Book Title: Sambodhi 2018 Vol 41
Author(s): J B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 223
________________ 214 ભગવાન એસ. ચૌધરી SAMBODHI હરિભદ્રસૂરીએ પ્રભુભક્તિના પાંચ પ્રકાર આપ્યા છે. ૧-વિષાનુષ્ઠાન -ગરાનુષ્ઠાન ૩અનનુષ્ઠાન ૪-તદહેતુઅનુષ્ઠાન પ-અમૃતાનુષ્ઠાન ભક્તની ભક્તિ પ્રથમ બે પ્રકારની તો ના હોવી જોઈએ એની ભક્તિ પરાભક્તિ સુધી પહોચે તો જ તે મોક્ષપ્રાપક બની શકે. સામાન્ય ભક્તિ તો પુણ્યબંધનું નિમિત્તે બની શકે અને તે સ્વર્ગનું સુખ અપાવી શકે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ શ્રી અરનાથ ભગવાનના સ્તવનમાં કહ્યું છે : ભક્તને સ્વર્ગ, સ્વર્ગથી અધિક જ્ઞાનીને ફળ દેઈ રે. કયાકષ્ટ વિના ફળ લહીએ મનમાં ધ્યાન ધરે ઈ રે. તેવી જ રીતે ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ શ્રી ઋષભદેવ ભગવાનના સ્તવનમાં કહ્યું છે મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી. જેહશું સબળ પ્રતિબંધ લાગો, ચમક પાષાણ જેમ લોહને ખેચશે, મુક્તિને સહજ તુજ ભક્તિ રાગો. સાચી ભક્તિમાં એટલું બળ છે કે પ્રથમ દર્શન વિશુદ્ધિ અપાવે છે, અને અનુક્રમે મુક્તિ પણ અપાવે છે. આમ ભક્તિ પરંપરાએ જ્ઞાનનું કારણ બને છે અને જ્ઞાન પરંપરાએ મોક્ષનું કારણ બને છે. આટલા બધા કવિઓએ આટલા બધા સ્તવનોની રચના કરી છે. તેમ છતાં છેલ્લા ત્રણસોચારસો વર્ષની સ્તવન પરંપરા જોતાં તો જૈન મંદિરોમાં મુખ્યત્વે યશોવિજયજી, આનંદધનજી, પદ્મવિજયજી, મોહનવિજયજી, ઉદયરતજી, વિનયવિજયજી વગેરેના સ્તવનો અત્યંત લોકપ્રિય રહ્યા છે. એના કેટલાક કારણોમાંનું એક મુખ્ય કારણ તે એની રચના પ્રચલિત લોકપ્રિય ઢાળમાં છે. ગેયત્વથી ભાવની વૃદ્ધિ થાય છે. મધુર કંઠે ગવાયેલી રચના હદયને સ્પર્શી જાય છે. ઋષભદેવ જિન સ્તવનમાં ઋષભદેવનું મહત્વ ગાયું છે. “ઋષભ- જિનેશ્વર પ્રીતમ માહરો રે ઓર ન ચાહું રે કંત. રીઝયો સાહિબ સંગ ન પરિહરે રે ભાંગે સાદિ-અનંત.” સંભવ માત્રથી દેવ હોય, તે સર્વની સેવા બતાવીને શ્લેષથી સંભવનાથ નામની પણ સાર્થકતા કરી બતાવી છે. શ્રી પધ-પ્રભુ સ્તવનમાં આત્મા પરમાત્મા વચ્ચેના અંતરની વાત રજૂ થઈ છે.

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256