Book Title: Sambodhi 2014 Vol 37
Author(s): J B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 197
________________ Vol. XXXVII, 2014 સત્રિય લોકનાટ્ય 189 રાષ્ટ્રપ્રેમ, શિક્ષણ, માતૃભાષા કે કુટુંબવ્યવસ્થા વગેરે સામાજિક વિષયને સ્પર્શે અને નવી પેઢીમાં મૂલ્યોનું ઘડતર થાય એવી સામગ્રી ધરાવતા સત્રિય લોકનાટયો ભજવાય છે. આખી રાત, એક કરતા વધુ રાત કે અઠવાડિયા સુધી એક જ વિષય કે એક કથાને સળંગ રીતે ભજવીને રજૂ થતાં સત્રિય લોકનૃત્યોનું સંરચન, જાળવણી, ભજવણી અને સ્થળકાળ વિશે પણ જાણવું એટલું જ જરૂરી છે. નામઘરઃ સત્રિય લોકનાટ્યના મુખ્ય કેન્દ્ર કે સ્થળને નામઘર કહે છે. સામાન્ય રીતે અહીં સૌ લોક પૂજા-પ્રાર્થના કરતાં હોય છે. વિશાળ, મંડપાકાર મોટું નિવાસ એવું કીર્તનકેન્દ્ર કે નામઘર લાકડાના વિશાળ સ્થંભથી બનાવવામાં આવે છે. વાંસની બનેલ દીવાલો અને કામચલાઉ છતથી બનાવેલ મંડપને નાટ્ય મુજબ નાનો-મોટો અને ઊંચો-નીચો કરી શકાય છે. સત્રિય લોકનાટ્ય ભજવાતા આ નામઘરનો સામાજિક હેતુ નાટ્ય ઉપરાંત ધાર્મિક અનુષ્ઠાન, નવરાત્રિ, દિવાળી, જન્માષ્ટમી જેવા તહેવારો અને અન્ય નાટકીય પ્રવૃત્તિ માટે કરવામાં આવે છે. ગુજરાતમાં જેમ રામજી મંદિર, રામચોરો કે પાદરનો ઓટલો હોય એનાથી વધુ સગવડ અને સુવિધા ધરાવતા નામઘરમાં જ મોટે ભાગે સત્રિય થાય છે. મણિકૂટ સત્રિય લોકનાટ્ય ભજવાય એનામઘરના ગર્ભગૃહના ભાગને મણિકૂટ કહે છે. જેનો અર્થ “આભૂષણોનું ઘર અથવા મૂલ્યવાન સંપત્તિ' એમ થાય છે. આ મણિકૂટમાં કૃષ્ણની મૂર્તિ, ધર્મગ્રંથો, સત્રિય લોકનાટ્યની પ્રત, હસ્તપ્રતો પૂજાપાઠની સામગ્રી રખાય છે. આ પ્રાર્થનાઘર જેવડું નાનું સ્થળ છે. હાતિ સત્રિય લોકનાટ્યની અડખેપડખે વાંસની નાની ઝૂંપડીઓ હોય છે, જે લોકનાટ્યોના કલાકારો અને વિદ્યાર્થીઓની સંગીત અને અન્ય સંબંધી વસ્તુઓ રાખવા ઉપયોગમાં લેવાય છે. પ્રત્યેક સત્રમાં કલાકારો, સુત્રધાર વગેરેને એમાં મોભા મુજબના ઊતારા અપાય છે. બરછોરા નામઘરનો આગળનો ઓસરી જેવો લાંબો ભાગ. જ્યાં સત્રિય લોકનાટ્યમાં જ્યાં સૌનું સ્વાગત કરવામાં આવે છે, જયાંથી દર્શકો સત્રિયને જોઈ શકે છે એ બેસવાની જગ્યા. પ્રસંગોપાત નામઘરની સામે મોટાં મેદાનમાં પણ સત્રિય ઊજવાય છે. સત્ર પ્રશાસન સત્રિય લોકનાટ્યનું સંચાલન સત્ર પ્રશાસનથી થાય છે. મુખ્ય સત્ર અવિવાહિક, સંયમી જીવન જીવે છે, વૈષ્ણવ ધર્મનો વડો અને સમાજનો સુધારક, લોકનાટ્યનો પુરસ્કર્તા હોય છે. પરંપરાગત નાટ્યોને પેઢી દર પેઢી જીવંત રાખી પ્રજામાં ધર્મ અને કલાનું સિંચન આ સત્રપ્રશાસનથી થાય છે. આ સત્ર અને સત્રિય સાથે જોડાયેલ સૌ લોકકલાકારો ભક્તિભર્યું, સંયમી જીવન જીવે છે. આ કલાકારોમાં યુવાનોને શિક્ષિત કરી, નૃત્ય, સંગીત, અભિનયની તાલીમ અપાય છે. સત્રિયના આ કલાકારો પણ જીવનને સપ્તાઈ અને શિસ્તમાં ઢાળી નૃત્ય, સંગીત અને નાટ્ય પ્રત્યે પ્રતિબદ્ધ બને છે. સંગીતઃ સત્રિયમાં ભારતીય લોકસંગીતની વિશિષ્ટ ગાન અને તાલપ્રણાલી છે. અન્ય શાસ્ત્રીય સંગીતના રૂપ જેમ કે હિન્દુસ્તાની સંગીતના વિવિધ ઘરાના કે કર્ણાટકી સંગીતની રીત-પ્રણાલી અહીં નથી. આ લોકનાટ્યમાં બેતાલીસથી વધુ તાલ છે. જેમાં ખાસ કરીને અઢાર તાલ વધુ લોકપ્રિય છે. સત્રિય સંગીતની વિશિષ્ટતા લયાત્મક છંદોવિધાન અને પ્રસ્તુતિકરણ છે. ઢોલ, મૃદંગ, ખોલ નગાડા, ઝાંઝ,

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230