________________
192
મુનિ વૈરાગ્યરતિવિજય ગણી
SAMBODHI
હતું. આ રચના સંવત્ ૧૬૯૯ ભાદરવા વદ બીજની છે. તેમની પાંચ ગાથાની એક રચના કિનરાનજિીત પણ છે. જે અગરચંદ નાહટા (બીકાનેર)ના સંગ્રહમાં છે.
| વિક્રમની અઢારમી સદીમાં (વિક્રમ સંવત ૧૭૨૧) સાધ્વી ગુણશ્રી નામના સાધ્વી થયા. તેઓ અંચલગચ્છના આચાર્યશ્રી ધર્મમૂર્તિસૂરિના સમયમાં થયાં હતાં. મહોપાધ્યાય રતસાગરજીના શિષ્યા હતાં. તેમણે “ વોવીસી'ની રચના કરી. આ રચના સંવત ૧૭૨૧માં કપડવંજમાં ચોમાસામાં કરી હતી. આ સિવાય અંચલગચ્છના કેટલાંય સાધ્વીજી ભગવંતોએ વિક્રમ સંવત ૧૫૦૦થી ૧૭૦૦ની વચમાં કેટલીય વિદ્વત્તાપૂર્ણ રચનાઓ કરી છે. અંચલગચ્છમાં અન્ય ઘણી મહત્તરા સાધ્વીઓનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે, જેમાં તિલકપ્રભા ગણિની, મેલસ્મી, મહિમાશ્રીજી આદિના નામ વિશેષ ઉલ્લેખનીય
વિક્રમની વીસમી સદીમાં (વિક્રમ સંવત ૧૯૧૬)માં ઋદ્ધિશ્રી નામના સાધ્વી થયાં. તેમણે ગુજરાતી ભાષામાં સંવત્ ૧૯૧૬માં રચિત “પ્રતાપવા લૂલિંદ રાણ'ની રચના કરી છે. આમાં અજીમગંજના ધર્મપ્રેમી બાબૂ પ્રતાપસિંહજીના ધર્મકાર્યોનો ઉલ્લેખ છે. તે ઐતિહાસિક રાસ સંગ્રહ ભાગ૧માં મુદ્રિત છે."
વીસમી સદીમાં પાર્વતી નામના સાધ્વી થયા. તેમણે ચાર કૃતિઓ રચી છે. (૧) વૃત્તમ ઉત્ની (રચના સંવત ૧૯૪૦) (૨) નિતનશુમાર ઢાળ (રચના સંવત ૧૯૪૦) (૩) સુતિ વરિત્ર (રચના સંવત ૧૯૬૧) (४) अरिदमन चोपाई
ગ્રંથ રચનાની આ પરંપરામાં સાધ્વીજી શ્રી રતચૂલાશ્રીજી મહારાજનું પણ નોંધપાત્ર પ્રદાન છે. તેઓ ૧૪ વર્ષની ઉંમરમાં દીક્ષા અંગીકાર કરીને સાધ્વીજીશ્રી સુતાજી મહારાજના શિષ્યા બન્યાં. તેમણે પોતાની પ્રખરબુદ્ધિથી એક દિવસમાં સો ગાથા સુધી કંઠસ્થ કરવાની ક્ષમતા વિકસાવી હતી. તેમની આવી અપૂર્વ ગ્રહણ શક્તિ અને ધારણા શક્તિ જોઇને પરમ પૂજય આચાર્યદેવ શ્રી વિજય લબ્ધિસૂરીશ્વરજી મહારાજે તેમને અગ્યાર અંગસૂત્ર કંઠસ્થ કરવા કહ્યું અને તેમણે કંઠસ્થ કરી લીધા. તેમાં વિશાલકાય ભગવતીસૂત્ર એકાશન તપ સાથે કંઠસ્થ કર્યું. તેમણે વિમમwામર અને કેટલાય અષ્ટકો ગુરૂદેવોની સ્તુતિ રૂપમાં રચ્યાં છે.
આ સિવાય અનેક પ્રતિભાવંત શ્રમણી ભગવંતો અનેક રીતે શ્રુતસાધનામાં અદ્ધત પ્રદાન કર્યું છે. તેમની નિષ્ઠાને શત શત નમન.