Book Title: Sambodhi 2014 Vol 37
Author(s): J B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 208
________________ 200 રાજેન્દ્ર નાણાવટી SAMBODHI અર્જુન અગ્નિ અર્પતો દર્શાવાયો છે. (જુઓ : શ્રીનિધિ: પ્રા.શ્રીકાન્ત શંકર બાહુલકર કૃતજ્ઞતાગ્રંથ – સં.શ્રીપાદ ભટ્ટ, પૂણે ૨૦૦૯, મુખચિત્રો તથા પૃ. ૨૦-પર૪). ભરૂચની ઐતિહાસિક હકીકતોને આલેખતા શ્રી મહેન્દ્ર ત્રિવેદીના, “ભરૂચ જિલ્લા સર્વસંગ્રહ' (૧૯૯૧)માં ભરૂચ આસપાસના પ્રદેશોમાં સતીમૃત્યુના કેટલાક કિસ્સાઓ નોંધાયા કે ઉલ્લેખ પામ્યા છે. કહેવાય છે કે ૧૭૯૩માં દીવાન લલુભાઈને મરાઠા રાજવીઓએ કેદ કરીને પાવાગઢમાં રાખ્યા હતા, તેમનું કશાક અજ્ઞાત કારણે ૧૭૯૭માં અવસાન થયું ત્યારે તેમનાં પત્ની જીભાભુએ પતિનું શબ મેળવવાનો આગ્રહ રાખેલો અને શબ આવ્યા પછી તેને ખોળામાં લઈને તેઓ સતીચિતા પર ચઢ્યાં હતાં. આવા અનેક છૂટાછવાયા નિર્દેશો બતાવે છે કે તે કાળે સૂરત-ભરૂચ-વડોદરા-અમદાવાદના આખા પ્રદેશમાં મુસ્લીમ નવાબોનું શાસન હતું અને તેમના અત્યાચારોને કારણે ઉચ્ચ વર્ણના હિન્દુઓમાં સતીપ્રથા તત્કાલીન સમાજની એક ઉપેક્ષા ન થઈ શકે એવી સામાજિક ઘટના હતી. કોઈ પણ સંવેદનશીલ વિદ્વાનું શિક્ષક આથી અસ્પષ્ટ ન રહી શકે. આશાધર સિવોનંટ માં એ ઘટનાને શાસ્ત્રવિચાર સાથે સાંકળે છે અને વિરહની અંતિમ અવસ્થા તથા સંચારીભાવની અવસ્થા “મા”ને નિરૂપતાં એક બાજુ “અંત’ સંજ્ઞા આપીને એમાં રહેલા અશુભ શોકકારણને ટાળે છે, બીજી બાજુ એની સાથે પુનર્જીવનને અનિવાર્યપણે સાંકળીને એમાં આશાવાદી અંશ ઉમેરે છે, અને પછી એમાં પતિવ્રતા ધર્મની સિદ્ધિ તથા સહગમનનું ફળ દર્શાવે છે અને સતી પૂરક્ષા પવે એમ દર્શાવીને પૂર્ણરસ તે વિષ્ણુનો, કૃષ્ણનો, વૃન્દાવનનો એવા વૈષ્ણવધર્મી નિર્દેશ સાથે સતીમરણની કૈક સામાજિક લાચારીને નિરાશાને વ્યંજિત કરતી ઘટનાને ધાર્મિક ઉચ્ચતાનું દૃષ્ટિગૌરવ બક્ષવાનો સબળ પ્રયાસ કરે છે. સતી થવાના કેટલાક પ્રસંગોના સવિસ્તર વર્ણનો માટે જુઓ : ભરૂચ શહેરનો ઇતિહાસ પ્રાચીન અને અર્વાચીન, લેખક ગણપતરામ હિમ્મતરામ દેસાઈ, મુ.ઇચ્છાલાલ અમૃતલાલ મામલતદારના શ્રી જ્ઞાનોદય પ્રિન્ટિંગ પ્રેસ, ડફેરા પાસે, ભરૂચ, આવૃત્તિ પહેલી, સંવત ૧૯૭૦, ને ૧૯૧૪ એ પુસ્તકમાં વિશેષ પ્રકરણ ૧૮મું, “પવિત્ર સ્ત્રી-પુરુષ', પૃ.૮૭-૧૦૦. આ નોંધની વિગતો માટે હું ડૉ.મયૂરી ભાટિયાનો આભારી છું.

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230