________________
218
રમેશ ઓઝા
SAMBODHI
પાંડુરંગ ગુણે જર્મનીની લેસિંગ યુનિ.ની પીએચ.ડી. (ઇ.સ. ૧૯૧૩)ની ઉપાધિ પ્રાપ્ત કરી, અહીંની ન્યૂ ઇંગ્લીશ સ્કૂલમાં જર્મન ભાષા શીખવતા હતા. મુનિ જિનવિજયજીને એમનો પણ ઘનિષ્ઠ પરિચય થયો. મુનિજીએ ડૉ. ગુણેને, જૈન ભંડારોમાં અપભ્રંશ ભાષા-સાહિત્યની સચવાયેલી અસંખ્ય હસ્તપ્રતોનો ખ્યાલ આપ્યો. ડૉ. ગુણે પણ મુનિશ્રી સાથે ઉત્સાહથી આ વિદ્યાકાર્યમાં જોડાયા. ત્યાં મુનિશ્રીના વડોદરા નિવાસી મિત્ર અને સુહૃદ શ્રી ચિમનલાલ દલાલના અવસાનના સમાચાર મળ્યા. શ્રી દલાલ વડોદરાની “ગાયકવાડ ઑરિએન્ટલ સિરીઝ’ના મુખ્ય સંપાદક હતા. શ્રી દલાલનું એક અધૂરું રહેલું ‘ભવિસ્મયજ્ઞકહા'નું સંપાદનકાર્ય, મુનિજીએ સિરીઝના મુખ્ય વ્યવસ્થાપક શ્રી કુડાલકરને સૂચના આપીને, ડૉ. ગુણેને સોંપ્યું.
મહાકવિ પુષ્પદંતની ‘તિસદ્દીલખણ મહાપુરાણ” અને કવિ સ્વયંભૂકૃત “પઉમચરિઉ તેમ જ હરિવંશપુરાણની પ્રતો પણ પૂનાના આ સંગ્રહમાં સુરક્ષિત સચવાયેલી હતી. વિદ્વાન પંડિત શ્રી નાથુરામજી પ્રેમી પણ પૂના આવતા અને મુનિશ્રીને ત્યાં વિદ્યાવ્યાસંગ અર્થે રોકાતા. જૈન સાહિત્યના વિપુલ સાહિત્ય-પ્રકાશન-સંશોધન અંગે મુનિશ્રીએ “જૈન સાહિત્ય સંશોધક' નામનું ત્રમાસિક શરૂ કર્યું. એ સૈમાસિકમાં પંડિત નાથુરામજીએ “પુષ્પદન્ત અને એનું મહાપુરાણ' વિશે વિસ્તૃત પરિચયાત્મક લેખ લખ્યો અને અપભ્રંશ સાહિત્યના એક મહાકવિના ગ્રન્થનો વિદ્વાનોને પરિચય કરાવી આપ્યો. આ રૈમાસિકનો ઉદ્દેશ જૈન સાહિત્ય-ઇતિહાસ, તત્ત્વજ્ઞાન વગેરે વિશે હિન્દી, ગુજરાતી તેમજ અંગ્રેજીમાં સચિત્ર લેખો પ્રગટ કરવાનો હતો. મૌલિક સંશોધનાત્મક લેખો, પ્રાચીન કૃતિઓ તેમજ જર્મન કે અંગ્રેજી ભાષામાં પ્રગટ થયેલા સંશોધનાત્મક લેખોના અનુવાદો એમાં પ્રકાશિત થતા હતા.
.સ. ૧૯૧૯માં અખિલ ભારત પ્રાચ્ય વિદ્યાપરિષદ (ઑલ ઇન્ડિયા ઑરિએન્ટલ કૉન્ફરન્સ)નું પહેલું અધિવેશન પૂનામાં મળ્યું. જર્મનીની ગોરિંજન યુનિ. દ્વારા પીએચ.ડી.ની ડિગ્રી (ઇ.સ. ૧૮૮૫) પ્રાપ્ત કરીને, મુંબઈ યુનિ.ના કુલપતિ (ઇ.સ. ૧૮૯૩) રહી ચૂકેલા આંતરરાષ્ટ્રીય
ખ્યાતિ ધરાવતા પુરાતત્ત્વવિદ ડૉ. રામકૃષ્ણ ગોપાળ ભાંડારકર એ અધિવેશનના પ્રમુખ હતા. ડૉ. પિશલની જેમ પ્રાકૃત ભાષાના પ્રૌઢ પંડિત અને જર્મનીમાં જૈન સાહિત્યના અધ્યયન-સંશોધનના પ્રમુખ પુરસ્કર્તા ડૉ. હર્મન યાકોબી પણ આ અધિવેશનમાં હાજર હતા. જો કે યાકોબી અનેક વાર વિદ્યાભ્યાસ અર્થે ભારત આવતા રહેતા. ઇ.સ. ૧૮૭૪માં જર્મન વિદ્વાન બ્યુલરે ઊંટ ઉપર મુસાફરી કરીને જેસલમેરના ગ્રંથો તપાસ્યા ત્યારે ડૉ. હર્મન યાકોબી પણ સાથે હતા. દેશ-વિદેશના પ્રાચ્યવિદ્યા સંશોધન અંગેનું આ પહેલું સંસ્થાકીય સંમેલન હતું. આ સંમેલનમાં મુનિશ્રીએ પણ પૂર્ણ સહયોગ આપ્યો. પરિષદમાં એમણે “હરિભદ્રાચાર્યસ્ય સમયનિર્ણય:' નામે એક સંસ્કૃત નિબંધ રજૂ કર્યો. નિબંધ આધુનિક સંશોધન પદ્ધતિ અનુસાર, પ્રૌઢ સંસ્કૃત ગદ્યમાં હતો. પ્રો. યાકોબી, પ્રો. પાઠક અને ડૉ. સતીષચંદ્ર વિદ્યાભૂષણે તાત્ત્વિક ચર્ચા કરી, એ લેખમાં હરિભદ્રસૂરિનો સમય ઇ.સ. ૭૦૧ થી ૭૭૧ સુધીનો છે, એવું મુનિજીએ અકાટ્ય પ્રમાણો દર્શાવીને સિદ્ધ કર્યું છે.
યાકોબીએ હરિભદ્રસૂરિકૃતિ પ્રાકૃત ગ્રંથ “સમરાઈથ્ય કહા'નું સંપાદન અગાઉ કર્યું હતું. મુનિજીએ સિદ્ધ કરેલા હરિભદ્રસૂરિના સમયનિર્ણય વિશેનો તર્કબદ્ધ લેખ સાંભળીને ત્યાં હાજર રહેલા