Book Title: Sambodhi 2014 Vol 37
Author(s): J B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 196
________________ 188 SAMBODHI ભીમજી ખાચરિયા એક સ્વરૂપે ધાર્મિક સંગઠન, મઠ ગણાય છે. સત્ર શબ્દના સંદર્ભો યજ્ઞ, બલિ, ત્યાગ એ અર્થમાં લથપથ બ્રાહ્મણગ્રંથોમાં અને ભાગવતપુરાણમાં મળે છે. મધ્યકાલીન ભારતમાં સત્ર સંગઠન બંગાળના મઠ સંગઠનો, બૌદ્ધ મઠ સંગઠનો સાથે સામ્યતા ધરાવે છે. જ્યારે આસામ પ્રદેશના સત્ર ધર્મની સાથે સમાજને, સામાજિક જીવનને સાંકળી સંરચનાત્મક અને હકારાત્મક જીવનશૈલીને પ્રગટ કરતા સત્રો છે. આ સત્રની શરૂઆત શ્રીમંત શંકરદેવે પોતાના પૈતૃક ગામ બરદોવા સ્થાને સૌ પ્રથમ કરેલી. શિષ્ય માધવદેવ અને અનુયાયીઓ દ્વારા ધીરેધીરે આ સત્ર અને લોકનાટ્ય સત્રિય સમગ્ર આસામમાં ફેલાયું. શ્રીમંત શંકરદેવ દ્વારા રચાયેલ લોકનાટ્યોમાં કાલિયદમન, રુકમણિહરણ, કેલિગોપાલ, પારિજાતહરણ, દાનલીલા, અર્જુન ભંજન, રામવિજય આમ અનેક કથાનક મળે છે. - સત્રિય લોકનાટ્યની ચારિત્રિક વિશેષતાને, ભાષા, સંગીત, અભિનય, વેશ, પરિવેશ, આરંભ, મધ્ય, અંત, મહિમા વગેરેને તપાસી આ લોકનાટ્યની લાક્ષણિકતાઓ તપાસીએ. સૌ પ્રથમ તો સત્રિયમાં નટ, નૃત અને નૃત્ય એમ નાટ્યશાસ્ત્રના ત્રણેય અંગોનો સમન્વય છે. આ લોકનાટ્યમાં ભારતીય શાસ્ત્રીય નૃત્યની શૈલીની અમુક અંશો પણ મળે છે. આ સત્રિયમાં ભરતમુનિના “નાટ્યશાસ્ત્ર', નંદિકેશ્વરના અભિનયદર્પણ” શુભંકરના “હસ્તમુક્તાવલિ' રામચંદ્ર-ગુણચંદ્ર રચિત “નાટ્યદર્પણ” અભિનવભારતીના અભિનવદર્પણ” આદિ નાટ્યવિષયક ગ્રંથોમાં દર્શાવેલ નાટ્યલક્ષણો, હસ્ત અને પાદ મુદ્રાઓ, સંગીત, વિભિન્ન અભિનય, મુખોટા વગેરે પણ મળતા અનુભવાય છે. સત્રિય લોકનાટ્યમાં બે ધારાઓ સામાન્ય રીતે મળે છે. (૧) સુત્રધારી; જેમાં સુત્રધારના સંચાલન પ્રમાણે નાટઢ આગળ વધે છે. (૨) સ્વતંત્ર લોકનાટ્ય; જેમાં કૃષ્ણચરિત્ર, રામચરિત્ર, અપ્સરાનૃત્ય, યુદ્ધનૃત્ય, રાસનૃત્ય એમ સ્વતંત્ર ચરિત્ર અને કથાના નાટ્ય રજૂ થાય છે. સત્રિય લોકનાટ્યના અભિનય અને નૃત્યમાં રસાનુભૂતિની સાથે તાંડવ અને લાસ્ય નૃત્ય પણ હોય છે. વીર પુરુષ, યુદ્ધ અને મહામાનવ સંબંધી નાટ્યમાં તાંડવ જ્યારે કૃષ્ણ, રાધા, અપ્સરા અને દશમસ્કંધ આધારિત નાટ્યોમાં લાસ્ય મળે છે. તાંડવમાં નીડર, તેજસ્વિતા, ભયાનક, વીર અને લાસ્યમાં કોમલ, મૂદુ ભાવના દર્શન થાય છે. સત્રિય લોકનાટ્યના અભિનયમાં ચારેય અભિનય, આંગિક, વાચિક, આહાર્ય અને સાત્વિક એમ મળે છે. હાથ, આંખ, ભ્રમર, હોઠ, ડોક, કમર, પગ અને સમગ્ર શરીરની મુદ્રાઓ, પગની ગતિ, ચાલ, હાથીચાલ, મયુરચાલ, હંસચાલ વગેરે અનેક પ્રકારની પગની મુદ્રાઓ, કળાઓનો ઉપયોગ પણ થાય છે. શ્રીમંત શંકરદેવ, પટ્ટશિષ્ય માધવદેવ લિખિત સત્રિય લોકનાટ્યો હવે સંપાદિત પણ છે. આ લોકનાટ્યોને વિશેષ રીતે અન્ય વિદ્વાનોએ, પણ રચ્યાં છે. જો કે ભજવણી વખતે સ્થાનિક સત્રના કલાકારો એમાં પ્રસંગોપાત ફેરફારો પણ કરે છે. એક રીતે કંઠોપકંઠ, તરતા સાહિત્યની વ્યાખ્યામાં આવતું આ લોકનાટ્યનું સાહિત્યિક વસ્તુ, સામગ્રી મોટે ભાગે ભાગવત, રામાયણ, મહાભારત આધારિત છે. જે તે સત્રના સુત્રધાર કે કલાકારો એમાં ફેરફાર પણ કરે છે. આથી એમ પણ બને કે આસામના એક કરતા વધુ પ્રદેશમાં ભજવાતાં કૃષ્ણચરિત્રના વિવિધ પ્રસંગો એક કરતા વધુ મળે. જેમાં ભાષા, બોલી, સંગીત, અભિનય, રસ કે હેતુ જુદાજુદા હોય. હવે અમુક સત્રિય માત્ર સામાજિક ઉદ્દેશ કે સમાજસુધારા માટે પણ ભજવાય છે. જેમ કે સ્ત્રી સમાનતા, કૂપોષણ, ગરીબી, લોકશાહી, વ્યસનમુક્તિ, રાજનીતિ,

Loading...

Page Navigation
1 ... 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230