________________
207
Vol. XLI, 2018
રઘુવિલાસમાં નિરૂપિત જીવનબોધ પોતાની જાતે કોઈ નાનો કે મોટો નથી, પણ યોગ્ય અયોગ્ય આચારને કારણે નાના-મોટાપણું પામે છે. કોઈ માણસ સ્વભાવથી ઉદાર (મહાન) પ્રિય કે અપ્રિય નથી હોતો, પણ માણસને તેના કર્મો જ સંસારમાં મોટો કે નાનો બનાવે છે. પોતાના કર્મોથી માણસ નીચે-નીચે કે ઉપર-ઉપર જાય છે. કૂવો ખોદનારો નીચે ઉતરે છે. મહેલ બનાવનાર ઉપર જાય છે. આમ જીવનમાં આચરણનું જ મહત્ત્વ છે.
માવા પરમો થકા (આચાર શ્રેષ્ઠ ધર્મ છે.) વૃત્તિ દિ સહિત સતામ્ 9 (આચરણ જ પૂજનીય છે.) जातिमात्रेण किं कश्चित् हन्यते पूज्यते कवचित् ।
व्यवहारं परिज्ञाय वध्यः पूज्योऽथवा भवेत् ॥ (કેવળ જાતિને લીધે શું કોઈને મારી નાખવામાં આવે છે? કેવળ જાતિને લીધે શું કોઈને સન્માનવામાં આવે છે? અથવા આચરણ બરાબર જાણીને જ જે તે વ્યક્તિ મારી નાખવા લાયક અથવા સન્માનવા લાયક બને છે ?)
વંશ, કુળ અને જાતિથી કોઈ માણસ મોટો બની શકે નહી, યોગ્ય આચરણ જ માણસને કીર્તિ અપાવે છે. આમ જીવનમાં આચરણનું મહત્ત્વ સમજી યોગ્ય આચરણ કરતા શીખો, કોઈપણ ઉપદેશ કે સિદ્ધાંતનો પ્રચાર તેના આચરણ દ્વારા જ થઈ શકે છે. સ્ત્રી સ્વભાવને જાણો :
ददाति रागिणी प्राणानादत्ते द्वेषिणी पुनः ।
रागो वा यदि वा द्वेषः कोऽपि लोकोत्तरः स्त्रियाः ॥ (પ્રેમ ધરાવતી સ્ત્રી પ્રાણ આપે છે, પણ દ્વેષ કરનારી (પ્રાણ) હરી લે છે. સ્ત્રીઓનો રાગ-દ્વેષ લોકોત્તર હોય છે.)
કવિ સ્ત્રીઓના રાગ-દ્વેષની વિશેષ અસર દર્શાવતા કહે છે કે સ્ત્રી જો પ્રેમ કરતી હોય તો પુરૂષ માટે પ્રાણ આપનારી બને છે, પણ જો તે પુરૂષ પ્રત્યે દ્વેષ કરતી હોય તો પ્રાણ હરનારી બને છે. આમ દરેક પુરૂષના જીવન ઉત્કર્ષ-અપકર્ષમાં સ્ત્રીનું બહું મોટુ યોગદાન હોય છે. સમયને ઓળખો :
कालज्ञता हि नाम परमोविवेकः ।० | (સમય પારખે એ જ મોટો વિવેક છે.) જીવનમાં સમયને જે માણસ ઓળખે છે તે સફળ થાય છે. સમયનો સદુપયોગ કરતાં શીખો.
1 હાનિ ? સમયબ્યુતિ ''