Book Title: Sambodhi 2014 Vol 37
Author(s): J B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 194
________________ 186 ભીમજી ખાચરિયા SAMBODHI ભારતના પ્રસિદ્ધ લોકનાટ્યો લાવણી, તમાશા, ઘુમર, યક્ષગાન, રામલીલા, જાત્રામાં સમાજનિર્માણ, લોકશિક્ષણ અને સામાજિક ઉત્કલ્પનાઓ, મનોવલણોનું ઘડતર છે એમ જ અલ્પખ્યાત લોકનાટ્યો જેવાં કે માચ, ખ્યાલ, ભગત, ગંભીરા, દશાવતાર; ગોધુલા અને ગુજરાતના બહુરૂપિયા લોકનાટ્યમાં પણ સમાજ અને લોકકલ્યાણની ભાવના, જીવનઘડતર અને પ્રકૃતિપ્રેમના પાઠ છે. આ બધાં લોકનાટ્યોની જેમ સત્રિય લોકનાટ્યથી પૂર્વભારતના જીવનમૂલ્યો ઘડાયાં છે. વર્તમાન સમયના પરંપરાગત જીવનમૂલ્યોના હ્રાસ સામે બદલાતા ભારતીય લોકનાટ્યોએ ગાયન, નર્તન અને વાદન અને અભિનયના સંગમથી આધુનિક સમાજનું નિર્માણ કરવામાં સક્રિય ભાગ ભજવ્યો છે. ભારતવર્ષમાં આ સત્રિય લોકનાટય પૂર્વભારતમાં આસામ પ્રદેશ અને તેની આજુબાજુનાં પ્રદેશમાં આસામી પ્રજા દ્વારા ભજવાય છે અને સચવાય છે. ભારતની પૂર્વ દિશાએ હિમાલયની ગિરિમાળા અને બ્રહ્મપુત્રા નદીના તટ પ્રદેશનું રાજ્ય આસામ આજે પણ એટલું જ રળિયામણું અને સુંદર છે, જેટલું એ કામરૂપ તરીકે ઓળખાતું હતું. પહાડ અને ગિરિમાળાઓથી, મોંગોલિઅન પ્રજાસમૂહને ઊછેરતી આ ભૂમિ લોકમાતા બ્રહ્મપુત્રા અને કામમાતા કામાખ્યાદેવીની ભૂમિ છે. આસામ શબ્દ મૂળ “અસોમ' શબ્દની વ્યુત્પત્તિએ છે. જેનો અર્થ બેનમૂન કે અજોડ, અદ્વિતીય થાય છે. વિદ્વાનોના મત અનુસાર એક સમયે આ પ્રદેશમાં અહોમ રાજયવંશ હતો, જેથી આ પ્રદેશનું નામ કાળક્રમે આસામ સ્થિર થયું મનાય છે. ભારતના ઉત્તરપૂર્વના રાજ્યોમાં આસામ શાસ્ત્રીય અને લોકકલાના સંદર્ભે વિશેષ પરંપરા ધરાવે છે. સાહિત્યિક અને કલાકીય ઇતિહાસમાં આસામની લોકકલા, લોકનૃત્યો, ધર્મ અને કલાના પટલમાં સમૃદ્ધ છે. ભારતીય પ્રદેશોમાં આસામ આ રીતે લોકસંગીત, લોકનૃત્ય નાટ્યની પરંપરા ધરાવે છે. ચીની યાત્રિ અને સંગે પોતાની ભારતભ્રમણની યાત્રા સંદર્ભે લખ્યું છે : “ઇ.સ. ૬૪૦માં એક માસની આસામની યાત્રા દરમિયાન રાજા ભાસ્કરબર્મને દરરોજ નૃત્ય અને સંગીતની પ્રસ્તુતિ દ્વારા મનોરંજન કરાવેલ.” આ આસામની લોકકલા અને લોકનાટ્યોના સંદર્ભ નાટ્યશાસ્ત્ર, કાલિકાપુરાણ, યોગિનીતંત્ર, અભિનયદર્પણ વગેરે ગ્રંથોની સાથે શિલ્પકલા, ઐતિહાસિક સ્મારકો અને અવશેષોમાં પણ મળે છે. નવમી સદીના રાજા વનમાલીવર્મનના એક તામ્રપત્રમાં આ પ્રદેશની નર્તકીઓ અંગે નોંધ મળે છે. આસામના સંગ્રહાલયમાં પણ નાટ્ય અને લોકનાટ્યની પરંપરાગત મૂર્તિઓ, કાપડ, ધાતું, લાકડું કે ચર્મ ઉપર નૃત્યકલાની ભંગિમાઓના પ્રમાણ પણ અહીંની કલાકીય પ્રતિભાને રજૂ કરે છે. ૦ ૦ ૦ ૦ આસામ પ્રદેશના લોકનાટ્ય સત્રિય અંગે વાત કરીએ એ પૂર્વે આ પ્રદેશના અન્ય લોકનૃત્યો કે પણ મહદ્અંશે લોકનાટ્યના લક્ષણો ધરાવે છે, એ જોઈએ. આંકીયાનટ લોકનૃત્ય આસામી પ્રજા પંદરમી સદીથી ભજવે છે. આ નૃત્યમાં કૃષ્ણના જીવનપ્રસંગોને, શિવ અને મહાકાલીની કથાને નૃત્ય સાથે રજૂ કરાય છે. મુખ્ય ભૂમિકા સૂત્રધારની હોય છે. સમગ્ર રાત્રિ દરમિયાન ચાલતાં આ નૃત્યમાં શ્લોક, ગીત, વર્ણન, વ્યાખ્યાન અને નૃત્યની પ્રસ્તુતતા હોય છે. પાત્રને અનુરૂપ વેશભૂષા, કાપડના મહોરાં, નાગ, સિંહ, રાક્ષસ, કાલી વગેરેના મહોરાં,

Loading...

Page Navigation
1 ... 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230