Book Title: Sambodhi 2018 Vol 41
Author(s): J B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 211
________________ 202 મુનિ વૈરાગ્યરતિવિજય ગણી SAMBODHI “વિક્રમભામ” નામની રચના એક ઉચ્ચકોટિની વિદ્વદ્રોગ્ય રચના છે. આ સિવાય તેમણે કેટલાય અષ્ટકો પણ ગુરૂદેવોની સ્તુતિ રૂપે રચ્યાં છે. સાધ્વીશ્રી લક્ષ્મીશ્રીજીએ ગુજરાતી ભાષામાં અનેક સ્તુતિ સ્તવનની રચના કરી છે. સાધ્વીશ્રી ભવ્યરત્નાશ્રીજીએ પરમ પૂજય આચાર્ય દેવ શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વજી મહારાજાના સમ્યગ્દર્શન વિષયનાં વ્યાખ્યાનોનો સંસ્કૃતમાં અનુવાદ કર્યો છે. સાધ્વી શ્રી ચંદનબાળાશ્રીજી તેઓ સાધ્વી શ્રી રોહિતાશ્રીજીનાં શિષ્યા છે. વિપરીત પરિસ્થિતિમાં શરીરની અનેક બિમારીઓ વચ્ચે તેમણે અમદાવાદમાં રહીને શાસ્ત્રોનું સંપાદન કર્યું છે અને અઘરાં ગણી શકાય તેવાં પૂજય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજનાં ગ્રંથોનો અનુવાદ કર્યો છે. સાધ્વી શ્રીજિનતાશ્રીજી મ., સાધ્વી શ્રી મધુરહંસાશ્રીજી મ., સાધ્વી શ્રી ધન્યહંસાશ્રીજી મ. પરમ પૂજય સાધ્વીજી શ્રીહર્ષદેખાશ્રીજીમ.ના શિષ્યા સાધ્વીજી શ્રીજિનતાશ્રીજી મ. સા. શ્રી મધુરહંસાશ્રીજી મ. સા. શ્રી ધજહંસાશ્રીજી મ. બ્રાહ્મી, ગ્રંથ અને શારદા લિપિના જાણકાર છે. આ સાધ્વીજી ભગવંતો ઉકેલવામાં કઠિન જણાતા સંયુક્તાક્ષરોને પણ આસાનીથી વાંચી શકે છે. જૈન ધર્મના ચારેય ફિરકામાં ૧૦,૦૦૦ સાધ્વીજી ભગવંતોમાં બ્રાહ્મી, ગ્રંથ અને શારદા લિપિના જાણકાર સાધ્વીજી ભગવંતો આંગળીના વેઢે ગણી શકાય તેટલાં હશે. તેમાં પણ શારદા લિપિમાં લિવ્યંતર કરનાર તો પ્રાયઃ પ્રથમ આ બે સાધ્વીજી ભગવંતો હશે. લક્ષણસંગ્રહ નામના ન્યાયના ગ્રંથોનું સાદ્યત લિપ્યુતર સા. શ્રી મધુરહંસાશ્રીજી મ.(વર્ષ ૨૧) અને સા. શ્રી ધજહંસાશ્રીજી મ.(વર્ષ ૧૪)એ કર્યું છે. વિષયની કે ન્યાયની ભાષાની અતિ અલ્પ જાણકારી હોવા છતાં તદ્દન અપરિચિત લિપિને ઉકેલવાનો પ્રયાસ કરવો એ સહેલું કામ નથી. બન્ને સાધ્વીજી ભગવંતો ઉકેલવામાં કઠિન જણાતા સંયુક્તાક્ષરોને પણ આસાનીથી વાંચી શકે છે આવી તો અનેક પ્રતિભાઓ શ્રમણી સંઘમાં વિરાજે છે. તે દરેકનો પરિચય નથી તેથી તેમનો ઉલ્લેખ થઈ શક્યો નથી. શ્રમણી સંઘમાં કોઈ યાકિની મહત્તરા છે, તો કોઇ પાહિની દેવી છે. કોઈ સિદ્ધશ્રી છે, તો કોઈ સરસ્વતી છે. સાધ્વીજી ભગવંતોએ માતા થઇને, બહેન બનીને કે પછી પુત્રી થઈને અનેક મહાપુરુષોની ભેટ ધરી છે. સાધ્વીજી ભગવંતો મહાપુરુષોનો પ્રેરણા સ્ત્રોત બન્યાં છે. તેમના પ્રદાનને વાંચીને સાધ્વીજી ભગવંતોની પ્રતિભાનું જતન, સંરક્ષણ અને સંવર્ધન કરવાની ભાવના જન્મ, ઓછામાં ઓછું સાધ્વીજી ભગવંતો પ્રત્યેનો સમાદર વધે તેવા પ્રયાસો થાય એ અપેક્ષા અસ્થાને નહીં ગણાય. - સાધ્વીઓની ગુણગરિમાના પ્રતિ અહોભાવ વ્યક્ત કરતા આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિએ કહ્યું છે – 'दासोऽहम् सर्वसाधूनाम् साध्वीनां च विशेषतः ।

Loading...

Page Navigation
1 ... 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256