Book Title: Sambodhi 2014 Vol 37
Author(s): J B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 193
________________ Vol. XXXVI, 2014 સત્રિય લોકનાટ્ય 185 ततो वादिन नृत्ताभ्याम् । (आदिपर्व) नृत्तं गीतं च वाद्यं च चित्रसेनादवाप्नुहि । (आरण्यपर्व) नृत्यवादिन गीतानाम् (शांतिपर्व) नृत्यवादित्र गीतैश्च भावैश्च विविधैरपि । रमयन्ति महात्मानं देवराजं शतकतुम् । (सभापर्व) મહાભારતની સાથે શ્રીમદ્ભાગવત વગેરેને તપાસતાં શ્રીકૃષ્ણની રાસલીલા, શ્રીકૃષ્ણનું પરમાત્મા પ્રતીકનું સ્વરૂપ અને ગોપીઓનું જીવાત્મા પ્રતીકનું સ્વરૂપ પણ નૃત્ય અંગે સંદર્ભ પૂરાં પાડે છે. ભારતીય મહાકાવ્ય યુગમાં થયેલાં મહાકવિઓ જેમકે, કાલિદાસ વગેરેના સાહિત્ય અને નાટકોમાં નૃત્યસંબંધે ઘણાં સંદર્ભ મળે છે. રઘુવંશ, કુમારસંભવ, મેઘદૂત, ઋતુસંહાર વગેરે કાવ્યોમાં અને માલવિકા–અગ્નિમિત્ર નાટકમાં પણ નૃત્યકલાની ચર્ચાઓ, નૃત્યાચાર્ય, નૃત્યશિષ્યો વગેરેના સંદર્ભ મળે છે. અહીં નાયિકા માલવિકા અને નાયક અગ્નિમિત્ર માલવિકાને નૃત્યનું શિક્ષણ આપે છે, એ નૃત્યવિદ્યા ભારતીય સંસ્કૃત સાહિત્યમાં નૃત્યનો મહિમા પ્રગટ કરે છે. देवानामिदमामन्ति मुनयः कान्तं. ऋतुं चक्षुषु रुद्गणेदमुमाकृतव्यतिकरे स्वांगे विभक्त द्विधा । त्रैगुण्योद्भवमत्र लोकचरितं नानारसं दृश्यते नाट्यं भिन्नरुचेर्जनस्य बहुधाप्येकं समाराधनम् (मालविका - अग्निमित्र) ભારતીય નૃત્યશાસ્ત્રના આચાર્ય ભરતમુનિ અને ભારતીય મહાકવિ કાલિદાસ વગેરે ભારતીય નૃત્યો અંગે આમ કહી નૃત્યનો મહિમા કરે છે, જે નૃત્ય વૈદિક યુગથી ભારતવર્ષમાં થતાં આવ્યાં છે. પ્રજાનો સંસ્કાર બનીને પ્રકૃતિના સ્વરૂપોને જીવનમાં ઊતારનાર આ નૃત્યોની વિવિધ શૈલીઓના સ્વરૂપે, શાસ્ત્રીય અને લોક, એમ નાટ્યધર્મ અને લોકધર્મ શૈલી ગણી શકાય. શૈલીના પ્રભેદે ભારતીય લોકનાટ્યોને આપણે લોકધર્મી શૈલીમાં મૂકી શકીએ. જે લોકધર્મ શૈલીમાં મૂળ નાટ્યધર્મના સંસ્કારો તો છે જ. કાળક્રમે પ્રજાના સાંસ્કૃતિક, સામાજિક વિકાસભેદે કળાના શાસ્ત્રીય અને લોકસ્વરૂપ બંધાયા એમાંનું એક એટલે લોકનાટ્ય. ભારતીય લોકનાટ્ય અંગે ગુજરાતી સાહિત્ય કોશ, ખંડ ત્રણમાં ચન્દ્રકાન્ત ટોપીવાળા કહે છે : “લોકસાહિત્યનો નાટ્યપ્રકાર, આની ભજવણી માટે ખૂલ્લી જગ્યા અને ગ્રામીણ કે તળ સમાજના લોકોની હાજરી હોય એટલે એની જરૂરિયાત પૂરી થાય છે. સંગીત, નૃત્ય અને અભિનય આ ત્રણ દ્વારા પુરાણવિષય કે ધર્મવિષયને લઈને ચાલતા લોકનાટ્યમાં ક્યારેક તત્કાલિન સામાજિક દૂષણો અને સ્થાનિક પરિસ્થિતિ તરફ પણ અણસાર હોય છે, પણ એનું મુખ્ય લક્ષ્ય મનોરંજન રહે છે. નટો અને પ્રેક્ષકો વચ્ચે નિકટતા ખાસ્સી જોઈ શકાય છે. મોટા ભાગના લોકનાટ્યોમાં પુરુષો જ સ્ત્રી અને પુરુષોનો પાઠ ભજવે છે. ક્યારેક પાત્રોચિત મહોરાંઓનો પણ ઉપયોગ થાય છે. સંવાદો ઘણુંખરું પ્રશ્નોતરી રૂપે આવે છે. તળપ્રજાની નિહિત નાટ્યશક્તિ અહીં ખપ લાગે છે.'

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230