Book Title: Sambodhi 2014 Vol 37
Author(s): J B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 210
________________ 202 પારુલ માંકડ SAMBODHI વિમર્શિની કાર જયરથ એક કારિકા દ્વારા જણાવે છે કે વિભાવનામાં કારણનો નિષેધ થતાં ફલોદયનો બાધ થાય છે જ્યારે વિરોધમાં પરસ્પરનો બાધ હોય છે. આથી બન્ને વચ્ચેનો ભેદ સ્પષ્ટ છે. ૨ શ્રી વિઘાચક્રવર્તી પણ એમ જ કહે છે કે પ્રામાણિકપણે જ બળવાન એવા કારણાભાવથી કાર્યનો જ બાધ થાય છે, કારણાભાવનો નહીં. રૂધ્યકના તુરતના અનુગામી શોભાકર મિત્ર પણ કારણાભાવ દ્વારા કાર્યની ઉત્પત્તિનો બાધ થાય છે એમ જણાવે છે. તેમના મત પ્રમાણે કારણનો અભાવ કાર્યના અભાવની અપેક્ષા રાખતો હોવાથી કાર્યોત્પત્તિમાં બાધક નીવડે છે આથી કાર્ય જ બાધ્ય બને છે.' વિદ્યાધર પણ કાર્યપ્રતીતિને બાધ્ય માનીને નોંધે છે કે કારણ સિવાય કાર્યની ઉત્પત્તિ થતી હોવાથી કાર્યની જ બાધ્યત્વરૂપે પ્રતીતિ થાય છે નહિ કે કાર્યથી કારણનો વિરહ (બાધ) થાય છે." શોભાકરમિત્ર કારણભાવને કાર્યભાવની અપેક્ષા હોય છે એમ કહે છે. સ્પષ્ટ છે કે આ જ વિગતને વિદ્યાધરે શબ્દાન્તરથી રજૂ કરી છે. કારણનો વિરહ થતાં કાર્યનો પણ વિરહ થવો જોઈએ પરંતુ તેમ થતું નથી તેથી કાર્યની જે ઉત્પત્તિ થાય છે તે બાધ્ય બને છે. વિશ્વનાથ પણ વ્યકને જ અનુસર્યા છે. “ઉદ્યોતકાર નાગેશ પણ વિભાવનામાં કાર્યને જ બાધ્ય માને છે.” જગન્નાથ આ વિગતને સુંદર રીતે સ્પષ્ટ કરે છે એટલું જ નહીં તેને પ્રમાણિત પણ કરે છે.” વિભાવનામાં કાર્યાશ કારણના અભાવરૂપ વિરોધી પદાર્થથી બાધિત જ હોય છે, બાધકરૂપે નહીં અર્થાત્ – કાર્યાશ કારણાભાવરૂપી વિરોધી પદાર્થનો બાધ પોતે કરતો નથી કારણકે કાર્યાશ કલ્પિત હોય છે અને કારણાભાવ સ્વભાવસિદ્ધ હોય છે માટે બાધિત થયેલો કાર્યાશ બીજા એક કાર્યનું રૂપ ધારણ કરીને પ્રગટ થાય છે. તેથી કારણ અને કાર્યાશ બન્ને સમબલ ન હોવાથી કાર્યાશ દુર્બળ બની જાય છે. આમાં કારણાભાવ સિદ્ધ છે અને કાર્યાશ કલ્પિત. સિદ્ધથી હમેશાં કલ્પિતનો બાધ થતો હોય છે. આમ કાર્યાશ રૂપાન્તરમાં પર્યાવસિત થઈ જાય છે કારણાંશ નહીં; કારણ કે કારણાભાવમાં કાર્યની ઉત્પત્તિનું નિરૂપણ નિયમ વિરુદ્ધ છે. આ રીતે જગન્નાથે નવ્યન્યાયની શૈલીમાં રુચ્યકના મતનું પૂર્ણતયા પ્રસ્થાપન કર્યું છે. રુકે વિભાવનાની જેમ વિશેષોક્તિમાં પણ બાધ્ય-બાધકભાવની ચર્ચા કરી છે. અલંકારસર્વસ્વ'ની બધી આવૃત્તિઓમાં આ પ્રમાણે કહેવામાં આવ્યું છે – एवं विशेषोक्तौ कार्याभावेन कारणसत्ताया एव बाध्यमानत्वमुन्नेयम् । (अलंकारसर्वस्व सू.४२नी वृत्ति) આમ વિશેષોક્તિમાં પણ કાર્યભાવ દ્વારા કારણસત્તાનો (= કારણસદ્ભાવનો) બાધ થાય છે એમ સમજવું !”

Loading...

Page Navigation
1 ... 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230