Book Title: Sambodhi 2018 Vol 41
Author(s): J B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 207
________________ 198 મુનિ વૈરાગ્યરતિવિજય ગણી SAMBODHI નિર્ભીક અને પ્રજ્ઞાશીલ સાધ્વી હતાં. તેમના વિષયમાં આ ઘટના પ્રસિદ્ધ છે કે – એકવાર દિગંબર આચાર્ય કુમુદચંદ્ર સાધ્વી સરસ્વતીશ્રીનો તિરસ્કાર કર્યો. તેઓ આચાર્યશ્રી દેવસૂરિજીની પાસે આવ્યાં અને આચાર્યશ્રીને લલકારતાં કહ્યું, “આપની વિદ્વત્તા શું કામની? જે હથિયાર શત્રુને ન જીતી શકે તે હથિયાર શું કામનાં? જેથી પરાભવ વધે એવી સમતા શું કામની?” સાધ્વીશ્રીનો પડકાર સાંભળીને આચાર્યશ્રીએ દિગંબર વાદીઓ સાથે શાસ્ત્રાર્થ કરવા માટે પાટણ સંઘને પત્ર લખ્યો. તેઓ શાસ્ત્રાર્થમાં વિજયી થયા. આચાર્યશ્રીનો મહિમા ચારે બાજુ ફેલાયો. શાસ્ત્રાર્થનો વિષય સ્ત્રી મુક્તિને લઈને હતો. આચાર્યશ્રીને શાસ્ત્રાર્થ માટે પ્રેરિત કરવાવાળા સાધ્વી સરસ્વતીનું નામ ઇતિહાસના પાનાં પર આજે પણ અમર છે. | વિક્રમની પંદરમી સદીમાં (વિક્રમ સંવત ૧૪૬૬માં) મહત્તરા શ્રી ચારિત્રચૂલા સાધ્વી અને મહત્તરા શ્રી ભુવનચૂલા સાધ્વી નામના સાધ્વી થયાં. સાધ્વી મહત્તરા શ્રી ચારિત્રચૂલા વિનયી હતાં, ગણની ભક્તિ કરતાં હતાં, શુદ્ધ જ્ઞાન, દર્શન અને ચારિત્ર ધરાવતાં હતાં. સાધ્વી મહત્તરા શ્રી ભુવનચૂલા શાસ્ત્રોમાં નિપુણ હતાં તેમ જ બ્રાહ્મી જેવા કુશળ હતાં. આચાર્યશ્રી ગુણરતસૂરિજીએ “ગુરુપર્વક્રમ”માં અને આચાર્યશ્રી મુનિસુંદરસૂરિજીએ “ગુર્નાવલી” માં ભગવાન મહાવીરસ્વામીથી આરંભીને પોતાના સમય સુધીનો ઇતિહાસ ગૂંચ્યો છે. તેમાં લખ્યું છે કે – આ ગચ્છમાં ગુરુવિનય, ગણભક્તિ, શુદ્ધ જ્ઞાન, દર્શન અને ચારિત્રવાળાં સાધ્વી મહત્તરા શ્રી ચારિત્રચૂલા, શાસ્ત્રોમાં નિપુણ, બ્રાહ્મી જેવા કુશળ પ્રશંસનીય સાધ્વી મહત્તરા શ્રી ભુવનચૂલા વગેરે તથા આઠ પ્રકારના પ્રભાવકો, મોટા વાદીઓ અને વિવિધ લબ્ધિધરો છે. વિક્રમની પંદરમી સદીમાં (વિક્રમ સંવત ૧૪પરમાં) શ્રીધર્મલક્ષ્મી મહત્તરા નામના સાધ્વી થયાં. આનંદ મુનિ ઓસવંશીએ વિક્રમ સંવત ૧૫૭૭ માં મંડવુ (માંડવગઢ)માં થર્મનસ્ક્રીમદત્તર ભાર પ૩ પદ્યોમાં રચ્યો. તેમણે અગિયાર અંગોનું અધ્યયન કર્યું હતું, તેઓ છ ભાષાઓના જ્ઞાતા હતાં, બહુશ્રુત હતાં. તેમનું સંયમનિષ્ઠ જીવન જોઈને વિક્રમ સંવત ૧૫૭૧માં દેલવાડામાં તેમને “મહત્તરા પદ પર સ્થાપિત કર્યા વિક્રમ સંવત ૧૫૦૭ સ્તષ્મતીર્થ (ખંભાત)માં બૃહત્તપાગચ્છના જ્ઞાનસાગરસૂરિ રચિત “વિમર્તરિત્ર મહાવ્ય'માં પણ તેમનું સંસ્મરણ કર્યું છે. ગ્રંથકારે તેમની “સ્વત્નક્ષનનની, પ્રવી, વિધિસંયુતા, સરસ્વતીશ' કહીને સ્તુતિ કરી છે. | વિક્રમની સોળમી સદીમાં (વિક્રમ સંવત ૧૫૦૮) શ્રી ભાવલક્ષ્મી નામના સાધ્વી થયાં. તેઓ પૂર્વાવસ્થામાં પોરવાલવંશીય પિતા સલાહ અને માતા ઝબકની સુંદરી નામની કન્યા હતાં. તેમણે પોતાના સંસારી ભાઈ શ્રી રતસિંહસૂરિની પ્રેરણાથી સાધ્વી રતચૂલા પાસે પ્રવ્રજ્યા અંગીકાર કરી. શ્રી ઉદયધર્મનાં શિષ્ય ભાવલક્ષ્મી પર “ધુત્ત’ નામની રચના વિક્રમ સંવત ૧૫૦૮માં કરી. જેની હસ્તલિખિત પ્રત પાટણ ભંડારમાં સુરક્ષિત છે. વિક્રમની સોળમી સદીમાં મહત્તરા ઉદયચૂલા નામના સાધ્વી થયાં. તેમનાં જીવન વિષે વિશેષ જાણકારી ઉપલબ્ધ નથી થતી. કેવળ “શ્રીમતી ઘૂનાવાધ્યાય'માં તેમના ગુણોનું વર્ણન છે. તેઓ

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256