explains his tall stature) has been told by Gandhi in person to pay attention not only to the spiritual life, but also to practical ends." પુરાતત્ત્વમંદિરનો કાર્યભાર સંભાળતાં-સંભાળતાં મુનિજી અધ્યયન-સંશોધનમાં રત રહેતા. અધ્યયનશીલ છાત્રો માટે કેટલીક અભ્યાસપોથીઓ તેમણે તૈયાર કરી. મોગ્દલાન થેરકૃત પાલિ શબ્દકોશ “અભિધાનપ્પ દીપિકા', “પાલિ પાઠાવલી', “પ્રાકૃત કથાસંગ્રહ, પ્રાચીન ગુજરાતી ગદ્યસંદર્ભ' જેવાં છાત્રોને ઉપયોગી ગ્રન્થોનું સંપાદન કર્યું. વિદ્યાપીઠે સંસ્કૃત સાથે પ્રાકૃત અને પાલી ભાષા વિના જૈન-બૌદ્ધ જેવી આર્ય ધર્મની બે શાખાઓ વિશેનું અધ્યયન થઈ નહીં શકે એમ માની એ બે ભાષાઓના અધ્યયનની અનિવાર્યતા પ્રમાણી. તેથી કોપન હેગન યુનિ.(જર્મની)ના પ્રો. ડેનિસ એન્ડર્સને (પીએચ.ડી.) પાલી ભાષા માટે તૈયાર કરેલી “Pali Readers'ને આધારે મુનિ જીએ ‘પાલિ પાઠાવલી' (ઇ.સ. ૧૯૨૨-વિ.સં.૧૯૭૮) તૈયાર કરી. ઇ.સ. ૧૯૨૧ (સં.૧૯૭૭)ની શ્રાવણી પૂનમે ગુજરાત વિદ્યાપીઠમાં આર્યવિદ્યા વ્યાખ્યાનમાળા અન્વયે “પુરાતત્ત્વ સંશોધનનો પૂર્વ ઇતિહાસ વ્યાખ્યાન આપ્યું. ભારતમાં આધુનિક દૃષ્ટિકોણથી પુરાતત્ત્વનું સંશોધન કેવી રીતે શરૂ થયું, એનો રસમય-રસપ્રદ શૈલીમાં મુનિજીએ પરિચય આપ્યો છે. આ વ્યાખ્યાન શ્રેણી અન્વયે આઠ વ્યાખ્યાનો આપ્યાં. આ જ વરસે નાગપુરમાં મળેલા કોંગ્રેસ અધિવેશનમાં મુનિજી ગાંધીજીની સાથે ગયા. ત્યાં મળેલી જૈન પૉલિટિકલ કૉન્ફરન્સના અધ્યક્ષ થયા. પૂનાના જૈનોએ સમેતશિખર તીર્થની યાત્રા માટે સ્પેશિયલ ટ્રેઈનનો પ્રબંધ કર્યો હતો. મુનિજી સંઘની સાથે ગયા. બિહારનાં જૈન તીર્થોનાં દર્શન કર્યા. ત્યાંથી કલકત્તા ગયા. ત્યાંના જૈન સંઘે તેમનું સંમાન કર્યું, માનપત્ર આપ્યું. વિદ્યાપીઠમાં રહીને તેમણે પુરાતત્ત્વમંદિર ગ્રંથાવલીનું સંપાદન કરી, મૂલ્યવાન ગ્રંથો પ્રગટ કર્યા. “પુરાતત્ત્વ' ત્રૈમાસિક પ્રગટ કર્યું. શ્રી રસિકલાલ પરીખ “પુરાતત્ત્વ'ના સંપાદક-તંત્રી થયા. પૂર્વે

Loading...

Page Navigation
1 ... 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256