Book Title: Sambodhi 2014 Vol 37
Author(s): J B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 203
________________ Vol. XXXVII, 2014 શૃંગારરસ અને સતીપ્રથા : એક નોંધ 195 (બધી જ ચેષ્ટાઓનો વિરામ જેમાં થાય છે તે મારા નામનો સંચારી ભાવ આ જ છે.) બારમા ભાવપ્રકરણમાં એ મ૨ણ નામના સંચારિ ભાવને આમ વર્ણવે છે. मरणं मरणावस्थाचिह्नोपेताऽऽत्मनः स्थितिः । विरहव्याकुला काचित् निष्प्राणेवाऽपतद् भुवि ॥ १२.३२ (પોતાની (=પાત્રની) મરણાવસ્થાનાં ચિહ્નોથી યુક્તપણ મરણથી યુક્ત નહીં તેવી અવસ્થા તે મરણ (નામનો સંચારીભાવ) (ઉદા.) વિરહથી વ્યાકુળ એવી કોઈક નિષ્ણાણ જેવી ભોંયે પડી.) ભાનુદત્તના નિરૂપણમાં જડતાના ઉદાહરણમાં સર્વચેષ્ટાઓ રુંધાયા પછી નાયકના નામસ્મરણથી નાયિકાનો પુલકારંભ થાય છે; એ જ અવસ્થાને આશાધર દશમી “અંત' નામની અવસ્થા કહીને તેનું લક્ષણ ‘પુનર્જીવન’–‘ભાનમાં પાછા આવવું' એવું આપે છે. અંત તે જ મરણ એમ કહ્યા પછી પણ મરણના ઉદાહરણમાં નાયિકા નિપ્રાણ જેવી બનીને ભોયે પડે છે. માનું ઉદાહરણ પણ આ જ વાતનું સમર્થન કરે છે. अद्यायास्पति गोविन्द इति ध्यात्वा दिवानिशम् । नायात इति निश्चित्य ध्यानं राधा चिरं जहौ ॥ २.४२ ॥ (આજે ગોવિંદ આવશે એમ દિવસરાત ધ્યાન ધરતા રહીને પછી નથી જ આવ્યો એવો નિશ્ચય થતાં રાધાએ લાંબા સમય સુધી ધ્યાન ત્યજી દીધું લાંબો સમય બેભાન રહી.) સ્પષ્ટ છે કે કાવ્યશાસ્ત્રની પ્રચલિત પરંપરામાં વિરહની છેલ્લી અવસ્થા તરીકે સ્વીકારાયેલી મૃત્યુની અવસ્થા આશાધર સ્વીકારતા નથી, મરણ જેવી “અંત' સંજ્ઞાથી ઓળખાવાયેલી પ્રબળ મૂછની-બેભાનીની દશાને દશમી છેલ્લી અવસ્થા તરીકે સ્વીકારે છે. પરંપરાથી આવો ભેદ કરવાનાં બે-ત્રણ કારણો કલ્પી શકાય છે. એક તો પરંપરાની પોતાની આ દશમી અવસ્થા અંગેની અસમંજસતા, ભાનુદત્ત નિધન’ની અવસ્થાનો ઉલ્લેખ કર્યા પછી તેનું લક્ષણ કે ઉદાહરણ આપ્યા વિના જ ગ્રંથ સમાપ્ત કરી દે છે. “સાહિત્યદર્પણ'કાર પણ સન્માદોડથ વ્યાધિર્નડતા કૃતિરિતિ વત્ર વાલિશાદ મા (સ.રૂ.૨૨૦ c.d.) એમ છેલ્લી કૃતિની દશા ગણાવ્યા પછી ઉદાહરણ ન આપીને તેનું કારણ જણાવતાં કહે છે : રવિચ્છેદ્દેતુત્વાન્ ૨પ નૈવ વર્થ છે (સા.૮.રૂ.૨૨૩ ૩.b.) નાયિકાનું મરણ થાય એટલે રસનો આલમ્બન વિભાવ જ કપાઈ જવાને કારણે શૃંગારરસનો જ વિચ્છેદ થઈ જાય, પ્રિયનાશ એ તો ઉલટો કરુણનો આલંબન વિભાવ બને, તેથી મરણનું ઉદાહરણ નથી અપાયું. આશાધરના જ સમકાલીન વેણીદત્ત ઝા પોતાના પ્રકરણગ્રંથ સૌનુમમાં કહે છે. રસમિયા મૃતિરુપક્ષિતા . (સં.બ્રહ્મમિત્ર અવસ્થી, પ્ર.ઇન્દુ પ્રકાશન, દિલ્હી, ૧૯૭૮, પૃ.૩૬). આ પરિસ્થિતિનો ઉપાય આશાધર નિષ્ઠા રૂવ અને પુનરુબ્બીવન તથા સર્વછાવિરામમાં શોધવાનો પ્રયાસ કરતા લાગે છે.

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230