Book Title: Sambodhi 2014 Vol 37
Author(s): J B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 207
________________ Vol. XXXVII, 2014 શૃંગારરસ અને સતીપ્રથા : એક નોંધ 199 | (સતી થવામાં જો) શૂરતાનું કારણ હોય તો એ શૂરતા પણ પ્રીતિથી જન્મેલી છે, જો સંસ્કારનું કારણ હોય તો એ પણ પૂર્વની પ્રીતિને કારણે સંભવિત બને છે. (૨.૫૧). તેથી આ (વિપ્રલંભ શૃંગાર) રસમાં “અંત' (સંજ્ઞા) જ મુખ્ય મારેય =ગ્રહણ કરવા યોગ્ય) છે જેમાં બંનેને પાછું સંજીવન પ્રાપ્ત થાય છે; એટલે (શૃંગાર) રસમાં મરણનો પણ વિરોધ નથી. (૨.૫૨). - આશાધરે સતીમૃત્યુમાં નોંધેલા મુદ્દાઓ તર્કપૂર્ણ તો છે જ. જે સતી થાય છે તે સ્ત્રી અતિશય પતિપ્રેમને કારણે સતી થાય છે. એ સ્વેચ્છાએ આકંદ વિના સતી થાય છે એટલે શોક નથી. ધર્મ જાણીને સતી થતી હોત તો બધી ધર્મજ્ઞાઓ તો સતી થતી નથી ! એમાં આત્મહત્યાનો પણ દોષ લાગતો નથી. ઉલટું પતિવ્રતા ધર્મની સિદ્ધિ છે અને સહગમન ફલ છે. સતીઓ તો અવિનાશી દેવોના લોકમાં પહોંચીને પૂર્ણ રસને પામે છે. (પૂર્ણ રસ વિષ્ણુનો કે કૃષ્ણનો કે વૃન્દાવનનો છે એમ આગળ દર્શાવાય છે.) ૪૯માં શ્લોકમાં જે પાપનો નિર્દેશ છે તે તત્કાલીન સામાજિક દશાનું સૂચન કરે છે. પતિમાં પૂર્ણ પ્રેમ હોય છતાં કરમસંજોગે કદાચ પાપ થઈ જાય (કદાચ ક્યાંક બળાત્કાર જેવી ઘટનાનો ભોગ બની જવાય) તો પણ એ પાપ તો શરીરનું જ એટલે શરીરની સાથે એ પણ ભસ્મ થઈ જાય છે; તેથી અહીં વિરહની અંતિમ અવસ્થાને “અંત' જ કહેવી, એમાંથી પાછું સંજીવન પણ પ્રાપ્ત થાય છે એટલે શૃંગારમાં મરણનો પણ સ્વીકાર કરવામાં બાધ નથી. પ્રેમ મનની અવસ્થા છે અને દેહ તો માત્ર એ ચિત્તદશાનો વાહક છે. તેથી જ દેહ પર લદાતું પાપ જો મનથી ન થયું હોય તો એ સતીના દેહ સાથે બળી જાય છે અને સતીમૃત્યુ પછી પુનર્જીવનમાં સતીને દિવ્ય લોક અને પૂર્ણ રસની પ્રાપ્તિ થાય છે. શૃંગાર રસની ચર્ચામાં સતીમરણની સામાજિક ઘટનાનો સમાવેશ કરતો આ આખો અંશ અનેક રીતે નોંધપાત્ર છે. એક તો, કાવ્યશાસ્ત્રમાં આ વિષયનો સંદર્ભ જોડનાર આશાધર ભટ્ટ, આ લખનારની જાણમાં, સર્વપ્રથમ છે અને કદાચ એકમાત્ર છે. સતીમૃત્યુની ઘટનાના ઉલ્લેખ સાહિત્યમાં સાંપડે છે ખરા પણ તે અત્યંત વિરલ છે. મહાભારતમાં પાંડુની પત્ની માદ્રી સતી થયાનો ઉલ્લેખ છે. સમ્રાટ હર્ષવર્ધનનાં માતા યશોમતી સતી થયાનો ઉલ્લેખ “હર્ષચરિત'માં મળે છે. પણ ઇતિહાસ સાક્ષિ છે કે પંદરમી સદીના ઉત્તરાર્ધથી અઢારમી સદીના અંત સુધીના સમયગાળામાં સતીપ્રથા ઠીકઠીક પ્રચલિત બની હતી. મુસ્લિમ સત્તાધીશોના જુલ્મો સામે સાધારણ પ્રજાની, ખાસ કરીને ઉપલા વર્ષોની, પોતાની સ્ત્રીઓના રક્ષણ અંગે અસહાયતા એ આ સમયખંડની એક અણગમતી વાસ્તવિકતા હતી. એ જ કારણે આ જ અરસામાં વડોદરાના નવાબી શાસનની સામે ત્યાંના ભદ્રસમાજે સોનગઢ(તા.વ્યારા)થી ગાયકવાડના વંશજોને શાસનધુરા સંભાળવા નિમંત્ર્યા હતા. આ જ વિષયની એક નાની સહમવિધિને વર્ણવતી સંસ્કૃત પોથી - હસ્તપ્રતનું ગુજરાતના પ્રસિદ્ધ વિદ્વાન (હવે દિવંગત) પ્રો.ડૉ.રમેશ શુક્લ દ્વારા સંપાદન તથા પ્રકાશન (જુઓ, ચૂનીલાલ ગાંધી વિદ્યાભવન બૂલેટિન, સૂરત, અંક ૧૨-૧૩ ઓગષ્ટ, ૧૯૬૫-૬૬, પૃ.૧૨૩૨૮) કરાયું હતું. ઉદયપુરથી પ્રાપ્ત થયેલી સા.સં. ૧૬૪૮ની શ્રીમદ્ ભાગવતની એક સચિત્ર હસ્તપ્રત - મધ્યકાળના એક પ્રસિદ્ધ લઘુચિત્રકાર શહાબુદ્દીન (સાહિબદીન)નાં આલેખેલાં ચિત્રોવાળી – મળે છે જેના એક ચિત્રમાં કૃષ્ણ-બલરામ-યાદવોનાં મૃત્યુ પછી તેમની સતી થઈ રહેલી સ્ત્રીઓની અગ્નિચિતાને

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230