Book Title: Sambodhi 2014 Vol 37
Author(s): J B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 201
________________ 193 Vol. XXXVII, 2014 શૃંગારરસ અને સતીપ્રથાઃ એક નોંધ સિનિઃનાં તેર પ્રકરણો છે. પહેલા પ્રકરણમાં રસસંબંધી પારિભાષિક સંજ્ઞાઓની સમજણ આપી છે. પછીનાં દસ પ્રકરણોમાં – પ્રકરણ ૨ થી ૧૧માં – શૃંગારથી શાન્ત અને ભક્તિ સુધીના દસ રસોનું પ્રત્યેકમાં એક લેખે નિરૂપણ છે. બારમું પ્રકરણ સંચારી ભાવોનું છે અને છેલ્લામાં પ્રકીર્ણ વિષયો (ભાવશબલતા, રસાભાસ વગેરે) વર્ણવાયા છે. એકંદરે લગભગ ૩૫૦ જેટલા શ્લોકોમાં સંક્ષેપથી આશાધરે રસોના વિષયની રજુઆત કરી છે. બધામાં બીજું શૃંગારપ્રકરણ સૌથી મોટું છે, એના ૮૮ શ્લોકો છે, આખા ગ્રંથના ચોથા ભાગ જેટલા આશાધર સીધી શૃંગારની વ્યાખ્યાથી જ શરૂઆત કરે છે : यूनोः परस्परप्रीतिः स्थायी भावो रतिप्रथः । स एव पुष्टः शृङ्गारो रसस्तस्य भिदा द्वयम् ॥ २.१ ॥ (યુવાન નર-નારીની પરસ્પર પ્રીતિ તે જ રતિ નામે જાણીતો સ્થાયી ભાવ; તે જ પોષાય ત્યારે શૃંગાર રસ બને છે. તેના બે ભેદ છે.) દેખીતું છે કે આશાધર પંડિત ભટ્ટ લોલ્લટન સરળ ઉપચયવાદી સિદ્ધાંતનો સ્વીકાર કરે છે. પછી એ સંભોગના સાત પ્રકાર આપે છે : प्रेमा-अभिलाषो रागश्च स्नेहः प्रेम रतिस्तथा । शृङ्गारश्चेति सम्भोगः सप्तावस्थः प्रकीर्तितः ॥ २.४ ॥ | (સંભોગ સાત અવસ્થાભેજવાળો કહેવાય છે પ્રેમા(પુ.), અભિલાષ, રાગ, સ્નેહ, પ્રેમ(નપુ), રતિ અને શૃંગાર). આ સાત અવસ્થાભેદો આશાધરે ક્યા સ્ત્રોતોને આધારે આપ્યા હશે એ હજુ સમજાયું નથી, પ્રેમ અને પ્રેમનો ભેદ પણ બહુ સ્પષ્ટ નથી. પરંતુ રતિનો ભાવ ઉત્તરોત્તર ઉત્કટ બનતો જઈ અંતે શ્રરસ્તત્સમં ક્રીડાની અવસ્થા સુધી પહોંચે તે રસ અને એવી રીતના ઉપચયની જ વિવિધ અવસ્થાઓને પ્રેમ-રતિ-રાગ-સ્નેહ-અભિલાષા જેવા લગભગ પર્યાયરૂપ શબ્દો દ્વારા વ્યાખ્યાબદ્ધ કરવાનો પ્રયાસ આશાધર કરે છે. વિપ્રલંભ પ્રકારના શૃંગારમાં એ વિરહની દશ જાણીતી અવસ્થાઓને જ સહેજ પ્રકારાન્તરે આમ ગણાવે છે : दृष्टिरागो मनःसङ्गः संकल्पो जागरस्तथा । कृशताङ्गे रतिर्लज्जापगमः काममत्तता ॥ २.३० मूर्छा वाग्रोधिनी सर्वचेष्टारोधि अंत इत्यपि । (દષ્ટિરાગ, મનઃસંગ, સંકલ્પ, ઉજાગરો, અંગો સુકાવાં, બેચેની, લજ્જાત્યાગ, ઉન્માદ, વાણી રૂંધાઈ જાય તે મૂછ અને બધી જ ચેષ્ટાઓ - તમામ ક્રિયાઓ - રુંધાઈ જાય તે અંત.) વાણી રુંધાઈ જાય તેને આપણે “ડૂમો' કહીએ છીએ અને દેહની તમામ ચેષ્ટાઓ રુંધાઈ જાય-અટકી જાય તેને આપણે

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230