________________
Vol. XLI, 2018 શ્રુતસાધનામાં સાધ્વીજી ભગવંતોનું પ્રદાન
189 | વિક્રમની તેરમી સદીમાં (વિક્રમ સંવત ૧૨૩૩) સિરિમા મહત્તરા નામના સાધ્વી થયા. તેઓ આચાર્યશ્રી જિનપતિસૂરિજીના આજ્ઞાનુવર્તિની સાધ્વી હતા. તેમણે સંવત્ ૧૨૩૩માં લખેલું ૨૦ ગાથાનું “શ્રીબિનપતિસૂરિવદામUT મળે છે, જેની ભાષા પ્રચલિત લોકગીતોની ભાષા જેવી છે. આ ભાષા તત્કાલીન મારૂગુર્જરનું પ્રાકૃતિક સ્વરૂપ પ્રસ્તુત કરે છે.
| વિક્રમની પંદરમી સદીમાં (વિક્રમ સંવત ૧૪૪૫ લગભગમાં) મહત્તરા સાધ્વી મહિમાશ્રી નામના સાધ્વી થયા. તેઓ અંચલગચ્છના આચાર્ય શ્રી મેરૂતુંગસૂરિજીના સંપ્રદાયના તેજસ્વી સાધ્વી હતાં. સૂરિજીએ આપને “મહત્તરા” પદથી વિભૂષિત કર્યા હતા. તેમનો સમય સંવત્ ૧૪૪૫ થી ૧૪૭૧નો છે. તેમણે “પવિત્તાનિ અવધૂરિ' રચી છે. મેરૂતુંગસૂરિ રાસમાં તેમનો ઉલ્બ સાંપડે છે.
श्री महिमश्री महत्तरा ए, माल्हंतंडे थापिया महत्तरा भारि ।
સાદ વર ધ કચ્છવ યા ા, માલ્જત નાર પંડ્યારિ (મેરૂતુંગસૂરિ રાસ)
આ જ સદીમાં (વિક્રમ સંવત ૧૪૪૫ લગભગ) પ્રવર્તિની મેરુલક્ષ્મી નામના સાધ્વી થયા. તેમણે બે સ્તોત્રની રચના કરી છે. સાત શ્લોકનું ‘મતિનાથ સ્તવન' અને પાંચ શ્લોકનું “તારંપાખંડન
જિતનાથ સ્તવન'. આ બે સ્તોત્ર આચાર્યશ્રી શીલરતસૂરિજી કૃત ચાર સ્તોત્રોની સાથે મળતા હોવાથી તેમના સમકાલીન માનવામાં આવે છે. આ બન્ને કૃતિઓ પ્રૌઢાવસ્થાની જ છે. આ કૃતિઓ સરસ અને પ્રવાહપૂર્ણ છે. તેમની ભાષા પણ પ્રાંજલ છે. પ્રથમ સ્તોત્રનાં છંદ-વૈવિધ્યથી જાણી શકાય છે કે તેઓ છંદ અને સાહિત્યના જ્ઞાતા પંડિતા સાધ્વી હતા.
આ જ સદીના ઉત્તરાર્ધમાં વિક્રમ સંવત ૧૪૭૭માં) ગુણસમૃદ્ધિ મહત્તરા નામના સાધ્વી થયા. તેઓ ખરતરગચ્છના આચાર્યશ્રી જિનચંદ્રસૂરિનાં શિષ્યા હતાં. તેમણે ૫૦૩ પદ્યોમાં જૈન મહારાષ્ટ્રી(પ્રાકૃત)માં ‘ગંગાસુંદરી વરિય” રચ્યું છે. આમાં હનુમાનજીની માતા અંજનાસુંદરીનું ચરિત્ર છે. આની રચના સંવત્ ૧૪૭૭ ચૈત્ર સુદ ૧૩ના દિવસે જેસલમેરમાં થઇ હતી. તેઓ પ્રાકૃત ભાષામાં ગ્રંથરચના કરનારા સર્વ પ્રથમ સાધ્વી કહેવાય છે. તેમનાં વૈદુષ્યની પ્રશંસા ઘણાં જૈન ઇતિહાસકારોએ પોતાના ગ્રંથોમાં કરી છે
પંદરમી સદીના ઉત્તરાર્ધમાં (વિક્રમ સંવત ૧૪૯૨ લગભગ) શ્રી જયમાલા નામના સાધ્વી થયા. તેઓ ખરતરગચ્છના આચાર્યશ્રી જિનચંદ્રસૂરિના (૧૪૯૨-૧૫૩૦) શિષ્યા હતા. તેમણે સાત ગાથાનું “શ્રીનિનવનસૂરિજાત' અને “ચન્દ્રમ તવન' રચ્યું છે. તેની હસ્તપ્રત શ્રી અગરચંદજી નાહટાના (બીકાનેર) ગ્રંથભંડારમાં છે.
પંદરમી સદીના ઉત્તરાર્ધમાં (વિક્રમ સંવત ૧૪૯૩ લગભગ) શ્રી રાજલક્ષ્મી નામના સાધ્વી થયા. તેઓ પોરવાડવંશના ગેહાની પત્ની વિલ્હણદેના પુત્રી હતાં. તેઓ આચાર્યશ્રી જિનકીર્તિસૂરિના બહેન હતા. તથા તપાગચ્છના શ્રી શિવચૂલા મહત્તરાના શિષ્યા હતા. તેમણે સંવત્ ૧૪૯૩માં