________________
224
રમેશ ઓઝા
SAMBODHI
વેધક નજરે મુનિજી સામે જોયું. કુંવરસાહેબે નમસ્કારની નોંધ સુધ્ધાં લીધી નહીં.
બે એક મિનિટ પછી, પેલા માણસો સાથે વાત કરીને, કુંવરસાહેબે મુનિ સામે ધારી ધારીને જોતાં પૂછ્યું, “તમે ક્યાંથી આવ્યા છો ?'
મુનિજી – “અમદાવાદથી”. કુંવરસાહેબ – ‘ત્યાં શું કરો છો?' મુનિજી – ‘થોડું લખવા-વાંચવાનું અને થોડું વિદ્યાર્થીઓને ભણાવવાનું કુંવરસાહેબ – “માસ્તર છો ?” મુનિજી – ‘માસ્તર તો નથી પણ આમ જ વિદ્યાલયમાં કામ કરું છું.” કુંવરસાહેબ – ‘વિદ્યાલયનું નામ શું છે? કોણ ચલાવે છે એ ?' મુનિજી – ‘મહાત્મા ગાંધીએ એની સ્થાપના કરી છે, ગુજરાતની એ ખૂબ જાણીતી સંસ્થા છે.”
મહાત્મા ગાંધીજીનું નામ સાંભળીને તેઓ સાવધ થઈ ગયા. મુનિજીને નીચેથી ઉપર સુધી જોઈ લીધા. મુનિજીના પહેરવેશને ધ્યાનથી જોયો ને પૂછ્યું,
‘તમારું નામ શું છે? તમે ક્યાં રહો છો?”
મુનિજીએ પોતાનું નામ બતાવ્યું. અમદાવાદમાં રહે છે એમ કહ્યું. કુંવરસાહેબને “જિનવિજય' નામ ખૂબ અટપટું લાગ્યું. એટલે બે-ત્રણ વાર નામ પૂછ્યું.
બાજુના ઓરડામાં ચતુરસિંહજી ઠાકરસાહેબ બેઠા હતા. કુંવર ઠાકુરનું નામ લક્ષ્મણસિંહ હતું ને ચતુરસિંહજીના એ જયેષ્ઠ પુત્ર હતા. ચતુરસિંહજી કુંવર ઠાકુરને ઊંચા અવાજે કોઈની સાથે વાત કરતાં સાંભળતા હતા. એમણે નોકરને બોલાવી મુનિજીને પોતાની પાસે બોલાવ્યા. નોકરે કુંવર ઠાકુરને કહ્યું કે આને અન્નદાતા એમની પાસે બોલાવે છે.
મુનિજી ઠાકુર ચતુરસિંહજીના ઓરડામાં પ્રવેશ્યા. મુનિજીએ ચતુરસિંહજીને નમસ્કાર પાઠવ્યા. ઠાકુર ચતુરસિંહજી ઊંચા ઝરૂખાના ચોતરા પર ગાદી-તકિયાના આસન પર બેઠા હતા. બે પુસ્તકો એમની પાસે પડ્યાં હતાં. મુનિજીએ બાળપણમાં એમને જોયેલા હતા, પણ મુનિજીના દીદાર એવા હતા કે ઠાકુર એમને ઓળખી શકે તેમ નહોતા. ચતુરસિંહજીએ મુનિજીને પ્રણામ કરી, પ્રણામનો સ્વીકાર કર્યો. એમને ચોતરા પરની શેતરંજી પર બેસવા કહ્યું.
ચતુરસિંહજીનાં વ્યવહાર-વર્તન ઉપરથી જ લાગતું હતું કે તેઓ વધુ પીઢ, સંસ્કારી અને અનુભવી હતા. પોતે વિદ્યાપ્રેમી હતા. વિદ્વજનો પ્રત્યે આદર રાખનારા હતા. ઇતિહાસનાં પુસ્તકો વાંચવામાં એમને રસ હતો. અજમેરના મહામહોપાધ્યાય હીરાચંદજી ઓઝા સાથે એમને ઘનિષ્ઠતા