Book Title: Sambodhi 2014 Vol 37
Author(s): J B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 205
________________ Vol. XXXVII, 2014 શૃંગારરસ અને સતીપ્રથાઃ એક નોંધ 197 જ પ્રતિરૂપ પૃથ્વી પર વૃન્દાવનને કહે છે અને એ જ રીતે કૃષ્ણ દ્વારા રક્ષાયેલી દ્વારકાને વૈકુંઠનું (પૃથ્વી પરનું) પ્રતિરૂપ કહે છે. કૃષ્ણાવતારમાં આ બંને સ્થાનોમાં વાસુદેવનું સાંનિધ્ય રહ્યું હતું, જો કે વૃન્દાનમાં તો એનું સાન્નિધ્ય સદા સર્વદાને માટે રહેલું છે.) વૈષ્ણવ ધર્મ અને તેમાં યે પુષ્ટિમાર્ગના કેટલા તંતુઓ આ આટલા અંશમાં પટોળાની ભાતની જેમ વણાઈ ગયા છે તે જોવાનું રસ પડે તેવું છે. શૃંગારને વિષ્ણુદૈવત ગણાવીને એક બાજુ આશાધર રસશાસ્ત્રની વ્યાપી પરંપરા સાથે અનુસંધાન કરે છે, બીજી બાજુ વિષ્ણુનું વૈકુંઠમાં લક્ષ્મી સાથે અને ગોલોકમાં રાધા સાથે રમણ કથીને વાસુદેવ કૃષ્ણ અને સગુણ બ્રહ્મસ્વરૂપ વિષ્ણુની એકરૂપતા સિદ્ધ કરે છે. પછી રાધા અને ગોપીઓના સંયુક્ત નિર્દેશથી તથા ગોલોકને વૃન્દાવનની ઉપમા આપીને એ ભાગવતનું – વિશેષે કરીને દશમ સ્કંધના પૂર્વાર્ધનું – વ્યંજન કરે છે અને તેમાંયે વાસુદેવના અખંડ ક્રીડનના ઉલ્લેખથી એ રાસલીલાના પ્રસંગનો વ્યંગ્ય નિક્ષેપ કરે છે; આમેય ગોલોકને વૃન્દાવનનું ઉપમાન આપવામાં આશાધરે સંભવતઃ ઉપમાન તરીકે વૃન્દાવનની ઉત્કૃષ્ટતા પણ સૂચવી જ છે અને પછી છેવટે વૃન્દાથે તુ સર્વદ્રા એમ કહીને વૈકુંઠ કરતાં ગોલોકમાં અધિકત્તમ રસ છે, ગોલોક વૃન્દાવન જેવું છે અને વૃન્દાવનમાં વાસુદેવની રાધા(અને ગોપીઓ) સાથે અખંડ (રાસ)કીડા પ્રવર્તતી રહે છે એમ કહીને ઉત્તરોત્તર વૈકુંઠ > ગોલોક > વૃન્દાવનની શ્રેષ્ઠતા સિદ્ધ કરી બતાવે છે. અને વૃન્દાવનની શ્રેષ્ઠતા તો એવી છે કે તેની આગળ મોક્ષનું પણ કશું મૂલ્ય નથી. તેથી જ એક વૈષ્ણવ કવિ ગાય છે : હરિનાં જન તો મુક્તિ ન માગે માગે જનમોજનમ અવતાર જી. તો પરમ વૈષ્ણવ કવિ દયારામની ગોપી કહે છે : વ્રજ વ્હાલું રે, વૈકુંઠ નથી જાવું, ત્યાં મુજ નંદકુંવર ક્યાંથી લાવું? ત્રીજું કારણ સામાજિક જણાય છે. પરંપરા જ્યારે વિરહની દશમી દશા મરણની ગણાવે છે અને અશુભ માનીને તેનું લક્ષણઉદાહરણ આપવાનું ટાળે છે ત્યારે આશાધર એ અવસ્થાની અશુભ સંજ્ઞા બદલે છે, એની ઓછી આઘાતજનક એવી “મન્ત' સંજ્ઞા નવી કરે છે, “સર્વષ્ટવિરામ' એવું એનું લક્ષણ બાંધે છે, એ જ મરણ નામનો સંચારી ભાવ છે એમ દર્શાવે છે અને આ બંને સાથે પુનરુબ્બીવનનું લક્ષણ ઉમેરીને બંનેનાં લક્ષણો તેમ જ ઉદાહરણોમાં મૃત્યુની અશુભતા ટાળે છે. શ્લોક ૨.૪૩માં પુનર્જીવનવાળો “અંત’ તે જ સંચારી મરણ એમ કહ્યા પછી આશાધર અનપેક્ષિત રીતે સતીમૃત્યુના વિષયને છેડીને આની સાથે જોડે છે. पत्यौ मृते यन्मरणं सतीनां मुनिभिः स्मृतम् । તત્રપિ વિરદે પુણ્ય તિહંતુ, ન વેતર: || ૨.૪૪ (પતિ જ્યારે મૃત્યુ પામે ત્યારે સતીઓનું જે મરણ મુનિઓએ વર્ણવ્યું છે તેમાં પણ પુષ્ટ થયેલી રતિ જ વિરહમાં મરણના કારણરૂપ છે, બીજું કંઈ કારણ નથી.)

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230