Book Title: Sambodhi 2014 Vol 37
Author(s): J B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 192
________________ 184 ભીમજી ખાચરિયા , SAMBODHI સત્રિય લોકનાટ્ય શ્રી ભરતમુનિ રચિત નાટ્યશાસ્ત્રના સિદ્ધાંતોમાંથી નૃત્યસિદ્ધાંત અંગે સૌ પ્રથમ આ નૃત્ય વિભાવના મળે છે. * “નૃત્ય જામનયન વિતાત્રયુક્ત ભવેત " નૃત્ય એ ગીત, અભિનય, ભાવ અને તાલથી સંમિલિત હોવું જોઈએ. "आस्येनालम्बयेंद गीतं हस्तेनार्थं प्रदर्शयेत् / વક્ષ સરવે માવં પાવાગ્યાં તાનમાઘરેત્ " મુખથી ગાન કરવું, હસ્ત વડે કાર્યનો અર્થ દર્શાવવો, બન્ને નેત્રો વડે ભાવ પ્રગટ કરવો, બન્ને પગ વડે અભિનયથી તાલનું અનુસરણ કરવું એ નૃત્ય છે. કારણ કેઃ "यत्तो हस्तस्ततो द्रष्टियतो दृष्टिस्ततो मनः ચત્તો મનતતો માવો થતો માવતો રસઃ " જ્યાં હસ્ત જાય છે ત્યાં દષ્ટિ જાય છે, જ્યાં દષ્ટિ જાય છે ત્યાં મન જાય છે; જ્યાં મન જાય છે. ત્યાં ભાવ જાય છે અને જ્યાં ભાવ હોય છે ત્યાં રસાનુભૂતિ હોય છે. ભારતીય નૃત્યકલા અંગે ભારતીય મહાકાવ્યોમાં વાલ્મિકી રચિત રામાયણ ગ્રંથમાં ભગવાન રામચંદ્રના રાજ્યાભિષેક વખતે પણ લોકનૃત્યની કલાનો ઉલ્લેખ મળે છે. “नट नर्तकसंघानां गायकानांच गायताम् / યતઃ સુરવ્રવારઃ સુશ્રાવ બનતા તતઃ " રામાયણના આ શ્લોકમાં કહેવાયું છે કે, અભિનેતા નર્તક, નર્તકીઓ, ગાયક અને એમનાં ગાન અને મનોહર વચનને પ્રજા આનંદથી સાંભળતી હતી. રામાયણના અનેક કાંડમાં આ રીતે ? નૃત્યના ઉલ્લેખ મળે છે. આ બાબતના ઉદાહરણો અહીં આ મુજબ જોઈ શકાય.' उपनृत्यंतः भरतं भरद्वाजस्य शासनात् / (उत्तरकाण्ड) गीतं, नृत्यं च वाद्यं च लभ मां प्राप्य मैथिलि / (सुन्दरकाण्ड) गायंत्यो नृत्यमानश्च वादयंतंतु राघव / (बालकाण्ड) અહીં પ્રમાણ મળે છે કે, મહાકાવ્ય યુગમાં પણ રાજ્યવર્ગ, બ્રાહ્મણો, પુરોહિતો અને ઋષિમુનિઓ નૃત્યની ચર્ચા કરતા હતા. વિશેષમાં રાજા મહારાજાઓને સંગીતની સાથે નૃત્યની પ્રસ્તુતિ પણ અપાતી હતી. મહાકાવ્ય મહાભારતને તપાસતાં પણ નૃત્ય અને નૃત્યગીતનાં અનેક ઉદાહરણો મળે છે. જે આ મુજબ જોઈ શકાય છે.

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230