Book Title: Sambodhi 2014 Vol 37
Author(s): J B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 215
________________ Vol. XXXVII, 2014 મહાકવિશ્રી નારાયણભટ્ટપાદકૃત ‘ક્રોટિવિરામ' : એક અભ્યાસ 207 પ્રક્રિયા સર્વસ્વ' નામનો પાણિનીયસૂત્રની વ્યાખ્યારૂપ ગ્રંથ રચ્યો. ફરીથી કોઈ એક વાર બાલચન્દ્રના દર્શનથી જન્મેલા કૌતુકવાળા ભૂદેવો દ્વારા પ્રાર્થના કરાતાં ક્યા કારણથી બધા લોકો આ વસ્ત્રને ફેંકી દેનારને વંદન કરે છે. એ તમારે પ્રબંધરૂપે જ કહેવું. તેથી તેઓએ તુરત જ “સ્વાદીસુધી?' નામનો શ્રેષ્ઠ પ્રબંધ રચ્યો. કવિની આ “વીસુધાર:' રચના ૩૦૦ વર્ષથી વધુ પ્રાચીન નથી, કારણ કે તેમાંના શ્લોકો બીજા ગ્રંથોમાં ઉધૃત કરવામાં આવ્યા નથી. તેથી આ પ્રાચીન છે એમાં કોઈ શંકા નથી. શ્રી નારાયણભટ્ટપાદે કેરાલાની બહાર પણ યાત્રા કરી હતી. વારાણસીમાં સિદ્ધાંતકૌમુદીના કર્તા ભટ્ટોજીદીક્ષિતને પણ મળ્યા હતા. અને તે ભટ્ટજીની વિદ્વત્તાથી પ્રભાવિત થયા હતા. દક્ષિણા પથમાં તેમની મુલાકાત પછી ભટ્ટોજીદીક્ષિતે બીજા કોઈને મળવાનું ટાળ્યું હતું. આ કવિ તાંજોરના રઘુનાથ નાયકના દરબારના યજ્ઞનારાયણ દીક્ષિત વગેરે વિદ્વાનોને મળ્યા હતા. તેઓએ કોચીનના મહારાજા કાલિકટના જામોરીનના દરબારની મુલાકાત લીધી હતી. ચંપકકેસરી અને વાટક્નુરની પણ મુલાકાત લીધી હતી. અનેક રાજાઓમાં કોચીનના વીરકેરલની સ્તુતિ કરી હતી. અનેક રાજાઓમાં કોચીનના આ વીરકેરલ રાજાએ તેમજ ચંપકકેસરીના રાજાએ શ્રીનારાયણભટ્ટપાદ કવિને રાજ્યાશ્રય આપ્યો હતો. ચંપકકેસરી અને ત્રાવણકોરના રાજા વચ્ચે સુમેળ ન હોવાથી તેમણે ત્રાવણકોરની મુલાકાત લીધી ન હતી. મસ્યાવતાર' ચમ્પમાં કવિશ્રીએ ત્રાવણકોરના રાજા રવિવર્માનો ઉલ્લેખ પણ કર્યો છે. શ્રી નારાયણભટ્ટપાદ કવિએ “નારાયણી' સ્તોત્ર જેવાં અનેક સ્તોત્રો રચ્યાં છે. ઘણા આસ્તિકો આજે પણ કેરાલામાં તેમનાં પદો ગાય છે. તેમણે શંકરાચાર્યનો પણ ઉલ્લેખ કર્યો છે. વિષ્ણુસહસ્રનામ, ભગવદ્ગીતા ઉપર ટીકાઓ પણ તેઓએ લખી છે. આ ઉપરાંત રાજસૂય, દૂતવાક્ય, પાંચાલીસ્વયંવર, દ્રૌપદીપરિણય, સુભદ્રાહરણ, કિરાત, ભારતયુદ્ધ, સ્વર્ગારોહણ, મલ્યાવતાર, મૃગમોક્ષ, ગજેન્દ્રમોક્ષ, શ્યામન્તક, કુચેલવૃત્ત, અહલ્યામોક્ષ, નિરનુનાશિક, દક્ષયાગ, પાર્વતીસ્વયંવર, અષ્ટમીચમ્પ, ગોષ્ઠીનગરવર્ણન, કૈલાસશૈલાવતરણ, શૂર્પણખામલાપ, નલાયનીચરિત અને રામકથા જેવાં અનેક ચપૂકાવ્યો તેઓએ કેરળના ચાક્યારો માટે રચ્યાં હતાં. “રાજસૂય ચમ્પમાં તેઓશ્રીએ પોતાનું વેદ અને મીમાંસાનું જ્ઞાન પ્રગટ કર્યું છે. અગત્સ્યના “બાલભારતમાંથી, અનંતભટ્ટના “ભરતીમ્પમાંથી ભટ્ટનારાયણના “વેણીસંહાર'માંથી તેમજ માઘના “શિશુપાલવધમાંથી તેઓશ્રીએ ઘણાં ઉદ્ધરણ આપ્યાં છે. આ ઉપરાંત “સ્વાદીસુધાર:' (કાવ્યમાલા સીરિજના ચતુર્થ ગુચ્છકમાં પ્રકાશિત, પૃ.૬૪-૭૦) અને “ોટિવિરમ્ (કાવ્યમાલા સીરિજના પાંચમા ગુચ્છકમાં પ્રકાશિત, પૃ.૧૬૬ થી ૧૮૨) જેવી રચનાઓ તો કવિશ્રી નારાયણભટ્ટપાદના સર્જનના ઉત્તમ નમૂનાઓ છે. તેમના પુત્ર કૃષ્ણકવિએ પણ “તારાશા નામના કાવ્યની રચના કરી છે. તોwifસ્વાહિશ,મદ્રુત્તમત્તવમ્' આ પ્રબંધ ઉપોદ્ધાપૂર્વક ઉત્તર મલબાર (કેરલ) દેશમાં આવેલા “થન રાજા શ્રીમદ્ ઉદયવર્માએ કેરલીય લિપિમાંથી ભારે પરિશ્રમ લઈને દેવનાગરી અક્ષરોમાં લખીને મોકલ્યો હતો. તેથી અમે તે રાજાનો ભારે ઉપકારનો ભાર માથે ચડાવીએ છીએ અને આશા રાખીએ છીએ કે તે કવિ દેશનાં પ્રસિદ્ધ જુદાં જુદાં કાવ્ય, નાટક, ભાણ આદિ મોકલીને હંમેશા

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230