Book Title: Sambodhi 2014 Vol 37
Author(s): J B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 214
________________ મહાકવિશ્રી નારાયણભટ્ટપાદકૃત “ોટિવિરમઃ એક અભ્યાસ સુરેખા કે. પટેલ “કાવ્યમાલા' સીરિજના પાંચમા ગુચ્છકમાં પ્રકાશિત થયેલી “શેટિવિરહ' કૃતિના કર્તા મહાકવિશ્રી નારાયણભટ્ટપાદનો જન્મ કેરળદેશના ભૂષણરૂપ (અલંકારરૂપ) “નિલા નામની પવિત્ર નદીથી સાડી ઓગણપચાસ યોજન દૂર ઉત્તરતીરે દેવી ક્ષેત્ર ચંડનકવુની પાસે આવેલા “મેપ્યુઝૂર” કે “મેલપુત્તર' (કાવ્યમાલામાં ચતુર્થ ગુચ્છકમાં પ્રકાશિત “વીરસુધાર:' ની ટિપ્પણી મુજબ તેમજ History of Sanskrit Literature મુજબ બે નામો મળે છે.) માં નાબુદ્રીકુળમાં થયો હતો. આ સ્થળ મલબારના પુસ્નની તાલુકામાં “કુરુપેટ્ટર' તરીકે ઓળખાય છે. શ્રી નારાયણભટ્ટ તે દેવીના ભક્ત હતા. તેમના પિતાશ્રી “માતૃદત્ત' એક વિદ્વાન હતા. તેમના માતા “પપ્પપેટરી” કુટુંબનાં હતાં. તેમનો સમય ઈ.સ. ૧૫૬૦ થી ૧૬૪૬ નો છે. તેઓશ્રીએ બાળપણમાં અભ્યાસ કર્યો ન હતો. માત્ર કાવ્ય વગેરે થોડુંક ભણ્યા હતા. લગ્ન બાદ ટિક્કન્વીયર'ના અશ્રુત નામના વૈષ્ણવદાસના શિષ્ય “પિશારોટી પાસે તેઓશ્રીએ બધાં શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. આ પિશારોટી એક વિદ્વાન હતા. પરંતુ વેદાધ્યયન કરાવવા માટેની લાયકાત ધરાવતા ન હતા. આમ છતાં તેઓએ નારાયણને વેદાધ્યયન કરાવ્યું. આ પાપને કારણે પિશારોટી “વાતરોગ (કોઈ મોટો રોગ)ના ભોગ બન્યા. નારાયણ ગુરુના આ રોગને પોતાના તપની શક્તિથી પોતાના દેહમાં દિવ્યશક્તિથી સંક્રમિત કરી લીધો અને તેને દૂર કરવાનો ઉપાય વિચારી ગુરુવાયુપૂર” નામના પ્રસિદ્ધ ક્ષેત્રમાં (દક્ષિણમાં આવેલું સ્થળ કે જ્યાં ભગવાન વિષ્ણુની પૂજા થાય છે.) રહેલા ભગવાન નારાયણની સ્તુતિ (ભક્તિ) કરી. (કૃષ્ણ ચારિયરના History of Sanskrit Literature માં શ્રીકૃષ્ણની સ્તુતિ કરી તેવો ઉલ્લેખ છે.) દરરોજ આ સ્તોત્રરૂપ શ્રીમદ્ભાગવતના અર્થનું પ્રતિપાદન કરતું માનવશ્રવણથી સંતોષ આપનારું અતિ રમણીય પદસમુદાયથી યુક્ત “નારીયળીમ' નામનું (સ્તોત્રરત્ન) શ્રેષ્ઠ સ્તોત્ર રચ્યું. આ સ્તોત્ર પણ કેરળેશવાસીઓ દ્વારા દરરોજ ઉપાસના કરાતાં શ્રીમદ્ભાગવતની માફક પ્રસિદ્ધ થયું છે. (અર્થાત્ તે સ્તોત્રનો જયજયકાર થાય છે.) આ સ્તોત્રનો રચના સમય તેના અંતિમ શ્લોકમાં “ગાયુરારોયસીદ્ય પદથી દર્શાવ્યો છે. (૧૭૧૨૨૧૦ એ વીતેલા કળિયુગના દિવસોની સંખ્યા છે.) આ “નારીયળીમ્ સ્તોત્ર ઇ.સ. ૧૫૯૦માં રચ્યું હતું. આમ, ગુરુવાયુપુરના સ્વામીશ્રી ભગવાન નારાયણની કૃપાથી સમગ્ર રોગમાંથી મુક્તિ પામી પોતાના દેહને નિર્મળ બનાવ્યો અને તેઓને આયુષ્ય, આરોગ્ય અને સુખની પ્રાપ્તિ થઈ. ગુરુવાયુપુર'ના દેવાલય અને નદીમાં રહેતા રાજા દ્વારા પ્રાર્થના કરતાં તેઓએ

Loading...

Page Navigation
1 ... 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230