Book Title: Sambodhi 2014 Vol 37
Author(s): J B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 195
________________ Vol. XXXVII, 2014 સત્રિય લોકનાટ્ય 187 ઢોલના નાદ અને મશાલનો પ્રકાશ આ નૃત્યનો વૈભવ છે. આસામની દક્ષિણે આવેલ જયન્તિયા પહાડમાં વસતી લોકજાતિ જયત્તિયાનાં લાહો અને શિકારી લોકનૃત્યો ધાર્મિક પ્રસંગે, શિકાર વખતે, પશુબલિ વખતે સમૂહમાં થાય છે. આ વીર નૃત્યોમાં ભાલા, ઢાલ, ધ્વજ, સિંહનું મહોરું અને યુદ્ધકૌશલ્ય આકર્ષણનું કેન્દ્ર છે. પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરીને થતાં નૃત્યોમાં ભાવરિયા અને કૂકી નૃત્યમાં મંજીરા, વાંસળી, ઢોલ, બાંબુ, દોરડાં લાકડીનો ઉપયોગ થાય છે. બઉનૃત્ય આસામની દક્ષિણે રહેતાં અને બંગાળી ભાષા બોલતાં લોકોનું પારિવારિક અને નવવધૂનું નૃત્ય છે. કૃષ્ણલીલાના ગીતો, દામ્પત્યના પાઠ અને લાસ્ય આ નૃત્યનું નમણું રૂપ છે, તો ભૂટિયા લોકજાતિ, જે આસામની ઉત્તરે, ભૂટાન દેશની સરહદે વસે છે, એમનું આ ભૂટિયા નૃત્ય દેવ અને દાનવની પૂજાનું નૃત્ય છે. ઝેમિસ એ આસામનું કૃષિજગતને પ્રગટ કરતું તો બિહુ એ લોકજગતના સૌંદર્યને પ્રગટ કરતું નૃત્ય છે. બિહુની વિશેષતા પંખીની મુદ્રાની સાથે યુવક, યુવતિઓનું હલનચલન, સૌંદર્ય અને વેશભૂષા છે. આમ આ લોકનૃત્યોના સમીપવર્તી કલાગુણ ધરાવતું નટ, કૃત અને નાટ્યનો સમન્વય જેમાં છે એ સત્રિય લોકનાટ્ય વિષે વાત કરીએ. ૦ ૦ ૦ ૦ .સ. પંદરમી સદીમાં આસામના વૈષ્ણવ આચાર્ય અને સમાજ સુધારક શ્રીમંત શંકરદેવ (ઈ.સ.૧૪૪૯ થી ૧૫૬૮) દ્વારા વૈષ્ણવ ધર્મના પ્રસાર માટે, ખાસ કરીને કૃષ્ણચરિત્ર અને ભક્તિ આંદોલન, લોકજાગૃતિ અને લોકધર્મ માટે સત્રિય લોકનાટ્ય ઉદય પામ્યું એમ માનવામાં આવે છે. પંદરમી સદીની આસપાસ ભારતવર્ષમાં વ્યાપેલી અંધશ્રદ્ધા, કુરિવાજ, તંત્રવિદ્યા અને પ્રજાના સર્વાગી શોષણ સામે સંપુર્ણ શુદ્ધ ઉપાસનાના રૂપે નૃત્ય, સંગીત, અભિનય અને કલા સાથે ભક્તિનો સમન્વય કરી શંકરદેવે સત્રિય લોકનાટ્યનું સ્વરૂપ બાંધી કૃષ્ણના જીવનને પ્રજામાં વહેતું મૂક્યું. શ્રીમંત શંકરદેવે શ્રીમદ્ ભાગવતને આધાર રાખી કૃષ્ણની વિવિધ લીલાઓને લોકભાષામાં ઉતારી કૃષ્ણજન્મથી માંડી પ્રભાસ દેહોત્સર્ગ સુધીના પ્રસંગો, રામાયણમાંથી રામના ચરિત્રને, પ્રસંગોને, પુરાણકથાઓ અને ઋષિઓને, ભારતીય સંતોના જીવનચરિત્રો લોકશૈલીમાં, લોકબોલીમાં રજૂ કરી લોકનાટ્ય રચ્યાં છે. આસામી ભાષાની સાથે એ સમયની મૈથિલી, હિન્દી અને વજબોલીમાં પણ શંકરદેવે સત્રિય લોકનાટ્યો રચી પ્રજાને ભક્તિરસની સાથે પરબ્રહ્મ સ્વરૂપ કૃષ્ણનું સાચું દર્શન કરાવ્યું અને સદ્ભાવના, સંયમ અને શિસ્તથી જીવન જીવવાના પાઠ શિખવ્યા. લોકનાટ્ય સત્રિયના સ્થાપક શ્રીમંત શંકરદેવ પંદરમી સદીના સમાજસુધારક, કલાકાર અને સંગીતકાર હતા. ભક્તિના પ્રચાર-પ્રસાર માટે શંકરદેવ અને એમના પટ્ટશિષ્ય માધવદેવે પૂર્વભારતમાં ફેલાયેલ સત્ર અર્થાત વૈષ્ણવ મઠનું સંકલ્પન અને કરી મઠોની સ્થાપના કરી કૃષ્ણભક્તિ માટે સત્રિય લોકનાટ્યનું સ્વરૂપ લોકપ્રિય બનાવ્યું. આમ શ્રીમંત શંકરદેવની સંકલ્પના પ્રમાણે આસામ પ્રદેશના વૈષ્ણવ મઠોનો એક અર્થમાં વૈષ્ણવ સત્રોનો નૃત્ય અને નાટક દ્વારા કૃષ્ણચરિત્રનો ફેલાવો થાય અને કૃષ્ણભક્તિ વિકસે તે હેતુથી સર્જનાત્મક કલાનું રૂપ આપીને પ્રયોગાયેલું આ નટ, નૃત અને નાટ્યના સામૂહિક પ્રયોગનું સળંગ લોકનૃત્ય એટલે સત્રિય. સત્રમાંથી ફેલાયેલું એટલે સત્રિયા, એવી એક વિશિષ્ટ નૃત્યશૈલી આ પ્રદેશમાં ઉભવી જે સત્રિયા તરીકે પ્રચલિત છે. સત્રિય લોકનાટ્યની ભૂમિકામાં આસામ પ્રદેશનું સામાજિક માળખું પણ જવાબદાર છે. સત્ર

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230