Book Title: Sambodhi 2014 Vol 37
Author(s): J B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 211
________________ vol. XXXVII, 2014 વિભાવના અને વિશેષોક્તિ અલંકારમાં કાર્યાશનું બાધ્યત્વ 203 પરંતુ રુચ્યકના ટીકાકાર જયરથ અલંકારસર્વસ્વના આ પાઠને ‘અપપાઠી (દૂષિત કે કલ્પિત) માને છે. તેઓ રાજાનક તિલકના મતનો હવાલો આપીને મૂળ પાઠ અંગે સમર્થન મેળવે છે. તેઓ સ્પષ્ટ શબ્દોમાં પ્રતિલિપિકારોની ભૂલ તરફ નિર્દેશ કરે છે – “સેવઋત્વિતશયમપાય:' (સૂ.૪૨ ઉપરની વિશની) વિશેષોક્તિનું એક પ્રસિદ્ધ ઉદાહરણ લઈને જયરથ આ આખીય વિગતનો પરામર્શ કરતાં કહે છે કે તે સ્ત્રી નયતિ વગેરેમાં બલનું હરણ ન થવારૂપ કાર્યના અભાવ દ્વારા તનુહરણરૂપ કારણનો બાધ કંઈ થતો નથી. પરંતુ તનુહરણ માટેની બધી સામગ્રી હોવા છતાં ‘બળનું હરણ કેમ ન થયું – એ કાર્યભાવનો જ બાધ થાય છે. આથી “પર્વ વિશેષોm alRUસત્તા વામાવર્ચવ વીધ્યમાનવમુન્દ્રયમ્ આમ વિશેષોક્તિમાં કારણસત્તા દ્વારા કાર્યભાવનો જ બાધ થાય છે. એમ સમજવું – આ જ પાઠ ગ્રાહ્ય છે કારણ કે રાજાનક તિલક પણ એમ જ કહે છે કે અહીં કારણોની સમગ્રતા બાધકરૂપે પ્રતીત થાય છે અને કાર્યની અનુત્પત્તિ બાધ્ય રૂપે. વળી રુચ્યક પ્રાયઃ તેમના મતને અનુમોદન આપતા હોય છે અને તેથી એ ન્યાયે સાચો પાઠ લક્ષિત કરી આપ્યો છે. પરંતુ જયરથના સૂચનનો જગન્નાથ સિવાય કોઈએ સ્વીકાર કર્યો નથી અને “અલંકારસર્વસ્વ'ના પ્રતિલિપિકારોએ જોડેલા અને ભૂલ ભરેલા પાઠને સામે રાખીને પરવર્તી આલંકારિકાએ, વિશેષોક્તિમાં કારણ સામગ્રીનો બાધ સ્વીકારી લીધો છે. રુકના તરણ સમકાલીન શોભાકરમિત્રે પણ કારણસામગ્રીનો કાર્યભાવ દ્વારા બાધ થતો બતાવ્યો છે એટલું જ નહીં તેમણે એમ પણ ઉમેર્યું છે કે કાર્યાભાવ તેનાથી (= કારણસર્ભાવથી) બાધિત થતો નથી. ૧૦ વિદ્યાધર અને વિશ્વનાથ પણ કાર્યભાવ દ્વારા કારણસત્તાને બાધ્યમાન થતી બતાવે છે.૧૧ આમ શોભાકરથી વિશ્વનાથ સુધીના આચાર્યો રુકને અનુસરીને વિભાવનામાં તો કાર્યની ઉત્પત્તિને એટલે કે કાર્યાશને “બાધ્ય થતો સ્વીકારે છે, કિન્તુ વિશેષોક્તિમાં “અલંકારસર્વસ્વ'ના જયરથ જેને “અપાઈ કહે છે તેને જ ધ્યાનમાં રાખીને એટલે કે કારણસામગ્રીનો કાર્યાભાવ દ્વારા બાધ થાય છે એવા જ પ્રતિપાદનને માન્ય કર્યું છે. શોભાકર તો જયરથના પુરોગામી હતા એટલે શોભાકરને કદાચ “અલંકારસર્વસ્વ'નો દૂષિત પાઠ જ મળ્યો હોય એવો સંભવ છે. વિદ્યાધર, વિશ્વનાથ અને વિદ્યાધર – વિદ્યાનાથના ટીકાકારો તો જયરથના અનુગામીઓ હતા છતાં તેમના ધ્યાનમાં પણ વિમર્શિની’ કારનું અપપાઠ અંગેનું સૂચન આવ્યું નથી એ સાશ્ચર્ય નોંધવું જોઈએ. એટલું જ નહિ પણ સુચ્યકના દાક્ષિણાત્ય ટીકાકાર શ્રી વિદ્યાચક્રવર્તી, જેઓ પણ જયરથના અનુગામી છે; “સંજીવની' ટીકામાં કાર્યાભાવને જ કારણસત્તાનો બાધક શા માટે માને છે એનો ઉત્તર પ્રશ્નાર્થમાં જ પરિણમે છે. આગળ નોંધ્યું તેમ એકમાત્ર જગન્નાથે જ જયરથના સૂચનને વધાવી લીધું છે એટલું જ નહીં પરંતુ અકાર્ય તર્ક દ્વારા પ્રબલ સમર્થન કર્યું છે.

Loading...

Page Navigation
1 ... 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230