________________
Vol. XL, 2018 શ્રુતસાધનામાં સાધ્વીજી ભગવંતોનું પ્રદાન
201 અધ્યેતા હોવા સાથે તેમણે પચીસ હજાર શ્લોક કંઠસ્થ હતાં. તેમણે સ્થાને સ્થાને જ્ઞાન ભંડારો ખોલાવડાવ્યાં, ખુલેલાં જ્ઞાનભંડારોને વ્યવસ્થિત કરવામાં પણ તેમનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું. વિક્રમ સંવત ૨૦૩૪માં ૧૦૭ ડિગ્રી તાવમાં પણ ૨000 ગાથાઓનો સ્વાધ્યાય કરતાં કાળધર્મ પામ્યાં. સાધ્વીશ્રી નિર્મલાશ્રીજી
સાધ્વીશ્રી નિર્મલાશ્રીજીએ વિક્રમ સંવત ૧૯૫૮માં મોટા-મોટા મિનિસ્ટર, જજ આદિ ગણમાન્ય લોકોની સામે શતાવધાનના પ્રયોગ કર્યા. તેઓ ભારતના મહિલા સમાજમાં આવો પ્રયોગ કરનારા સર્વપ્રથમ હતાં. સાધ્વી શ્રી હેમગુણાશ્રીજી, સાધ્વી શ્રી દિવ્યગુણાશ્રીજી, સાધ્વી શ્રી હર્ષગુણાશ્રીજી આદિ
વર્તમાનમાં શ્રી સુવર્ણાશ્રીજીની શિષ્યાઓ શ્રી હેમગુણાશ્રીજી અને દિવ્યગુણાશ્રીજી પ્રાચીન હસ્તલિખિત પ્રતોના સંશોધન અને સંપાદનનું મહત્ત્વપૂર્ણ કાર્ય કરી રહ્યાં છે. આ શૃંખલામાં તેમના દેવેંદ્રસૂરિ વિરચિત “શ્રીલાનો વેશમતિ', માણિક્યચંદ્રસૂરિ વિરચિત “શ્રી શાંતિનાથદ્યરિતમદાવ્ય'ના બે ભાગ અને શોભનમુનિ કૃત ‘રવિતિસ્તુતિ' પર વૃત્તિ “જિ-પીયૂષ-પસ્વિની' ગ્રંથ પ્રકાશિત થયાં છે. પુસ્તક અવલોકનથી એમની સંપાદન કલા અને વિદ્વત્તાના દર્શન થાય છે. પોતાના સંસારપક્ષીય માતા સાધ્વી શ્રી રમ્યગુણાશ્રીજી છે. “ય' નામથી જ બંને સાધ્વીજીઓ લેખન અને સંપાદન કરે છે. સાધ્વી હર્ષગુણાશ્રીજીએ સચિત્ર વર્માન્જના પાંચ ભાગોનું આલેખન પણ કર્યું છે.
આ જ સમુદાયના સાધ્વી શ્રી મહાયશાશ્રીજીએ “સુરસુરીશ્વરિય'ની સંસ્કૃત છાયા લખી છે, તથા સાધ્વી શ્રી જિનયશાશ્રીજી નવતત્ત્વ સુમંત્રિા ટા'નો અનુવાદ કરી રહ્યાં છે. આ બધા વિદુષી સાધ્વીઓ આચાર્ય શ્રી વિજય મુનિચંદ્રસૂરિજી મ.સા.ની પ્રેરણા અને માર્ગદર્શનમાં સાહિત્ય-ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યાં છે. સાધ્વી શ્રી રતચૂલાશ્રીજી વિક્રમ સંવત ૨૦૦૬-૨૦૭૩)
ધોલેરા નિવાસી શ્રી રતીલાલ જેઠાલાલ જવેરી અને શાંતાબેનને ત્યાં વિક્રમ સંવત ૧૯૯૨માં અમદાવાદમાં તેમનો જન્મ થયો. તેમણે ચૌદ વર્ષની ઉમરમાં વિક્રમ સંવત ૨૦૦૬ વૈશાખ વદ ૬ પાલીતાણામાં આચાર્ય શ્રી રાજયશસૂરિજીના હાથે દીક્ષા અંગીકાર કરીને શ્રી સુવ્રતાજીના શિષ્યા બન્યાં. તેઓ બાલ્યવયથી જ પ્રતિભાસંપન્ન હતાં. પોતાની પ્રખરબુદ્ધિથી દિવસમાં સો ગાથા સુધી કંઠસ્થ કરવાની ક્ષમતાથી તેમણે જ્ઞાનના ક્ષેત્રમાં અત્યધિક પ્રગતિ કરી. તેમની આવી અપૂર્વ ગ્રહણ અને ધારણા શક્તિ જોઇને આચાર્યદેવે અગિયાર અંગસૂત્ર કંઠસ્થ કરવા કહ્યું અને તેમણે ૧૧ અંગશાસ્ત્ર કંઠસ્થ કરી લીધા. તેમાં વિશાલકાય ભગવતીસૂત્ર એકાશના તપ સાથે કંઠસ્થ કર્યું. સંસ્કૃત અને પ્રાકૃત ભાષા પર તેમની માતૃભાષા જેવો અધિકાર હતો. તેમણે પોતાના સંઘનાં જ નહીં, પણ અનેક સ્થાનકવાસી સાધ્વીઓને પણ કઠિનથી કઠિન ગ્રંથોનો અભ્યાસ સરલતાપૂર્વક કરાવ્યો છે. તેમની