Book Title: Sambodhi 2018 Vol 41
Author(s): J B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 212
________________ શ્રુતસાધનામાં સાધ્વીજી ભગવંતોનું પ્રદાન (૪) સાધ્વીજીઓની મૂર્તિ હવે પ્રસ્તુત લેખમાં સાધ્વીજી ભગવંતોની મૂર્તિ તથા પાદુકા વિષે ઉપલબ્ધ થતા છૂટા છવાયા ઉલ્લેખોને એકત્રિત કરીને કાળક્રમે રજૂ કરવાનો ઉપક્રમ છે. Vol. XI, 2018 203 સાધારણપણે સાધ્વીજી ભગવંતોની મૂર્તિ તથા પાદુકા બનતી નથી. તેમ છતાં ત્રણ વિશિષ્ટ પ્રભાવશાળી સાધ્વીજીની મૂર્તિ મળે છે. પૂજ્ય મૂલચંદજી ગણિવરના સમુદાયના મુનિવર શ્રીયશોવિજયજીના સંગ્રહમાં વિક્રમ સંવત ૧૨૦૫ની મહત્તરા સાધ્વીજીની મૂર્તિ વિરાજમાન છે. તેમના વિષે વિશેષ માહિતી મળતી નથી. વિક્રમની તેરમી સદીમાં(વિક્રમ સંવત ૧૨૫૫) દેમતિ ગણિની નામના સાધ્વી થયાં. તેઓ વિશિષ્ટ પ્રભાવશાલિની સાધ્વી હતાં. પાટણ (ગુજરાત)ના અષ્ટાપદજીના મંદિરમાં આપની મૂર્તિ પ્રતિષ્ઠિત છે. તે ઉપર ‘“વિ.સંવત્ ૨૯ તિજ વવિ ?? બુધવાર તેમતિ રળિની મૂર્તિ (.)?'' લખેલ છે. સંભવ છે કે, આ દેમતી ગણિની તે બ્રહ્માણગચ્છના આ.વિમલસૂરિની સાધ્વી મીનાગણિનીની શિષ્યા નંદાગણિની, તેમની શિષ્યા લક્ષ્મીદેમતી હોય.૧૧ વિક્રમની તેરમી સદીમાં (વિક્રમ સંવત ૧૨૭૬) આર્યા પદ્મસિરિ નામના સાધ્વી થયાં. આર્ય પદ્મમિસિરનો જન્મ વિક્રમ સંવત ૧૨૬૮માં ખંભાતના કોટ્યાધિપતિ શ્રેષ્ઠીને ત્યાં થયો હતો. જ્યારે તે આઠ વર્ષના હતા, ત્યારે એકવાર દાદાજી સાથે ઉપાશ્રયમાં ગુરુમહારાજના દર્શન માટે આવી, તેમનું તેજસ્વી લલાટ અને સૌમ્ય, શાંત મુખાકૃતિને જોઇને ત્યાં બિરાજમાન ધર્મમૂર્તિ ગુરુએ શાસન માટે તે બાલિકા માંગી. શાસનની અતિશય પ્રભાવનાનો વિચાર કરીને પરિવારજનોએ પદ્મશ્રી ગુરુમહારાજને સમર્પિત કરી દીધી. આઠ વર્ષની કન્યાને દીક્ષા આપીને તેનું નામ આર્યા પદ્મસિરિ રાખ્યું. આર્ય પદ્મસિરિના તેજસ્વી આભામંડલથી પ્રભાવિત થઈને શ્રાવિકાઓ અને કન્યાઓનાં ટોળે ટોળા તેમની પાસે દીક્ષા લેવા માટે આવવા લાગ્યાં. અલ્પ સમયમાં જ આ સાતસો શિષ્યાઓના ગુરુણી બની ગયાં. જ્ઞાનનો ક્ષયોપશમ એટલો સ્પષ્ટ તથા નિર્મલ હતો કે ગૂઢમાં ગૂઢ તત્ત્વજ્ઞાનને તે સરળ રૂપમાં સમજાવતા હતા. સૂરિ મહારાજે એમને ક્રમશઃ ‘પ્રવર્તિની’ અને પછી ‘મહત્તરા’ પદથી અલંકૃત કર્યાં. અઠ્ઠાવીસ વર્ષની ઉંમરમાં વીસ વરસ સંયમ તથા ચારિત્રનું પાલન કરીને તે વિક્રમ સંવત ૧૨૯૬ માં સમાધિપૂર્વક સ્વર્ગવાસિની થયાં. આ અસીમ ઉપકારોની સ્મૃતિમાં સંભવતઃ તેમના કાળધર્મના બે વર્ષ પછી વિક્રમ સંવત ૧૨૯૮માં પ્રતિમા સ્થાપિત કરાયી.૧૨ માતરના દેરાસરમાં સં. ૧૨૯૮ની આર્યા પદ્મશ્રીની મૂર્તિ છે. તેમનું સાધ્વી પદ્મલક્ષ્મી એવું નામ પણ મળે છે. ખેડા જિલ્લાના ‘માતરતીર્થ’(ગુજરાત)માં સુમતિનાથ પ્રભુના વિશાળ જિનાલયમાં ‘આર્યા પદ્મશ્રી'ની આરસની પ્રતિમા છે. તેની નીચે શિલાલેખ પર ‘આર્યાં પત્તિરિ' વિ. સંવત્ ૧૨૬૮' અંકિત

Loading...

Page Navigation
1 ... 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256