Book Title: Sambodhi 2014 Vol 37
Author(s): J B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 200
________________ શૃંગારરસ અને સતીપ્રથા : એક નોંધ રાજેન્દ્ર નાણાવટી અઢારમી શતાબ્દીના ઉત્તરાર્ધમાં ગુજરાતમાં સંસ્કૃતના એક વિદ્વાન્ આચાર્ય થઈ ગયા. એમનું નામ આશાધર રામજી ભટ્ટ. તેઓ કાવ્યશાસ્ત્ર, વેદાન્ત, વ્યાકરણ, ન્યાય આદિ શાસ્ત્રોના વિદ્વાન હતા. એમના વિવિધ શાસ્ત્રોના નવેક પ્રકરણગ્રંથો કે ટીકાગ્રંથો પ્રાપ્ત થાય છે. વિરાટ અને શિક્ષિા નામના શબ્દશક્તિ ઉપરના એમના બે પ્રકરણગ્રંથો વિદ્વાનોમાં જાણીતા અને આદત થયા છે. બૂહ્નર, પિટર્સન, ઓફેન્ટ, કાણે જેવા વિદ્વાનો એમને નગર વસો (તા.પેટલાદ, જિ.નડિયાદ)ની પાઠશાળાના આચાર્ય ગણાવે છે. આનન્દકુમાર શ્રીવાસ્તવ જેવા વર્તમાન વિદ્વાનો પણ એ મતનો સ્વીકાર કરે છે. પરંતુ ગઈ સદીમાં આશાધરરચિત એક વિરલ કાવ્યશાસ્ત્રીય રથ સિવાન ની એક(માત્ર) પ્રત સાંપડી છે જે અત્યારે પ્રાચ્યવિદ્યા મંદિર, વડોદરામાં સચવાયેલી છે. સિવાન નો વિષય મુખ્યત્વે રસનિરૂપણનો છે. ગ્રંથને અંતે જે કવિપ્રશસ્તિના શ્લોકો છે તેમાં મળતી માહિતી મુજબ નર્મદાને કાંઠે આવેલા ભૃગુકચ્છ નામના નગરમાં દયાળદાસના પુત્ર લલ્લુભાઈ અધિકારી થઈ ગયા, તેમના આશ્રિત આશાધર પંડિતે આ ગ્રંથ રચ્યો છે. લલ્લુભાઈ સા.સં.૧૭૭૫ના અરસામાં ભરૂચના નવાબ મોજૂઝખાનના દિવાન હતા અને ૧૭૯૩ સુધી ચારેક દાયકાના સમયગાળામાં ભરૂચમાં તેમનો પ્રભાવ હતો. એમના નામે લલ્લુભાઈના ચકલાનો વિસ્તાર ભરૂચમાં આજે પણ જાણીતો છે. દીવાન તરીકે ભરૂચના ઇતિહાસમાં એમનો ઠીકઠીક ફાળો છે. એમના વિશે આશાધર ત્યાં ઉમેરે છે : યસ્ય પ્રિયં માવર્ત પુરાઇi/ તપુર અશ્વત્ (સન-પ્ર.૧૩, શ્લોક ૪૪) (એમને ભાગવત પુરાણ અને તેમાં વર્ણવેલ ધર્મનું આચરણ હંમેશા પ્રિય હતું.) લલ્લુભાઈ વૈષ્ણવ અને સંભવતઃ પુષ્ટિ સંપ્રદાયના અનુયાયી હતા અને ભાગવત પુરાણમાં એમની ઘણી આસ્થા હતી. આથી એમના આશ્રિત આશાધર પંડિત સિવાન માં રસોનું નિરૂપણ કરતી વેળાએ તમામ ઉદાહરણો કયાં તો પ્રત્યક્ષ ભાગવત પુરાણના પ્રસંગોમાંથી અથવા ભાગવતને આધારે ગુજરાતમાં પ્રસરેલી કૃષ્ણભક્તિને અનુલક્ષતાં આપ્યાં છે. સિન ની આ વિશેષતા એને રસવિષયક અન્ય ગ્રંથો-પ્રકરણગ્રંથોથી અલગ તારવી આપે છે. સંભવિતતા એવી પણ ખરી કે આ વિશેષતા એના આશ્રયદાતાની તો ખરી જ, પણ કદાચ એની પોતાની પણ દઢ પુષ્ટિમાર્ગીય આસ્થામાંથી જન્મેલી હોય.

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230