Book Title: Sambodhi 2014 Vol 37
Author(s): J B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 202
________________ 194 રાજેન્દ્ર નાણાવટી SAMBODHI મૂછ– બેભાનીની અવસ્થા કહીએ છીએ. બીજા ઘણા શાસ્ત્રકારો એ અવસ્થાને નવમી ગણાવે છે અને છેલ્લી અવસ્થા મરણની એમ દર્શાવે છે. જેમકે, “રસમંજરી'કાર ભાનુદત્ત વિરહની દશ અવસ્થાઓ આવી ગણાવે છે. વિપ્રતાપે અમિતા-વિસ્તા-સ્મૃતિ-પુણદીર્તન-૩-પ્રતાપ-૩ન્મદ્રિ-વ્યાધિ-વડતા-નિધનાનિ ઢાવસ્થા મવન્તિા (રમઝૂરી-સં.રામસુરેશ ત્રિપાઠી, મીઠું, ૨૬૮૬, પૃ.ર૬પ) નવમી જડતા'ની વ્યાખ્યા તથા ઉદાહરણ એ આમ આપે છે : विरहव्यथाविकारमात्रवेद्यजीवनावस्थानं जडता । यथा - पाणिर्नीरवकंकणः स्तनतटी निष्कम्पमानांशुका दृष्टिनिश्चलतारका समभवन्निस्ताण्डवं कुण्डलम् । कश्चित्रार्पितया समं कृशतनोर्भेदो भवेन्नो यदि । त्वन्नामस्मरणेन कोऽपि पुलकारम्भः समुज्जृम्भते ॥ १३२ ॥ (વિપ્રલલ્મમાં અભિલાષ, ચિન્તા, સ્મૃતિ, ગુણકીર્તન, ઉદ્વેગ, પ્રલાપ, ઉન્માદ, વ્યાધિ, જડતા અને મરણ એવી દશ અવસ્થાઓ હોય છે.) જેમકે – હાથનાં કંકણો નીરવ થઈ ગયાં, સ્તન ઉપરનું વસ્ત્ર પણ નિષ્ફમ્પ બની ગયું, દૃષ્ટિની કીકીઓ સ્થિર થઈ ગઈ, કુંડળો નાચતાં અટકી ગયાં; ચિત્રમાં આલેખેલ કરતાં એ કૃશાંગી કશી જુદી જ ન હોત જો તારા નામના સ્મરણથી એનામાં કશો રોમાંચ ન ખીલવા માંડ્યો હોત ! શ્લોકના પૂર્વાર્ધમાં નાયિકાનાં બધાં જ અંગો જડ બની ગયાં છે, “રંધાઈ ગયાં છે. ભાનુદત્ત આને નવમી “જડતાની અવસ્થા કહે છે, આશાધર દશમી “અંત'ની અવસ્થા કહે છે. (આશાધરની વાફરોધિની મૂછનાં ઉદાહરણો ઉત્તરરામચરિત જેવાં નાટકોમાં રામ જેવા પાત્રોની મૂછમાં જોઈ શકાય જ્યાં મૂછતિ પછી સાથે રહેલું પાત્ર “સમાણિહિ સમાણિદિ એમ આશ્વાસન આપે એટલે એ પાત્રની વાણી પાછી આવે, ડૂમો છૂટો થાય.) શ્લોકના ઉત્તરાર્ધમાં વળી રોમાંચ થવા માંડતાં જડતાની અવસ્થામાંથી પાત્ર બહાર આવે છે. તે પુનર્જીવનની નોંધ આશાધર આ રીતે લે છે : પુનરુક્લીવને યત્ર જોડતોડઃસદશવંત છે ર.૪રૂ ab | (જેમાં પુનર્જીવન હોય, જેમાં બેભાનીની અવસ્થામાંથી પાછા આવી શકાય તે અંત;) કેમકે બધી ઇન્દ્રિયોની ચેષ્ટાઓ તેમાં રુંધાઈ જાય છે, અટકી જાય છે, (એ જીવનના અંત જેવી જ અવસ્થા છે માટે અંત. પછી તરત જ આ મન્ત તે જ મરVT નામનો) સંસારી ભાવ એમ કહીને “રક્ત સાથે મળીને સાંકળી લે છે. ઉપલા શ્લોકનો ઉત્તરાર્ધ આવો છે : આ મUTબ્રોડણી સર્વણવિરામા . ર.૪રૂ cd |

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230