Book Title: Sambodhi 2018 Vol 41
Author(s): J B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 209
________________ 200 મુનિ વૈરાગ્યરતિવિજય ગણી SAMBODHI નથમલજી અત્યંત ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ હતા. તેમણે તપાગચ્છના શ્રી કમલવિજયજી પાસે એકવીસ અઠ્ઠમ તથા ઘણાંય છ૪, ઉપવાસ ગ્રહણ કર્યા હતાં. પછી પરિવારના છ વ્યક્તિ સાથે જેમાં નાયકદે તથા તેના ચાર પુત્રોએ વિક્રમ સંવત ૧૬૫ર મહા સુદ ૬ના દિવસે પાટણમાં વિજયસેનસૂરિજી પાસે દીક્ષા ગ્રહણ કરી. “નાયકદે'નું દીક્ષા પછી “નયશ્રી” નામ આપ્યું. તેમના તૃતીય પુત્ર કર્મચંદ્ર દીક્ષા પછી કનકવિજય અને આચાર્ય પદ પછી ‘વિજયસિંહસૂરિ'ના નામથી પ્રસિદ્ધિ પામ્યાં. વિક્રમની અઢારમી સદીમાં સહજશ્રી નામના સાધ્વી થયાં. તેઓ પિતા શ્રીવંત માતા લાલબાઈની પુત્રી હતાં. પૂર્વાવસ્થામાં તેમનું નામ સહજા હતું. તેઓ લાભશ્રીની શિષ્યા સાધ્વી સહજશ્રી બન્યાં. પં. શ્રી સત્યવિજયજી ગણિવરે વિક્રમ સંવત ૧૭૧૦ વૈશાખ સુદિ ૩ ગુરુવારે ક્રિયોદ્ધાર કરી સંવેગી માર્ગ સ્વીકાર્યો ત્યારે સાધ્વી સહજશ્રીએ પણ સંવેગીપણું સ્વીકાર્યું હતું. એટલે વર્તમાન તપાગચ્છના શ્રમણીસંઘની દાદી ગુણી તે સાધ્વી સહજશ્રી છે, એમ કહીએ તો સપ્રમાણ છે. વિક્રમની ઓગણીસમી સદીમાં શ્રી સુંદરશ્રીજી નામના સાધ્વી થયાં. નાકોડા તીર્થની પ્રસિદ્ધિ અને ઉત્ક્રાંતિ સત્તરમી શતાબ્દી પછી બે સૈકા સુધી અટકી ગયેલી. ત્યારબાદ પં. હિતવિજયજી ગણિના આજ્ઞાવર્તિની સાધ્વીશ્રી શણગારશ્રીજીના શિષ્યા સાધ્વીશ્રી સુંદરશ્રીજીની સારી એવી જહેમતથી તીર્થની જાહોજલાલી વધી. તીર્થ સ્મૃતિરૂપે અહીં સાધ્વીજી મહારાજની મૂર્તિ પધરાવવામાં આવી છે. વિક્રમની વીસમી સદીમાં (વિક્રમ સંવત ૧૯૭૩-૨૦૨૨) શ્રીરંજનશ્રીજી નામના સાધ્વી થયાં. તેઓ સાધ્વીશ્રી તીર્થશ્રીજીની સંસારી પુત્રી અને શિષ્યા પણ હતાં. વિક્રમ સંવત ૨૦૧૭માં એમના જ સદુપદેશથી સમેતશિખર મહાતીર્થનો જીર્ણોદ્ધાર થયો. ઇતિહાસમાં આપનું આ પ્રદાન અપૂર્વ છે. વિક્રમની એકવીસમી સદીમાં વિશિષ્ટ પ્રતિભા ધરાવતાં, વિશેષરૂપે શ્રુતસાધનામાં ઉદ્યમ કરનારાં અનેક શ્રમણી ભગવંતો વિચરે છે. તેમાંના કેટલાંક પૂજયોનો ઉલ્લેખ અહીં પ્રસ્તુત છે. વિક્રમની વીસમી સદીમાં વિક્રમ સંવત ૧૯૮૯) શ્રી મૃગેદ્રાશ્રીજી નામના સાધ્વી થયાં. સાધ્વીશ્રી મૃગેંદ્રાશ્રીજીએ તેર વરસની ઉંમરમાં શ્રી તિલકશ્રીજી પાસે દીક્ષા લીધી. તેઓ વર્તમાન તપાગચ્છીય સાધ્વીઓમાં આ સર્વશ્રેષ્ઠ આગમ અભ્યાસી મનાતાં હતાં. તેમણે પાલીતાણા આદિમાં ૨૦૦-૨૫૦ સાધ્વીજીઓને જીવસમાસ આદિનું ગંભીર અધ્યયન કરાવ્યું હતું. આ જ સદીમાં (વિક્રમ સંવત ૧૯૯૦) સાધ્વી શ્રી નિરૂપમાશ્રીજી નામના સાધ્વી થયાં. સાધ્વી શ્રી નિરૂપમાશ્રીજી અનેક આગમ-ગ્રંથોના વિજ્ઞાતા હતાં. ભારતવર્ષના શ્રમણી-સંઘમાં તેમના પરિવારની એક અપ્રતિમ વિશેષતા છે કે એક જ પરિવારમાં ચાર સાધ્વીઓ “શતાવધાની છે. તેમના નામ છે (૧) સાધ્વી શ્રી મયણાશ્રીજી (૨) સાધ્વી શ્રી શુભોદયાશ્રીજી (૩) સાધ્વી શ્રી અમિતગુણાશ્રીજી (૪) સાધ્વી શ્રી અમિતગુણાશ્રીજી. સાધ્વી શ્રી નિરંજનાશ્રીજી તેમની કૃતોપાસના ઉલ્લેખનીય છે. તેઓ સંસ્કૃત, પ્રાકૃત, કાવ્ય, ન્યાય આદિની ઉચ્ચકોટિના

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256