Book Title: Sambodhi 2018 Vol 41
Author(s): J B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 205
________________ SAMBODHI 196 મુનિ વૈરાગ્યરતિવિજય ગણી ૧૫૭૧માં દેલવાડામાં મહત્તરા’ પદ પર સ્થાપિત કર્યા. વિ.સંવત્ ૧૫૧૬માં લખેલી ઉત્તરાધ્યયનની એક પ્રતથી જણાય છે, કે તે રતસિંહસૂરિના શિષ્યા હતાં, તેમને ભણવા માટે ઉક્ત પ્રત લખાયેલી છે. ઐતિહાસિક લેખ સંગ્રહના અનુસાર વિક્રમ સંવત ૧૫૦૦ સ્તન્મતીર્થ (ખંભાત)માં બૃહત્તપાગચ્છના જ્ઞાનસાગરસૂરિ રચિત “વિમર્તરિત્ર મહીલવ્ય' માં પણ તેમનું સંસ્મરણ કર્યું છે. ગ્રંથકારે તેમની “સ્વક્ષાનની, પ્રવીણા, વિધિસંયુતા, સરસ્વતીશ” કહીને સ્તુતિ કરી છે. વિક્રમની સત્તરમી સદીમાં સમૃદ્ધિ ગણિની નામના સાધ્વી થયા. તેમની પ્રાર્થનાથી ઉપાધ્યાય શ્રી સર્વરાજ ગણિએ નાથસાર્ધશતવા ઉપર વૃત્તિની રચના કરી. સોળમી સદીમાં શ્રી દૂલા આર્યા નામના સાધ્વી થયા. તેઓ ભવ વિરક્ત, તપસ્વિની, નિરાસક્ત, સુવિનીત, શ્રુતદેવી જેવા હતાં. તેમની પ્રાર્થનાથી કવિ “ધાહિલીએ પ્રાકૃતઅપભ્રંશ મિશ્રિત ભાષામાં પરિરિ (પાશ્રી)' ચરિત્ર રચ્યું છે. તેની પ્રત પાટણ જૈન ભંડારમાં છે. અઢારમી સદીમાં (વિક્રમ સંવત ૧૭૨૩) શ્રી મહિમાસિદ્ધિ નામના સાધ્વી થયા. તેમની પ્રાર્થનાથી ખરતરગચ્છના ભટ્ટારક આચાર્યશ્રી જિનચંદ્રસૂરિના રાજ્યમાં વાચક કમલહર્ષે સંવત્ ૧૭૨૩ સોજત શહરમાં ‘શવૈકાત્નિ સ અધ્યયનપતિ' ની રચના કરી.’ સાધ્વીજીઓ દ્વારા વિદ્વત્તાપરક કાર્યો અને ગ્રંથ રચના હવે આ લેખમાં અત્યાર સુધી થતા છૂટા છવાયા ઉલ્લેખોને એકત્રિત કરીને સાધ્વીજી ભગવંતોના વિદ્વત્તાપક કાર્યો અને ગ્રંથરચના જેવા ઉત્કૃષ્ટ પ્રદાનને કાળક્રમે રજૂ કરવાનો ઉપક્રમ છે. યૂનાની રાજા સિકંદરની યાત્રાનાં વર્ણનમાં શ્રમણીઓનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ભારત પર યૂનાની નરેશ સિકંદરનું આક્રમણ ઈ.પૂ. ૩૨૭માં થયું હતું. યૂનાનીઓની યાત્રામાં શ્રમણ તથા શ્રમણીઓનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. જયારે સિકંદરનો સેનાપતિ પાછો ફરીને તક્ષશિલાની પાસેથી જતો હતો, ત્યારે યૂનાની પ્રત્યક્ષદર્શિઓએ જાણ્યું કે ‘‘પુરુષોની સાથે સ્ત્રીઓ પણ દર્શન શાસ્ત્રનું અધ્યયન કરતા હતા તથા પોતાની પરંપરાનુસાર અત્યંત સંયમી જીવન જીવતા હતાં.” વિશેષાવમાષ્ય અને નિશીથવૂ ના ઉલ્લેખ અનુસાર મરૂષ્ઠરાજ નામના વિદેશી શક શાસકની સમક્ષ તેની વિધવા બહેને પ્રવ્રુજિત થવાની ઇચ્છા પ્રગટ કરી. શક રાજાની બહેન શ્રમણ ધર્મના સિદ્ધાંતોથી પ્રભાવિત હતી. તે સંસાર ત્યાગીને નિવૃત્તિ માર્ગ અપનાવવા માંગતી હતી. મુરૂષ્ઠરાજ તે સમયના પ્રચલિત ઘણાંય ધર્મ સંપ્રદાયોમાં સહુથી શ્રેષ્ઠ ધાર્મિક સંગઠનમાં પોતાની બહેનને દીક્ષિત કરવા માંગતો હતો. એક સમય મુરૂષ્ઠરાજે પોતાની બારીથી જોયું કે રાજમાર્ગ પર કંઇક કોલાહલ થઇ રહ્યો છે. સેવકોને પૂછવાથી આ જણાયું કે એક કૃશકાય જૈન સાધ્વીએ પોતાના વસ્ત્ર-પાત્રાદિ પાગલ હાથી સામે

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256