Book Title: Sambodhi 2014 Vol 37
Author(s): J B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 181
________________ Vol. XXXVI, 2014 જૈન અને બૌદ્ધ ધર્મશાસનમાં પર્યાવરણ સંરક્ષણ 173 (ultraviolate) કિરણો, જે મનુષ્ય અને સમગ્ર પ્રાણીસૃષ્ટિના અસ્તિત્વ માટે હાનિકારક છે, તેને રોકનાર ઓઝોનવાયુનું સ્તર નષ્ટ થતું જાય છે, તેને કારણે સૂર્યની પ્રચંડ ગરમીનો અનુભવ કરવો પડશે. મુનિશ્રી નંદિઘોષવિજયજીએ પોતાના “જૈનદર્શનઃ વૈજ્ઞાનિક દષ્ટિએ” – પુસ્તક (પૃ.૧૯૯)માં આ રીતે લખ્યું છે : “જૈનદષ્ટિએ નિર્દેશિત કાલવિભાજન અનુસાર છઠ્ઠા આરાના વર્ણનમાં બતાવ્યું છે કે તે સમયે અગ્નિની વર્ષા થશે - જે વિષાકત હશે. તેનાથી પૃથ્વીમાં હાહાકાર થશે......મનુષ્ય વગેરે.... દિવસ દરમ્યાન વૈતાઢ્ય પર્વતની ગુફામાં રહેશે અને રાત્રિના સમયે જ બહાર નીકળશે. સર્વ માંસાહારી હશે.” આજના પર્યાવરણવાદી વૈજ્ઞાનિકો ઑઝોનવાયુનું સ્તર નષ્ટ થઈ રહ્યું હોવાની બાબતમાં જે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, તેનો જ સંદર્ભ અહીં નથી મળતો? બ્રહ્માંડની પ્રત્યેક ક્રિયા-પ્રક્રિયા-ઘટનાઓ કે સ્થિતિમાં એક ચોક્કસ પ્રકારના નિયમોનું પ્રવર્તન હોય છે. બ્રહ્માંડની આ સંરચના અને વૈવિધ્યસભર પરિસ્થિતિઓ અને ઘટનાઓનું અવલોકન કરીને જ આપણા પૂર્વાચાર્યોએ યોગ્ય જીવનશૈલી માટેના આદર્શો અને નીતિનિયમો પ્રસ્તુત કર્યા હતા. પ્રકૃતિ સાથેના સમન્વયથી યુક્ત જીવનપદ્ધતિ મનુષ્યના વર્તમાન અને ભાવિજીવનના સુખશાંતિ માટે ઉપયોગી સિદ્ધ થઈ શકે છે. જૈન અને બૌદ્ધ દર્શનમાં ઉપદેશિત આચાર વિચારના નિયમો - જેમ કે અપરિગ્રહ, પરિગ્રહ પરિમાણવ્રત, ઇચ્છા પરિમાણવ્રત-મતાહાર, શીલ-સદાચાર વગેરેના પાલનથી બાહ્ય ચીજવસ્તુઓના સંયમિત અને નિયંત્રિત ઉપયોગથી પર્યાવરણનું સંતુલન સાધી શકાય છે. પણ આ નિયંત્રણ વ્યક્તિએ પોતે જ, સામાજિક જીવનમાં વિષમતા ઉત્પન્ન કરનાર રાગાદિ કષાયોના ક્ષય અને અહિંસા, મૈત્રી જેવી ભાવનાઓના ઉત્કર્ષથી સિદ્ધ કરવાનું છે. વ્યક્તિની આંતરિક વિશુદ્ધિ જ પ્રાકૃતિક અને સામાજિક જીવનમાં સંવાદિતા સ્થાપિત કરી શકે છે. આ સંવાદિતા જ પર્યાવરણ વિશુદ્ધિનો પર્યાય બની શકે છે. વ્યક્તિગત અને સામાજિક જીવનમાં રાગ-દ્વેષાદિ કષાયો અને કલુષિત પર્યાવરણ ममत्वं रागसंभूतं वस्तुमात्रेषु यदि भवेत् । साहिंसाऽक्तिरेषेव जीवोऽसो बद्धनेऽनया ॥ વસ્તુમાત્ર પ્રત્યે રાગથી જે મમત્વ ઉત્પન્ન થાય છે – તે જ હિંસા છે, તે જ આસક્તિ છે. તેનાથી આ આત્મા આબદ્ધ થાય છે. મનુષ્યના મનમાં રહેલા ઇર્ષ્યા, ક્રોધ આદિ કષાયો અને તૃષ્ણા-મોહ વગેરે પણ સર્વ અનિષ્ટોના મૂળમાં રહેલા છે. વિષયભોગની વાસના સર્વ સંઘર્ષોની જનની છે. પ્રતિશોધની જે ભાવના છે, વેરથી વેરનો બદલો લેવાની જે વૃત્તિ છે, તેનાથી કેટલો બધો આંતક પ્રસરે છે, તેનો આજે

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230